Mix Kathol Na Paratha | મિક્ષ કઠોળના પરોઠા | Indian Paratha Recipe.
હેલ્લો ફ્રેન્ડ્સ, સામાન્ય રીતે દરેક લોકો રોજ બરોજના નાસ્તા કે આહારમાં હમેશા કઈક હેલ્થી અને ન્યુટ્રીશિય્સ ખાવાનું પસંદ કરતા હોઈ છે. પરંતુ આવી વાનગીઓ હમેશા સ્વાદમાં અન્ય વાનગીઓ કરતા ઓછી સ્વાદિષ્ટ હોઈ છે, જેથી મોટા ભાગના લોકો તે ખાવાનું ટાળતા હોઈ છે. પરંતુ આજે અમે આપના માટે એક ખુબજ સરસ અને લાજવાબ એવી સ્વાદિષ્ટ અને હેલ્થી વાનગીની રેસીપી લાવ્યા છીએ, જેનું નામ છે મિક્ષ કઠોળના પરોઠા (Mix Kathol Na Paratha). આપણે સૌ લોકો રોજ બરોજ સાદા પરોઠા ખાતાજ હોઈએ છીએ, પરંતુ મિક્ષ કઠોળના પરોઠા એ એક ખુબજ હેલ્થી અને ન્યુટ્રીશિય્સ એવા પરોઠા છે.

આ પરોઠા આપ ખાસ આપના બાળકો માટે પણ બનાવી શકો છે, કારણકે બાળકો હમેશા કઈ પણ હેલ્થી ચીઝ્વસ્તુઓ ખાવાથી દુર જ ભાગતા હો છે. ઉપરાંત આપ આપના પરિવારજનો અને મહેમાનોને પણ આવું કઈક નવીન સર્વ કરીને તેમને ખુશ કરી શકો છો. મિક્ષ કઠોળના પરોઠા બનાવવાની રીત ખુબજ સરળ અને સિમ્પલ છે. આ પરોઠા બનાવવા માટે આપણે મુખ્યત્વે કઠોળ અને અન્ય કેટલાક મસાલાઓની જરૂર પડશે. જેની મદદથી આપ એકદમ સ્વાદિષ્ટ અને હેલ્થી એવા પરોઠા જાતેજ ઘર પર તૈયાર કરી શકશો. તો ચાલો મિત્રો જોઈએ મિક્ષ કઠોળના પરોઠા બનાવવાની રીત.
મિક્ષ કઠોળના પરોઠા બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રીઓ:
- ૧ કપ મેંદા અને ઘઉંનો બાંધેલો લોટ(kneaded dough of all purpose flour and wheat flour).
- ૩ ચમચી બાફેલ અડદ(black gram).
- ૩ ચમચી બાફેલ વટાણા(peas).
- ૩ ચમચી બાફેલ મઠ(moth beans).
- ૩ ચમચી ફણગાવેલ અને બાફેલ મગ(mung beans).
- ૨ ચમચી સ્મેશ કરેલા બટાટા(potatoes).
અન્ય સામગ્રીઓ:
- ૧ ચમચી તેલ(oil).
- ૩ ચમચી ઝીણી સમારેલ ડુંગળી(chopped onions).
- ૩ ચમચી ઝીણા સમારેલ ટામેટા(chopped tomatoes).
- ૧ ચમચી આદું-લસણ-મરચાની પેસ્ટ(ginger-garlic-chili paste).
- ૧/૪ ચમચી હળદર પાવડર(turmeric powder).
- નમક સ્વાદ અનુસાર(salt).
- ૧/૨ ચમચી ગરમ મસાલો(garam masala).
- ૧ ચમચી ચાટ મસાલો(chaat masala).
- ૧ ચમચી ઝીણી સમારેલ કોથમીર(coriander leaves).
- પરોઠા શેકવા માટે ઘી અથવા તેલ(oil or ghee).
સજાવટ માટે:
- થોડી મીઠી ચટની(sweet chutney).
- થોડું દહીં(curd).
મિક્ષ કઠોળના પરોઠા બનાવવાની રીત:
- સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી નાંખી તે પારદર્શક બની જાય ત્યાં સુધી પકાઓ. હવે તેમાં આદું-લસણ-મરચાની પેસ્ટ નાંખી થોડી વાર સાંતડો. હવે તેમાં ટામેટા નાંખી તે સોફ્ટ બની જાય ત્યાં સુધી પકાઓ.
- હવે તેમાં બાફેલ અડદ, ફણગાવેલ મગ, મઠ અને વટાણા નાખો. ત્યારબાદ તેમાં સ્મેશ કરેલા બટાટા નાખો અને મિક્ષ કરી લો.
- ત્યારબાદ તેમાં નમક, હળદર પાવડર, ગરમ મસાલો ઉમેરી મિક્ષ કરી લો. ત્યારબાદ તેમાં ચાટ મસાલો, કોથમીર ઉમેરી ફરીથી આ સ્ટફીંગને મિક્ષ કરી લો.
- હવે ગેસ બંધ કરી એ સ્ટફીંગને બાઉલમાં કાઢી લો અને એકબાજુ મૂકી દો. હવે બાંધેલા લોટમાંથી નાન બોલ્સ બનાવી તેમાંથી મોટી રોટલી વણી લો.
- હવે તેની વચ્ચે સ્ટફીંગ મૂકી તેની બધીજ કિનારી ભેગી કરી લો અને ફરીથી એક મોટું પરોઠું વણી લો. આ રીતે બધાજ પરોઠા બનાવી લો.
- હવે ગેસ પર તવાને ગરમ કરી પરોઠાને બન્ને બાજુ શેકી લો. ત્યારબાદ તેના પર તેલ અથવા ઘી લગાવ સરખી રીતે શેકી લો.
બધાજ પરોઠા શેકી લીધા બાદ પરોઠાને ત્રિકોણ શેપમાં કાપી લો અને મીઠી ચટની અને દહીં સાથે સર્વ કરો.
Mix Kathol Na Paratha | મિક્ષ કઠોળના પરોઠા | Indian Paratha Recipe
Ingredients
- ૧ કપ મેંદા અને ઘઉંનો બાંધેલો લોટ kneaded dough of all purpose flour and wheat flour
- ૩ ચમચી બાફેલ અડદ black gram
- ૩ ચમચી બાફેલ વટાણા peas
- ૩ ચમચી બાફેલ મઠ moth beans
- ૩ ચમચી ફણગાવેલ અને બાફેલ મગ mung beans
- ૨ ચમચી સ્મેશ કરેલા બટાટા potatoes
- ૧ ચમચી તેલ oil
- ૩ ચમચી ઝીણી સમારેલ ડુંગળી chopped onions
- ૩ ચમચી ઝીણા સમારેલ ટામેટા chopped tomatoes
- ૧ ચમચી આદું-લસણ-મરચાની પેસ્ટ ginger-garlic-chili paste
- ૧/૪ ચમચી હળદર પાવડર turmeric powder
- નમક સ્વાદ અનુસાર salt
- ૧/૨ ચમચી ગરમ મસાલો garam masala
- ૧ ચમચી ચાટ મસાલો chaat masala
- ૧ ચમચી ઝીણી સમારેલ કોથમીર coriander leaves
- પરોઠા શેકવા માટે ઘી અથવા તેલ oil or ghee
- થોડી મીઠી ચટની sweet chutney
- થોડું દહીં curd
Instructions
- સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી નાંખી તે પારદર્શક બની જાય ત્યાં સુધી પકાઓ. હવે તેમાં આદું-લસણ-મરચાની પેસ્ટ નાંખી થોડી વાર સાંતડો. હવે તેમાં ટામેટા નાંખી તે સોફ્ટ બની જાય ત્યાં સુધી પકાઓ.
- હવે તેમાં બાફેલ અડદ, ફણગાવેલ મગ, મઠ અને વટાણા નાખો. ત્યારબાદ તેમાં સ્મેશ કરેલા બટાટા નાખો અને મિક્ષ કરી લો.
- ત્યારબાદ તેમાં નમક, હળદર પાવડર, ગરમ મસાલો ઉમેરી મિક્ષ કરી લો. ત્યારબાદ તેમાં ચાટ મસાલો, કોથમીર ઉમેરી ફરીથી આ સ્ટફીંગને મિક્ષ કરી લો.
- હવે ગેસ બંધ કરી એ સ્ટફીંગને બાઉલમાં કાઢી લો અને એકબાજુ મૂકી દો. હવે બાંધેલા લોટમાંથી નાન બોલ્સ બનાવી તેમાંથી મોટી રોટલી વણી લો.
- હવે તેની વચ્ચે સ્ટફીંગ મૂકી તેની બધીજ કિનારી ભેગી કરી લો અને ફરીથી એક મોટું પરોઠું વણી લો. આ રીતે બધાજ પરોઠા બનાવી લો.
- હવે ગેસ પર તવાને ગરમ કરી પરોઠાને બન્ને બાજુ શેકી લો. ત્યારબાદ તેના પર તેલ અથવા ઘી લગાવ સરખી રીતે શેકી લો.
- બધાજ પરોઠા શેકી લીધા બાદ પરોઠાને ત્રિકોણ શેપમાં કાપી લો અને મીઠી ચટની અને દહીં સાથે સર્વ કરો.