Paneer Capsicum Tomato Curry Recipe in Gujarati | પનીર કેપ્સીકમ ટોમેટો સબ્જી.
હેલ્લો ફ્રેન્ડ્સ, આપણે સૌ જાણીએ છીએ કે હમેશથીજ નોર્થ ઇન્ડિયન કરી નું ભારતીય રાંધણકલામાં આગવું મહત્વ રહ્યું છે અને આ કરી તમામ લોકો દ્વારા પસંદ પણ કરવામાં આવે છે. આજે આપણે આ નોર્થ ઇન્ડિયન રાંધણકળાની સૌની ફેવરીટ એવી પનીર કેસીક્મ ટોમેટો કરીની રેસીપી (Paneer Capsicum Tomato Curry Recipe) શીખવાના છીએ, જે લગભગ બધાજ લોકોની ફેવરીટ હોઈ છે. ઘર પર મેહમાન આવ્યા હોઈ કે પછી, પરિવારજનો માટે કઈક સ્પેશિઅલ બનાવવું હોઈ, આ ડીશ આપ તમામ લોકો માટે બનાવી શકો છો. આપ આ શાક પરોઠા, રોટલી અથવા નાન એમ ત્રણે વસ્તુ સાથે સર્વ કરી શકો છો, જેથી આપ આપના સમયની અનુકુળતા મુજબ ગમે તે સર્વ કરી શકો છો.

આ શાક બનાવવા માટે આપણે ફક્ત પનીર, કેપ્સીકમ, ટામેટા અને અન્ય ભારતીય મસાલાઓની જ જરૂર રહેશે. જે ખુબજ આસાનીથી કોઈ પણ નજીકના સ્ટોર પરથી કે બજારમાંથી આપ મેળવી શકો છો. આપ નીચે આપેલ રીતને અનુસરીને હોટલ જેવી જ પનીર કેપ્સીકમ સબ્જી ઘર પર આપના પરિવારજનો અને બાળકો માટે બનાવી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ પનીર કેપ્સીકમ ટોમેટો કરી બનાવવાની રીત.
આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રીઓ:
- ૨૫૦ ગ્રામ સમારેલ કેપ્સીકમ(Capsicum).
- ૨૦૦ ગ્રામ પનીર(paneer).
- ૨ મોટા સમારેલ ટામેટા(tomato).
અન્ય સામગ્રીઓ:
- ૧/૨ ચમચી જીરું(cumin seeds).
- ૧/૪ ચમચી હળદર પાવડર(turmeric powder).
- ૧/૨ ચમચી ધાણા પાવડર(coriander powder).
- ૧/૨ ચમચી વરીયાળી(fennel seeds).
- ૧/૪ ચમચી લાલ મરચું પાવડર(red chili powder).
- ૧/૪ ચમચી ગરમ મસાલો(garam masala).
- ૧ ચપટી હીંગ(asafoetida).
- નમક સ્વાદ અનુસાર(salt).
- ૧ ચમચી તેલ(oil).
પનીર કેપ્સીકમ ટોમેટો કરી બનાવવાની રીત:
- સૌ પ્રથમ એક નોન-સ્ટીક કડાઈમાં તેલ લઇ, તેમાં જીરું નાંખી તે તતડવા દો. હવે તેમાં હીંગ, હળદર પાવડર,, ધાણા પાવડર, વરીયાળી અને લાલ મરચું પાવડર નાખો.
- હવે આ બધાજ મસાલાઓને મિક્ષ કરી તેને થોડીવાર પકાઓ. હવે તેમાં કેપ્સીકમ અને નમક નાંખી તેને બધાજ મસાલાઓ સાથે મિક્ષ કરી લો.
- તેને ઢાંકી દો ૩-૪ મિનીટ સુધી પકાવી લો. ૩-૪ મિનીટ બાદ ઢાંકણ ખોલી તેમાં થોડું વધુ નમક, ગરમ મસાલો, પનીર ક્યુબ્સ, ટોમેટો ઉમેરી બધુજ મિક્ષ કરી લો.
- તેને ઢાંકી દઈ ૩-૪ મિનીટ સુધી મધ્યમ તાપમાન પર પકાઓ. ૩-૪ મિનીટ બાદ ઢાંકણ ખોલી જો વધુ પાણી દેખાય તો તેને થોડી વધુ વાર પકાઓ.
- હવે ગેસ બંધ કરી આ શાકને એક સર્વિંગ પ્લેટમાં લઇ લો અને સર્વ કરો.
Paneer Capsicum Tomato Curry Recipe in Gujarati | પનીર કેપ્સીકમ ટોમેટો સબ્જી
Ingredients
- ૨૫૦ ગ્રામ સમારેલ કેપ્સીકમ Capsicum
- ૨૦૦ ગ્રામ પનીર paneer
- ૨ મોટા સમારેલ ટામેટા tomato
- ૧/૨ ચમચી જીરું cumin seeds
- ૧/૪ ચમચી હળદર પાવડર turmeric powder
- ૧/૨ ચમચી ધાણા પાવડર coriander powder
- ૧/૨ ચમચી વરીયાળી fennel seeds
- ૧/૪ ચમચી લાલ મરચું પાવડર red chili powder
- ૧/૪ ચમચી ગરમ મસાલો garam masala
- ૧ ચપટી હીંગ asafetida
- નમક સ્વાદ અનુસાર salt
- ૧ ચમચી તેલ oil
Instructions