Noodles Cutlet Recipe in Gujarati | નુડલ્સ કટલેટ.
નુડલ્સ કટલેટ (Noodles Cutlet Recipe) એ ઇન્ડો-ચાઇનીસ વાનગીઓ માંની વધુ એક વાનગી છે. ભારતીય રાંધણકલામાં ચાઈનીસ વાનગીઓનું પ્રથમથીજ અનેરું મહત્વ રહ્યું છે. નુડલ્સ એ તેમનીજ એક વાનગી છે જે બાળકોમાં સૌથી વધુ લોકપ્રિય એવી વાનગી છે. આજે આપણે આ વાનગીમાંથી જ એક નવીન વાનગી બનાવતા શીખીશું જેનું નામ છે નુડલ્સ કટલેટ. આ નુડલ્સ કટલેટમાં ફક્ત નુડલ્સનોજ નહી પરંતુ ઘણી બધી પૌષ્ટિક શાકભાજીઓનો પણ સમાવેશ કરાયો છે જે આ વાનગીને વધુ એક પસંદગી પૂરી પડે છે.

આ નુડલ્સ કટલેટ એક એવી વાનગી છે જે જેને તમે અનેક રીતે ઉપયોગમાં લઇ શકો છો. સ્ટાર્ટર તરીકે, સાઈડ ડીશ તરીકે, નાસ્તા તરીકે કે પછી લંચ બોક્ષ ડીશ તરીકે ગમે તેમાં સર્વ કરી શકો છો. સાથે સર્વ કરેલો ટોમેટો કેચપ કે લીલી ચટની તેનો સ્વાદ પણ વધારશે. કટલેટના પણ ઘણા બધા પ્રકાર છે અને તેને બનાવવાના પણ. આ કટલેટ તેમાંનીજ એક નવીનતમ કટલેટ છે. તો ચાલો મિત્રો જોઈએ નુડલ્સ કટલેટ બનાવવાની રીત:
નુડલ્સ કટલેટ બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રીઓ:
- ૧/૨ કપ બાફેલા નુડલ્સ(boiled noodles)
- ૨ મધ્યમ કદનાં બાફેલા બટાટા(boiled potatoes)
- ૨ ચમચી સમારેલ કેપ્સીકમ(capsicum)
- ૨ ચમચી સમારેલ ગાજર(carrots)
- ૨ ચમચી સમારેલ ડુંગળી(onions)
અન્ય સામગ્રીઓ:
- ૧ ચમચી આદું- લસણની પેસ્ટ(ginger-chili paste)
- ૧ ચમચી કોથમીર(coriander leaves)
- ૧ ચમચી સુકા બ્રેડ ક્રમબ(bread crumbs)
- ૩-૪ ચમચી કોર્ન ફ્લોર(corn flour)
- નમક સ્વાદ અનુસાર(salt)
- ૧ ચમચી તેલ(oil)
- તળવા માટે તેલ(oil)
- સજાવટ માટે:
- ટોમેટો કેચપ(tomato ketchup)
- સ્વીટ ચીલી સોસ(sweet chili sauce)
નુડલ્સ કટલેટ બનાવાવની રીત:
- કડાઈમાં ૧ ચમચી તેલ ગરમ કરી, તેમાં ડુંગળી, ગાજર અને કેપ્સીકમ નાંખી ૨ મિનીટ માટે મધ્યમ તાપમાન પર પકાઓ. હવે તેમાં આદું-લસણની પેસ્ટ અને નમક નાંખી ૧ મિનીટ માટે પકાઓ.
- ૧ મિનીટ પછી તેને એક બાઉલમાં કાઢી લો. હવે તેમાં બાફેલા બટાટા અને નમક નાંખી મિક્ષ કરી લો. હવે તેમાં સુકા બ્રેડ કૃમ્બ્સ, બાફેલા નુડલ્સ અને કોથમીર નાંખી બધુજ સરખી રીતે મિક્ષ કરી લો.
- હવે શાકભાજીના મિશ્રણ માંથી નાની કટલેટ બનાવી એક બાજુ મૂકી દો. હવે એક પ્લેટ લઇ તેમાં ૨ ચમચી કોર્ન ફ્લોર સરખી રીતે ફેલાવી દો અને કટલેટને સરખી રીતે રગદોળી લો.
- હવે એક બાઉલ લઇ તેમાં ૧ ચમચી કોર્ન ફ્લોર અને પાણી નાંખી મિક્ષ કરી લો. ધ્યાન રાખી કે સ્લરી પાતળી હોઈ. હવે કટલેટને પાણીમાં ડુબોડી, તેને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
- હવે નુડલ્સ કટલેટને પ્લેટમાં કાઢી લો ટોમેટો કેચપ અને સ્વીટ ચીલી સોસ સાથે સર્વ કરો.
Noodles cutlet(નુડલ્સ કટલેટ)
Ingredients
- મુખ્ય સામગ્રીઓ:
- ૧/૨ કપ બાફેલા નુડલ્સ boiled noodles
- ૨ મધ્યમ કદનાં બાફેલા બટાટા boiled potatoes
- ૨ ચમચી સમારેલ કેપ્સીકમ capsicum
- ૨ ચમચી સમારેલ ગાજર carrots
- ૨ ચમચી સમારેલ ડુંગળી onions
- અન્ય સામગ્રીઓ:
- ૧ ચમચી આદું- લસણની પેસ્ટ ginger-chili paste
- ૧ ચમચી કોથમીર coriander leaves
- ૧ ચમચી સુકા બ્રેડ ક્રમબ bread crumbs
- ૩-૪ ચમચી કોર્ન ફ્લોર corn flour
- નમક સ્વાદ અનુસાર salt
- ૧ ચમચી તેલ oil
- તળવા માટે તેલ oil
- સજાવટ માટે:
- ટોમેટો કેચપ tomato ketchup
- સ્વીટ ચીલી સોસ sweet chili sauce
Instructions