Mix Veg Cheese Balls Recipe(મિક્ષ વેજ ચીસ બોલ્સ)

0
70
Mix Veg Cheese Balls Recipe. Mix Vegetable Cheese Balls Recipe. Veggie Cheese Balls Recipe.
Mix Veg Cheese Balls Recipe in Gujarati Photo.

Mix Veg Cheese Balls Recipe (વેજ ચીસ બોલ્સ રેસીપી).

વેજ ચીસ બોલ્સનું (Mix Veg Cheese Balls Recipe) નામજ ફક્ત તેને પરિચય માટે પુરતું છે. હા….. વેજ ચીસ બોલ્સએ ઘણા બધા શાકભાજી અને ચીસ ના મિશ્રણ દ્વારા તૈયાર કરવામાં આવતી એક સુંદર મજ્જાની વાનગી છે. જે બાળકોની સૌથી પ્રિય છે. આ વેજ ચીસ બોલ્સમાં ઘણા બધા શાકભાજીઓ નો ઉપયોગ કરવામાં આવતો હોવાથી આ વાનગી આરોગ્યની દ્રષ્ટીએ પણ તેટલીજ પૌષ્ટિક છે.

Mix Veg Cheese Balls Recipe. Mix Vegetable Cheese Balls Recipe. Veggie Cheese Balls Recipe.
Mix Veg Cheese Balls Recipe in Gujarati Photo.

આ વાનગીમાં મુખ્યત્વે ગાજર, વટાણા, બટાટા અને ચીસ નો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી તેને નાસ્તા તરીકે કે અલ્પાહાર તરીકે કે ભોજન ની સાથે પણ લઇ શકાય છે. વેજ ચીસ બોલ્સએ બાળકોના લંચ-બોક્ષમાં આપવા માટે  સારો એવો વિકલ્પ છે. તો ચાલો મિત્રો જલ્દીથી બનાવીએ વેજ ચીસ બોલ્સ.

વેજ ચીસ બોલ્સ બનાવવા માટેની સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:
  • ૧/૨ કપ છીણેલું ગાજર
  • ૧/૨ કપ કઠોળ
  • ૧/૨ કપ લીલા વટાણા
  • ૩ નાના, બાફેલા અને છુન્દેલા બટાટા
  • ૧/૨ કપ પનીર
  • ૬ ચમચી ચીસ
અન્ય સામગ્રીઓ:
  • ૩ ચમચી કોર્ન ફ્લોર
  • ૧/૪ કપ મેંદો
  • ૨ સમારેલ લીલું મરચું
  • ૪ ચમચી સમારેલ કોથીમીર
  • ૧/૪ કપ દૂધ
  • ૧ ચમચી જીરું
  • ૧ ચમચી ગરમ મસાલો
  • ચપટી બેકિંગ સોડા
  • જરૂર અનુસાર બ્રેડનો ભુક્કો
  • નમક સ્વાદ અનુસાર
  • તળવા માટે તેલ
સજાવટ માટે:
  • ટોમેટો સોસ અથવા ચીલી સોસ

વેજ ચીસ બોલ્સ બનાવવાની રીત:

  • બધીજ શાકભાજીઓને સોફ્ટ બની ત્યાં સુધી નમક નાંખી બાફી લો. ત્યારબાદ બાફેલા બટાટાની છાલ ઉતારી બધીજ શાકભાજીઓ મિક્ષ કરી છુંદો કરી લો.
  • હવે તેમાં પનીર, સમારેલા લીલા મરચા અને કોથમીર ઉમેરી મિક્ષ કરો. હવે તેમાં જરૂર અનુસાર નમક, જીરા પાવડર, ગરમ મસાલો, મેંદો, બેકિંગ સોડા ઉમેરી ફરીથી મિક્ષ કરી લો અને સરસ લોટ તૈયાર કરી લો.
  • હવે ચીસ ના નાના ટુકડા કરી લો અને લોટમાંથી નાના બોલ્સ બનાવી લો. ત્યારબાદ ચીસને બોલ ની એકદમ વચ્ચે મૂકી દો. દરેક બોલને દુધમાં ડુબોડી બધી બાજુ બ્રેડનું ભુક્કો લગાવી દો.
  • ત્યારબાદ ફરીથી બોલને દુધમાં ડુબોડી બ્રેડના ભૂક્કામાં ફેરવી દો. હવે બોલ્સને ૧૦-૧૫ મિનીટ માટે ફ્રીઝરમાં મૂકી દો.
  • હવે બધાજ બોલ્સને ગોલ્ડન બ્રાઉન થઇ ત્યાં સુધી તળી લો અને બહાર કાઢી ચીલી સોસ અથવા ટોમેટો સોસ સાથે સર્વ કરો.

Mix veg cheese balls recipe(મિક્ષ વેજ ચીસ બોલ્સ)

Mix veg cheese balls is an exclusive recipe made from mix veggies and cheese, which defines it as a healthy snack.
Prep Time15 mins
Cook Time10 mins
Total Time25 mins
Course: Snack
Cuisine: Indian
Servings: 25 mins
Author: Geetanjali kolvekar saini

Ingredients

  • મુખ્ય સામગ્રીઓ:
  • ૧/૨ કપ છીણેલું ગાજર
  • ૧/૨ કપ કઠોળ
  • ૧/૨ કપ લીલા વટાણા
  • નાના બાફેલા અને છુન્દેલા બટાટા
  • ૧/૨ કપ પનીર
  • ચમચી ચીસ
  • અન્ય સામગ્રીઓ:
  • ચમચી કોર્ન ફ્લોર
  • ૧/૪ કપ મેંદો
  • સમારેલ લીલું મરચું
  • ચમચી સમારેલ કોથીમીર
  • ૧/૪ કપ દૂધ
  • ચમચી જીરું
  • ચમચી ગરમ મસાલો
  • ચપટી બેકિંગ સોડા
  • જરૂર અનુસાર બ્રેડનો ભુક્કો
  • નમક સ્વાદ અનુસાર
  • તળવા માટે તેલ
  • સજાવટ માટે
  • ટોમેટો સોસ અથવા ચીલી સોસ

Instructions