Moong Dal Toast Recipe in Gujarati | મગ દાળ ટોસ્ટ

0
519
Moong Dal Toast Recipe. Spicy Moong Dal Toast Recipe. Indian Toast Recipe. Indian Snacks Recipe.
Moong Dal Toast Recipe Photo.

Moong Dal Toast Recipe in Gujarati | મગ દાળ ટોસ્ટ.

નમસ્તે મિત્રો, આજે આમે આપના માટે ખુબજ સ્વાદિષ્ટ અને અત્યંત અલગ એવી રેસીપી લાવ્યા છે જે અલગ તો છે જ ઉપરાંત બાળકોના લંચ બોક્ષ માટે અથવા તો બ્રેકફાસ્ટ માટે એકદમ ઉતમ વિકલ્પ છે. આ અનોખી એવી રેસીપી નું નામ છે મગ દાળ ટોસ્ટ (Moong Dal Toast Recipe). આ વાનગીનું નામજ તેનો પરિચય આપવા માટે કાફી છે. હા મિત્રો….. આ વાનગી મગની દાળ અને ટોસ્ટના મિશ્રણ દ્વારા બનાવવા માં આવેલ છે. ઉપરાંત, અન્ય ચટપટી સામગ્રીઓનો ઉપયોગ કરાયો છે જેમ કે ચટણીઓ, ડુંગળી, ટામેટા અને સેવ.

Moong Dal Toast Recipe. Spicy Moong Dal Toast Recipe. Indian Toast Recipe. Indian Snacks Recipe.
Moong Dal Toast Recipe Photo.

આ રેસિપીને આપ મેહમાનો માટે સ્ટાર્ટર તરીકે પણ બનાવી શકો છો અને બાળકોને સાંજના સમયે નાસ્તા તરીકે પણ સર્વ કરી શકો છો. આ રેસિપીને બનાવવા માટેની ઘણી બધી અલગ-અલગ પ્રકારની રીતો છે અને અવનવી સામગ્રીઓના મિશ્રણ દ્વારા પણ આ રેસીપી બનાવી શકાય છે. પરંતુ અમે આપના માટે જે રેસીપી લાવ્યા છીએ તે રેસીપી તેમાંની ઘણી સરળ  અને સ્વાદિષ્ટ રેસીપી છે. જે આપ ગમે ત્યારે ઘર પર અજમાવી શકો છો.

મગ દાળ ટોસ્ટ બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રી:
  • ૧/૨ કપ મગની અડધી  દાળ (split green gram lentils)
  • ૭-૮ ટોસ્ટ(toast)
  • ૨-૩ ચમચી સમારેલી ડુંગળી(onions)
  • ૨-૩ ચમચી લીલી ચટની(green chutney)
  • ૨-૩ ચમચી ગોળ અને આંબલીની ચટની(jiggery and tamarind chutney)
  • ૨-૩ ચમચી લાલ મરચું પાવડર(red chili powder)
અન્ય સામગ્રીઓ:
  • ૧-૨ લીલા મરચા(green chilies)
  • ૧/૨ ચમચી હળદર પાવડર(turmeric powder)
  • નમક સ્વાદ અનુસાર(salt)
સજાવટ માટે:
  • ૨-૩ ચમચી બેસન ની સેવ(besan sev)
  • ૨-૩ ચમચી કોથમીર(coriander leaves)

મગ દાળ ટોસ્ટ બનાવવા માટેની રીત:

  • સૌ પ્રથમ મગની દાળને પાણીના પ્રવાહે ધોઈ પ્રેસર કુકરમાં પાણી અને નમક નાંખી બાફવા મૂકી દો. મગની દાળ લીક્વીડી બને તે રીતે પાણીનું પ્રમાણ વધુ રાખવું.
  • આ દાળને માધ્યમ તાપમાન પર થોડી મીનીટો માટે બાફી લઇ એક બાઉલમાં કાઢી લો. હવે બધીજ ટોસ્ટને એક પ્લેટમાં મૂકી તેના પર મગની દાળ મુકો.
  • હવે તેના પર લીલી ચટની, ગોળ અને આંબલીની ચટની અને લાલ મરચું પાવડર ઉમેરી સરખી રીતે ફેલાવી દો.
  • હવે તેના પર થોડી ડડુંગળી મૂકી ચાટ મસાલો છાંટી દો. અંતે ટોસ્ટને સેવ અને કોથમીર થી સજાવી સર્વ કરો.

Moong dal toast recipe in gujarati(મગ દાળ ટોસ્ટ)

How to make easy moong dal toast/dal toast recipe at home.
Course: Snack
Cuisine: Indian
Author: Rakesh prajapati

Ingredients

  • મુખ્ય સામગ્રી:
  • ૧/૨ કપ મગની અડધી દાળ split green gram lentils
  • ૭-૮ ટોસ્ટ toast
  • ૨-૩ ચમચી સમારેલી ડુંગળી onions
  • ૨-૩ ચમચી લીલી ચટની green chutney
  • ૨-૩ ચમચી ગોળ અને આંબલીની ચટની jiggery and tamarind chutney
  • ૨-૩ ચમચી લાલ મરચું પાવડર red chili powder
  • અન્ય સામગ્રીઓ:
  • ૧-૨ લીલા મરચા green chilies
  • ૧/૨ ચમચી હળદર પાવડર turmeric powder
  • નમક સ્વાદ અનુસાર salt
  • સજાવટ માટે:
  • ૨-૩ ચમચી બેસન ની સેવ besan sev
  • ૨-૩ ચમચી કોથમીર coriander leaves

Instructions