Paneer Starter Recipe in Gujarati | પનીર સ્ટાર્ટર.
પ્રથમથીજ ભારતીય રાંધણકલામાં પનીર માંથી બનતી વાનગીઓનું અનેરું મહત્વ રહ્યું છે. ખાસ કરીને ઉતર ભારતીય રાંધણકળાની વાનગીઓમાં પનીર ઉપયોગ ખાસ કરવામાં આવે છે અને આ વાનગીઓ ફક્ત ઉત્તર ભારતમાંજ નહી પરંતુ ભારતભરમાં પસંદ કરવામાં આવે છે તે પછી સ્ટાર્ટર હોઈ કે મેઈન ડીશ. તો આજે આપણે તેવીજ પનીર માંથી બનતી એક વાનગી શીખીશું, જે આપ સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકો છો અને સાઈડ ડીશ તરીકે પણ સર્વ કરી શકો છો. આ ભારતીય પનીર સ્ટાર્ટર (Paneer Starter Recipe) ને ઘણી જગ્યાએ પનીર પકોડા તરીકે પણ ઓળખવામાં આવે છે.

ભારતના લગભગ મોટા ભાગના શહેરો માં લારીઓ પર કે પછી હોટલોમાં આ પનીર સ્ટાર્ટર ઉપલબ્ધ હોઈજ છે અને લગભગ તમામ પનીર વાનગીઓના ચાહકોને આ પનીર સ્ટાર્ટર પસંદ હોઈ છે. જેથી આપ અમારા સરળ સ્ટેપ્સનું અનુકરણ કરીને આપની મનપસંદ પનીર ડીશ ઘર પરજ આસાનીથી બનાવી શકશો. તો ચાલો જોઈએ પનીર સ્ટાર્ટર બનાવવાની રીત.
પનીર સ્ટાર્ટર બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રી:
- ૩૦૦ ગ્રામ પનીર(paneer)
- ૨ કપ બેસન અથવા ચણાનો લોટ(gram flour)
અન્ય સામગ્રીઓ:
- ૧ ચમચી ધાણા પાવડર(coriander powder)
- ૧ ચમચી વરીયાળી પાવડર(fennel seeds powder)
- ૩/૪ ચમચી લાલ મરચું પાવડર(red chili powder)
- ચપટી હીંગ(asafetida)
- નમક સ્વાદ અનુસાર(salt)
- કોથમીરની ચટની(coriander chutney)
- થોડો ચાટ મસાલો(chaat masala)
- તળવા માટે તેલ(oil)
- પાણી(water)
સજાવટ માટે:
- લીલી ચટની(green chutney)
- ટોમેટો કેચપ(tomato ketchup)
પનીર સ્ટાર્ટર બનાવવાની રીત:
- સૌ પ્રથમ પનીરના ક્યુબમાં ચપ્પુ વડે થોડી જગ્યા બનાવી લો. તેની અંદર કોથમીરની ચટની અને ચાટ મસાલો ભરી દો.
- એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં ધાણા પાવડર, વરીયાળી પાવડર, લાલ મરચું પાવડર, હીંગ અને નમક ઉમેરો. બધીજ વસ્તુઓ સરખી રીતે મિક્ષ કરી, જરૂર અનુસાર પાણી ઉમેરી એક બેટર તૈયાર કરી લો.
- ધ્યાન રાખો કે બેટર વધુ પડતું પાતળું કે ઘટ્ટ ન બની જાય. એક કડાઈમાં પકોડા તળવા માટે તેલ કાઢી લો.
- બધાજ પનીર ક્યુબ્સને બેટરમાં રગદોળી એક પછી એક તળવા માટે મુકો. ચકાસણી કરી લો કે તેલ વધુ પડતું ગરમ ણ હોઈ.
- બધાજ પકોડાને મધ્યમ તાપમાન પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. હવે બધાજ પકોડાને સર્વિંગ પ્લેટમાં કાઢી લઇ થોડો ચાટ મસાલો છાંટી, લીલી ચટની અથવા ટોમેટો કેચપ સાથે સર્વ કરો.
Paneer starter recipe in gujarati(પનીર સ્ટાર્ટર)
Ingredients
- મુખ્ય સામગ્રી:
- ૩૦૦ ગ્રામ પનીર paneer
- ૨ કપ બેસન અથવા ચણાનો લોટ gram flour
- અન્ય સામગ્રીઓ:
- ૧ ચમચી ધાણા પાવડર coriander powder
- ૧ ચમચી વરીયાળી પાવડર fennel seeds powder
- ૩/૪ ચમચી લાલ મરચું પાવડર red chili powder
- ચપટી હીંગ asafetida
- નમક સ્વાદ અનુસાર salt
- કોથમીરની ચટની coriander chutney
- થોડો ચાટ મસાલો chaat masala
- તળવા માટે તેલ oil
- પાણી water
- સજાવટ માટે:
- લીલી ચટની green chutney
- ટોમેટો કેચપ tomato ketchup
Instructions