Palak Soup Recipe in Gujarati(પાલક સૂપ રેસીપી)

0
637
Palak Soup Recipe. Palak ka Soup Recipe in Hindi. Indian Vegetable Soup Recipe. Healthy Soup Recipe.
Palak Soup Recipe in Hindi Photo.

Palak Soup Recipe in Gujarati(પાલક સૂપ રેસીપી)

નમસ્કાર મિત્રો, આપણે સૌ જાણીયેજ છીએ કે પાલકએ સૌથી પૌષ્ટિક, અરોગ્ય્કારક અને મીનરલથી ભરપુર એવું શાક છે. છતાં, તેના સ્વાદને લીધે લોકો દ્વારા સામન્ય રીતે પસંદ કરવામાં આવતું નથી. આ બાબતનેજ ધ્યાન માં રાખીને આજ અમો એક સુંદર મજા ની રેસીપી આપના માટે લય્વા છીએ જેનું નામ છે પાલક સૂપ (Palak Soup Recipe).

Palak Soup Recipe. Spinach Soup Recipe. Healthy Soups Recipe. Indian Soup Recipe.
Palak Soup Recipe in Gujarati Photo.

આ પાલક સૂપ સ્વાદમાં એકદમ ઉતમ હોવાથી તમામ લોકોને પસંદ પડશે. આપ સૌએ ઘણા બધા પ્રકારના સૂપ પીધા હશે પરતું આ સૂપ તેમાંનું એક નવીનીકરણ છે જેમાં પાલક દ્વારા આરોગ્ય્તાનો વધારો કરવામાં આવ્યો છે. આ સૂપમાં મુખ્યત્વે પાલક, ડુંગળી અને અન્ય ઘણા મસાલાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

પાલક સૂપ બનાવવા માટેની સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:
  • ૨ કપ સમારેલું પાલક(spinach)
  • ૧/૨ કપ સમારેલી ડુંગળી(onion)
અન્ય સામગ્રીઓ:
  • ૨ સમારેલી લસણની કડી(garlic cloves)
  • ૨ ચમચી ફ્રેશ ક્રીમ(fresh cream)
  • ૨ ચમચી માખણ(butter)
  • ૧/૨ કપ ઠંડા પાણીમાં ૨ ચમચી ઓગાળેલો કોર્ન ફ્લોર
  • નમક સ્વાદ અનુસાર(salt)
સજાવટ માટે:
  • ૧ ચમચી માખણ(butter)

પાલક સૂપ બનાવવાની રીત:

  • સૌ પ્રથમ એક નોન સ્ટીક કડાઈમાં માખણ ગરમ કરી તેમાં સમારેલી ડુંગળી અને લસણ નાંખી સાંતળી લો. હવે તેમાં પાલક નાંખી ૨ મિનીટ માટે સાંતળો.
  • ત્યારબાદ તેમાં ૨ કપ પાણી નાંખી સરખી રીતે મિક્ષ કરી લો અને મીડીયમ ગેસ પર ૭-૮ મિનીટ માટે સતત હલાવતા રહો.
  • ૭-૮ મિનીટ પછી ગેસ બંધ કરી, સંપૂર્ણ રીતે ઠંડું પડવા દો. હવે મિક્ષ્ચરમાં તેને બ્લેન્ડ કરી પ્યુરી તૈયાર કરી લો. હવે તે પ્યુરીને ગળણીમાં ગાળી ફરીથી કડાઈમાં ઠાલવી લો.
  • હવે એક બાઉલ માં કોર્નફલોર અને પાણી વાળા મિક્ષ્ચરની સાથે, ક્રીમ ઉમેરી મિક્ષ કરી દો. ત્યારબાદ તેને પાલકની પ્યુરીમાં ઉમેરો.
  • તેને સરખી રીતે મિક્ષ કરી ૧ મિનીટ માટે ઉકળવા દો. હવે પાલક સૂપ તૈયાર છે તો તેને બાઉલ માં કાઢી લઇ માખણ થી ગાર્નીશ કરો.

Palak soup recipe in gujarati(પાલક સૂપ રેસીપી)

Palak soup is a very healthy soup which contains lots of minerals and protein.
Prep Time15 mins
Cook Time13 mins
Total Time28 mins
Course: starter
Cuisine: Indian
Servings: 28 mins
Author: Geetajali kolvekar saini

Ingredients

  • મુખ્ય સામગ્રીઓ:
  • કપ સમારેલું પાલક spinach
  • ૧/૨ કપ સમારેલી ડુંગળી onion
  • અન્ય સામગ્રીઓ:
  • સમારેલી લસણની કડી garlic cloves
  • ચમચી ફ્રેશ ક્રીમ fresh cream
  • ચમચી માખણ butter
  • ૧/૨ કપ ઠંડા પાણીમાં ૨ ચમચી ઓગાળેલો કોર્ન ફ્લોર
  • નમક સ્વાદ અનુસાર salt
  • સજાવટ માટે:
  • ચમચી માખણ butter

Instructions