Palak Sev Recipe in Gujarati | પાલક સેવ | Palak ni Sev Recipe

0
274
Palak Sev Recipe in Hindi, Spinach Sev Recipe, Spinach and Besan Sev Recipe, How to Make Palak Sev, Homemade Palak Sev Recipe, Indian Snacks Recipe.
Palak Sev Recipe in Hindi Photo.

Palak Sev Recipe in Gujarati | પાલક સેવ | Palak ni Sev Recipe.

હેલ્લો ફ્રેન્ડ્સ, પાલક સેવ (Palak Sev Recipe) એ એક ખુબજ હેલ્થી અને સ્વાદિષ્ટ એવી ભારતીય સેવ છે, જે લોકો અવાર-નવાર નાસ્તામાં લેતા હોઈ છે. આ સેવ સ્વાદમાં એકદમ લાજવાબ હોઈ છે, ઉપરાંત તેમાં પાલકનો ભરપુર ઉપયોગ થયો હોવાથી એકદમ હેલ્થી પણ હોઈ છે. પાલક સેવ આપ આપના બાળકો અને પરિવારજનો માટે બનાવી શકો છો. આ સેવ ભારતની લગભગ તમામ ફરશાણની દુકાનો પર મળી જાય છે, પરંતુ આપ ઘર પર આ સેવ વધુ સ્વાદિષ્ટ અને હેલ્થી બનાવી શકો છો. મોટા ભાગના લોકો પાલક ખાવાનું પસંદ નથી કરતા પણ આપ પાલકને સેવમાં રૂપાંતરિત કરીને ખાય શકો છો, જેથી તે સ્વાદિષ્ટ પણ લાગે સ્વાસ્થ્ય પણ જળવાય રહે.

Palak Sev Recipe in Hindi, Spinach Sev Recipe, Spinach and Besan Sev Recipe, How to Make Palak Sev, Homemade Palak Sev Recipe, Indian Snacks Recipe.
Palak Sev Recipe Photo.

ભારતમાં અનેક પ્રકારની સેવ ઉપલબ્ધ છે. આ તમામ સેવ કોઈક કોઈક રીતે અલગ-અલગ પડતી હોઈ છે. તેમાંથી એક હેલ્થી સેવ રેસીપી આજે અમે આપના માટે લાવ્યા છીએ. આ સેવ બનાવવા માટે આપને મુખ્યત્વે પાલક, બેસન, લીલા મરચા અને મસાલાઓની જરૂર પડશે, જે આપને કોઈ પણ સ્ટોર કે બજારમાંથી મળી જશે. તો ચાલો મિત્રો જોઈએ પાલક સેવ બનાવવાની રીત.

પાલક સેવ બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૫૦ ગ્રામ પાલક(spinach).
  • ૧૫૦ ગ્રામ બેસન(besan).

અન્ય સામગ્રીઓ:

  • ૩ લીલા મરચા(green chilies).
  • ૧/૮ ચમચી સંચર(rock salt).
  • ૧/૪ ચમચી ચાટ મસાલો(chaat masala).
  • ૧/૨ ચમચી લાલ મરચું પાવડર(red chili powder).
  • નમક સ્વાદ અનુસાર(salt).
  • ૩ ચમચી તેલ(oil).
  • તળવા માટે તેલ(oil)

પાલક સેવ બનાવવાની રીત:

  • સૌ પ્રથમ પાલક, લીલા મરચા અને ૨-૩ ચમચી જેટલું પાણી મિક્ષ્ચર જારમાં નાંખી તેને બ્લેન્ડ કરી લો અને તેમાંથી એક પેસ્ટ બનાવી બાઉલમાં કાઢી લો.
  • હવે તેમાં તેલ નાંખી તેને હેન્ડ બ્લેન્ડરની મદદથી પેસ્ટને મિક્ષ કરી લો. હવે તેમાં નમક, સંચર, ચાટ મસાલો, લાલ મરચું પાવડર નાંખી મિક્ષ કરી લો.
  • હવે  આ પેસ્ટમાં ચણાનો લોટ નાંખી તેમાંથી લોટ બાંધી લો. ધ્યાન રાખો કે લોટની ઘટ્ટતાનું પ્રમાણ તેમાંથી સેવ બનાવી શકાય તેટલું હોવું જોઈએ.
  • હવે સેવ બનાવવાનું મોલ્ડ લઇ તેમાં પાતળી સેવની જારી નાંખી, આ મોલ્ડને લોટ વડે ભરી દો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી, ગરમ તેલમાં સેવ પાડી લો.
  • આ સેવને બન્ને બાજુ સરખી રીતે પકાવી લો. હવે આ પાલક સેવને એક પ્લેટમાં લઇ લો. થોડી મીનીટો બાદ જયારે તે ઠંડી પડી જાય ત્યારે તેને એઈર ટાઈટ કન્ટેનરમાં ભરી લો.

Palak Sev Recipe in Gujarati | પાલક સેવ | Palak ni Sev Recipe

Palak sev recipe in gujarati language.
Course: Snack
Cuisine: Indian
Author: Rakesh Prajapati

Ingredients

  • ૫૦ ગ્રામ પાલક spinach
  • ૧૫૦ ગ્રામ બેસન besan
  • લીલા મરચા green chilies
  • ૧/૮ ચમચી સંચર rock salt
  • ૧/૪ ચમચી ચાટ મસાલો chaat masala
  • ૧/૨ ચમચી લાલ મરચું પાવડર red chili powder
  • નમક સ્વાદ અનુસાર salt
  • ચમચી તેલ oil
  • તળવા માટે તેલ oil

Instructions