Panchamrut Prasad Recipe in Gujarati | પંચામૃત પ્રશાદ | Prasadam Recipe
નમસ્તે મિત્રો, પંચામૃત (Panchamrut Prasad) એ પ્ર્શાદમાં આપતી સૌથી સ્વાદિષ્ટ એવી મીઠાઈ છે, જે બનાવવી ખુબજ સરળ છે. આપ સૌ જાણો છો, કે ભારત એ ભક્તિ અને તેહવારોથી ભરપુર છે અને ભારતીય પરંપરામાં પ્ર્શાદનું ખુબજ અગત્યનું સ્થાન છે. જેથી સૌ કોઈ લોકો ઇચ્છતા હોઈ છે કે તેઓ પ્ર્શાદમાં કઈક સ્વાદિષ્ટ પ્રસ્તુત કરે. પંચામૃત એ પ્રશાદ માટેની સૌથી ઉત્તમ રેસીપી છે, જે દરેક પ્રકારની પૂજા માટે આપ ઘર પર બનાવી શકો છો. આ પંચામૃત બનવવા માટે આપને ફક્ત અમુક સામગ્રીઓની જ જરૂર પડશે અને આપ ૫ મીનીટની અંદર જ આપ એક સ્વાદિષ્ટ પ્રશાદ ભક્તો અને ભગવાન માટે તૈયાર કરી શકો છો.

પંચામૃત બનાવવા માટે આપને ફક્ત ઘરેલું સામગ્રીઓ જેવી કે, દૂધ, દહીં, ખાંડ, ઘી, મધ અને ડ્રાય ફ્રુટની જરૂર પડશે, જે દરેક રસોડે ઉપલબ્ધ્જ હોઈ છે. આ પંચામૃત પ્રશાદ આપ નીચે દર્શાવેલ રીતને અનુસરીને ઝડપથી બનાવી શકશો. તો ચાલો મિત્રો જોઈએ પંચામૃત પ્રશાદ બનવવાની રીત.
પંચામૃત પ્રશાદ બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રી:
- ૧/૨ કપ દૂધ((milk).
- ૩ ચમચી દહીં(curd).
અન્ય સામગ્રીઓ:
- ૧/૨ ચમચી ખાંડ(sugar).
- ૧/૪ ચમચી ઘી(ghee).
- ૧/૪ ચમચી મધ(honey).
- થોડા ડ્રાય ફ્રુટ(dry fruit).
સજાવટ માટે:
- થોડા તુલસીના પાંદ(basil leaves).
પંચામૃત બનાવવાની રીત:
- એક બાઉલ લઇ તેમાં દૂધ, દહીં, ઘી, ખાંડ અને થોડા ડ્રાય ફ્રુટ ઉમેરો.
- હવે આ બધીજ સામગ્રીઓ ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહો.
- તેને થોડા ડ્રાય ફ્રુટ અને તુલસીના પાંદ વડે સજાવી સર્વ કરો.
Panchamrut Prasad Recipe in Gujarati | પંચામૃત પ્રશાદ | Prasadam Recipe
Ingredients
- ૧/૨ કપ દૂધ (milk
- ૩ ચ્મ્ચીદ દહીં curd
- ૧/૨ ચમચી ખાંડ sugar
- ૧/૪ ચમચી ઘી ghee
- ૧/૪ ચમચી મધ honey
- થોડા ડ્રાય ફ્રુટ dry fruit
- થોડા તુલસીના પાંદ basil leves
Instructions
- એક બાઉલ લઇ તેમાં દૂધ, દહીં, ઘી, ખાંડ અને થોડા ડ્રાય ફ્રુટ ઉમેરો.
- હવે આ બધીજ સામગ્રીઓ ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહો.
- તેને થોડા ડ્રાય ફ્રુટ અને તુલસીના પાંદ વડે સજાવી સર્વ કરો.