Panchavati Prashad Recipe in Gujarati | પંચવટી પ્રશાદ | Prasadam Recipe.
હેલ્લો ફ્રેન્ડ્સ, આપણે સૌ જાણીએ છીએ કે ભારત એ તેહવારોથી ભરેલો દેશ છે, જેમાં અવાર-નવાર તેહવારો આવતા હોઈ છે. આ તેહવારોમાં અનેક વાર પૂજાવિધિ થતી હોઈ છે. આ પૂજામાં સામાન્ય રીતે શીરો અથવા તો લાડુજ મોટે ભાગે પ્ર્શાદમાં આપવામાં આવતા હોઈ છે, પરંતુ પ્રશાદ માટેની પણ અનેક એવી રેસીપી છે, જેમાંથી એક રેસીપી આજે આપણે શીખીશું. આ રેસીપી એક પંચવટી પ્રશાદ રેસીપી (Panchavati Prashad) છે, જે આપ પૂજામાં ભક્તોને આપી શકો છો. પંચવટી પ્રશાદ ઘર પર બનાવવો ખુબજ સરળ છે. ખુબજ ઝડપથી પણ બની જાય છે.

પંચવટી પ્રશાદ બનાવવા માટેની તમામ આવશ્યક સામગ્રીઓ ખુબજ ઘરેલું અને આસાનીથી મળી જાય તેવી છે. આ પ્રશાદ બનાવવા માટે આપને મુખ્યત્વે છીણેલું નારીયેલ, ગુંદ, ખજુરનો પાવડર અને થોડા ડ્રાય ફ્રુટ્સની જરૂર પડશે. તો ચાલો મિત્રો જોઈએ પંચવટી પ્રશાદ બનાવવાની રીત.
પંચવટી પ્રશાદ બનવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રીઓ:
- ૧/૨ કપ છીણેલું નારીયેલ(grated coconut).
- ૧/૪ કપ ખજુરનો પાવડર(dates powder).
- ૧ ચમચી ગુન્દનો પાવડર(gond).
અન્ય સામગ્રીઓ:
- ડ્રાય ફ્રુટ અને ગુંદ તળવા માટે ૧ ચમચી ઘી(ghee).
- ૩ ચમચી મિક્ષ ડ્રાય ફ્રુટની સ્લાય્સીસ(slices mixed dry fruits).
- ૨ ચમચી દળેલી ખાંડ(powdered sugar).
- ચપટી એલચી પાવડર(cardamom powder).
પંચવટી પ્રશાદ બનાવવાની રીત:
- સૌ પ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરી, તેમાં ગુન્દને ધીમી આંચે શેકી લો અને ત્યારબાદ તેનો પાવડર બનાવી લો.
- હવે તેજ કડાઈમાં ડ્રાય ફ્રુટ નાંખી તે ક્રિસ્પી થાય જાય ત્યાં સુધી શેકી લો. ધ્યાન રાખો કે ડ્રાય ફ્રુટ તેનો કલર ન બદલે તેટલા શેકાવા જોઈએ.
- હવે તેના પર છીણેલ નારિયેળને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- ત્યારબાદ તેના પર ખજૂરના પાવડરને પણ ૨ મિનીટ સુધી શેકી લો અને ત્યારબાદ ગેસ બંધ કરી દો.
- હવે આ બધીજ શેકેલી સામગ્રીઓને બાઉલમાં લઇ તેમાં અન્ય વધારાની સામગ્રીઓ ઉમેરો. તેને સરખી રીતે મિક્ષ કરી પ્રશાદ સર્વ કરો.
Panchavati Prashad Recipe in Gujarati | પંચવટી પ્રશાદ | Prasadam Recipe
Panchvati prashad recipe in Guajarti.
Ingredients
- મુખ્ય સામગ્રીઓ:
- ૧/૨ કપ છીણેલું નારીયેલ grated coconut
- ૧/૪ કપ ખજુરનો પાવડર dates powder
- ૧ ચમચી ગુન્દનો પાવડર gond
- અન્ય સામગ્રીઓ:
- ડ્રાય ફ્રુટ અને ગુંદ તળવા માટે ૧ ચમચી ઘી ghee
- ૩ ચમચી મિક્ષ ડ્રાય ફ્રુટની સ્લાય્સીસ slices mixed dry fruits
- ૨ ચમચી દળેલી ખાંડ powdered sugar
- ચપટી એલચી પાવડર cardamom powder
Instructions