Mitha Pudla Recipe in Gujarati | Pancake Recipe | મીઠા પુડલા

Sweet Pancake Recipe | Mitha Pudla Recipe in Gujarati | Mitha Pudla Recipe | Sweet Pancake Recipe in Gujarati, Indian Sweet Pancake Recipe, Pancakes Recipe for Breakfast

સામાન્ય રીતે બાળકોને મીઠા પુડલા બહુજ પસંદ પડતી હોઈ છે, જેથી આપ આ મીઠા પુડલા આપના બાળકોને પણ સર્વ કરી શકો છો. આ મીઠા પુડલા બનાવવા માટેની તમામ આવશ્યક સામગ્રીઓ ખુબજ ઘરેલું અને સાદી છે. ઉપરાંત હેલ્થી પણ છે. તો ચાલો મિત્રો જોઈએ સ્વીટ મીઠા પુડલા બનાવવાની રીત.

Mitha Pudla Recipe in Gujarati | Pancake Recipe | મીઠા પુડલા.

નમસ્તે મિત્રો, મીઠા પુડલા (Mitha Pudla) અથવા સ્વીટ પેનકેક રેસીપી એ ખુબજ સરળ અન સાદી સ્વીટ રેસીપી છે જેના નાથી માંડીને મોટા સુધીના તમામ લોકોને પસંદ પડે તેવી છે. આ એક સ્વીટ ડીશ હોવાથી આપ આ પેન્કેકને સાઈડ ડીશ તરીકે પણ સર્વ કરી શકો છો અને બ્રેકફાસ્ટમાં પણ સર્વ કરી શકાય છે. ખાવામાં એકદમ સોફ્ટ અને સ્વીટ એવી આ ડીશ બનાવવાની રીત ખુબજ સરળ અને સાદી છે જેથી આપ કોઈ પણ સમયે ઘર પર આ પેનકેક બનાવી શકો છો. આ પેનકેક થોડીજ વારમાં બની જતી હોવાથી તેને મેહમાનોને પણ સર્વ કરી શકાય છે.

મીઠા પુડલા બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૨૫૦ ગ્રામ ઘઉંનો લોટ(wheat flour).
  • ૭૫-૧૦૦ ગ્રામ ગોળ(jaggery).

અન્ય સામગ્રીઓ:

  • ૨ ચમચી વરીયાળી (fennel seeds).
  • જરૂર અનુસાર તેલ(oil).
  • જરૂર અનુસાર પાણી(water).

મીઠા પુડલા બનાવવાની રીત:

  • સૌ પ્રથમ ઘઉના લોટને એક મોટા બાઉલમાં લઇ, ગોળને નાના ટુકડામાં કાપી તેને બાઉલમાં ઉમેરી દો. હવે તેમાં જરૂર અનુસાર પાણી ઉમેરી ઘઉંના લોટ અને ગોળને સરખી રીતે મિક્ષ કરી લો.
  • હવે તેમાં વરીયાળી ઉમેરી તેમાંથી બેટર તૈયાર કરી લો. ધ્યાન રાખો કે બેટર એ રીતે હોવું જોઈએ કે જેથી તેને સરખી રીતે ફેલાવી શકાય. હવે તેને ઢાંકી દઈ ૩૦ મિનટ સુધી એકબાજુ મૂકી દો.
  • ૩૦ મિનીટ બાદ તેને સરખી રીતે મિક્ષ કરી લો. હવે ગેસ પર તવાને ગરમ કરો. આપ તવાની જગ્યાએ નોન-સ્ટીક કડાઈ પણ વાપરી શકો છો. તેને તેલ વડે ગ્રીસ કરી લો.
  • હવે તેના પર તૈયાર કરેલ બેટર રેડી ગોળ શેપમાં ફેલાવી દો. હવે આ પેન્કેકને થોડી વાર પકાવી બધીજ બાજુ થોડી તેલ લગાવી તેને ફેરવી લો. આ સઈદને પણ થોડી વાર પકાઓ. હવે આ પેન્કેકને સર્વિંગ પ્લેટમાં લઇ સર્વ કરો.

Mitha Pudla Recipe Video

2 thoughts on “Mitha Pudla Recipe in Gujarati | Pancake Recipe | મીઠા પુડલા”

Leave a Comment