Palak Ane Dal Nu Shaak Recipe in Gujarati | પાલક અને દાળ નું શાક

0
191
Spinach Lentil Curry Recipe, Spinach and Lentil Curry Recipe, Palak Aur Dal ki Subzi Recipe, Dal Aur Palak ki Subzi Recipe, Indian Curry Recipe. Palak ane dal nu shaak recipe.
Spinach Lentil Curry Recipe Photo.

Palak Ane Dal Nu Shaak Recipe in Gujarati | પાલક અને દાળ નું શાક.

નમસ્તે મિત્રો, જો આપ એક ખુબજ હેલ્થી અને સ્વાદિષ્ટ એવું શાક બનાવવા ઇચ્ત્ત હો તો આ પાલક અને દાળ નું શાક (Palak Ane Dal nu Shaak) એક પરફેક્ટ ચોઈસ છે. કારણકે આ શાક સ્વાદિષ્ટ હોવાની સાથોસાથ તેટલુંજ હેલ્થી પણ છે. કારણકે આ શાકમાં પૌષ્ટિકતાથી ભરપુર  એવા પાલક નો ઉપયોગ કરાયો છે. સામાન્ય રીતે પાલક એક એવું શાકભાજી છે જે મોટા ભાગના લોકો દ્વારા પસંદ કરવામાં આવતું નથી પરંતુ આ શાકમાં પાલકનો એ રીતે ઉપયોગ કરાયો છે કે જેથી તેને એક સ્વાદિષ્ટ શાકમાં રૂપાંતરિત કરી શકાઈ. આ શાકને સર્વ કરવામાં માટે પણ સાથે બીજું કઈ બનાવવાની જરૂર નહી પડે કારણકે આ શાકને સરળ રીતે રોટલી અથવા રોટલા સાથે સર્વ કરી શકાય છે.

Spinach Lentil Curry Recipe, Spinach and Lentil Curry Recipe, Palak Aur Dal ki Subzi Recipe, Dal Aur Palak ki Subzi Recipe, Indian Curry Recipe. Palak ane dal nu shaak recipe.
Spinach Lentil Curry Recipe Photo.

પાલક અને દાળ નું શાક બનાવવાની રીત ઘણી સરળ અને ટૂંકી છે જેથી આપ ટૂંક સમયમાં એક સ્વાદિષ્ટ શાક તૈયાર કરી શકો છો. આ શાક બનાવવા માટેની તમામ આવશ્યક સામગ્રીઓ પણ સરળ અને સાદી છે. આ શાકમાં મુખ્યત્વે પાલક, મગની દાળ અને અન્ય મસાલાઓનો ઉપયોગ કરાયો છે. તો ચાલો મીત્રી જોઈ સ્પીનેચ લેન્ટીલ કરી બનાવવાની રીત.

પાલક અને દાળ નું શાક બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૨૦૦ ગ્રામ સમારેલ પાલક(spinach).
  • ૧૦૦ ગ્રામ બાફેલી મગની દાળ(mung lentil).

અન્ય સામગ્રીઓ:

  • ૧ ચમચી જીરું(cumin seeds).
  • ૨ ચમચી સમારેલ લસણ(garlic).
  • ૧ ચમચી સમારેલ લીલું મરચું(green chilli).
  • ૧/૨ ચમચી હળદર પાવડર(turmeric powder).
  • ૧ ચમચી લાલ મરચું પાવડર(red chili powder).
  • ૧/૨ ચમચી શાહી ગરમ મસાલો(shahi garam masala).
  • નમક સ્વાદ અનુસાર(salt).
  • ૪ ચમચી તેલ(oil).

સજાવટ માટે:

  • ૨ આખા સુકા લાલ મરચા(whole dry red chillies).

પાલક અને દાળ નું શાક બનાવવાની રીત:

  • સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરી, તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં જીરું નાંખી ફૂટવા દો. જયારે તે ફૂટવા લાગે ત્યારે તેમાં લસણ નાંખી તેને ગોલ્ડન બ્રાઉન પિંક કલરનું થવા દો.
  • ત્યારબાદ તેમાં લીલા મરચા નાંખી થોડી વાર સાંતળી, તેમાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, નમક નાંખી સરખી રીતે મિક્ષ કરી લો.
  • ત્યારબાદ તેમાં તરતજ પાલક નાંખી ગેસ ધીમો કરી દો અને તેને ઢાંકી દઈ ૫-૭ મિનીટ માટે પકાઓ. ૫-૭ મિનીટ બાદ તેને ચેક કરી લો. જો પાલક પૂરી રીતે પાકી ગયું હોઈ તો તેમાં મગની દાળ, શાહી ગરમ મસાલો ઉમેરી મિક્ષ કરી લો.
  • જો પાલક સરખી રીતે ન પાક્યું હોઈ તો થોડી વધારે મીનીટો માટે પકાઓ. ત્યારબાદ તેને ઢાંકી દઈ ૨ મિનીટ માટે પકાવી, ૨ મિનીટ બાદ ગેસ બંધ કરી દો અને શાકને સર્વિંગ પ્લેટમાં લઇ સર્વ કરો.

Palak Ane Dal Nu Shaak Recipe in Gujarati | પાલક અને દાળ નું શાક

How to make Palak Ane Dal nu Shaak at home.
Course: Curries
Cuisine: Indian
Author: Rakesh prajapati

Ingredients

  • ૨૦૦ ગ્રામ સમારેલ પાલક spinach.
  • ૧૦૦ ગ્રામ બાફેલી મગની દાળ mung lentil.
  • ચમચી જીરું cumin seeds.
  • ચમચી સમારેલ લસણ garlic.
  • ચમચી સમારેલ લીલું મરચું green chilli.
  • ૧/૨ ચમચી હળદર પાવડર turmeric powder.
  • ચમચી લાલ મરચું પાવડર red chili powder.
  • ૧/૨ ચમચી શાહી ગરમ મસાલો shahi garam masala.
  • નમક સ્વાદ અનુસાર salt.
  • ચમચી તેલ oil.
  • આખા સુકા લાલ મરચા whole dry red chillies.

Instructions