Mini Onion Samosa Recipe in Gujarati | મીની ઓનિયન સમોસા | Dungri Na Samosa

0
361
Mini Onion Samosa Recipe, Onion Samosa Recipe, Samosa Recipe, Pyaj ke Samose Recipe, Homemade Onion Samosa Recipe, Indian Street Food Recipe, Indian Fast Food Recipe.
Mini Onion Samosa Recipe Photo.

Mini Onion Samosa Recipe in Gujarati | મીની ઓનિયન સમોસા | Dungri Na Samosa.

નમસ્તે મિત્રો, મીની સમોસાના (Mini Onion Samosa Recipe) નામ પરથી જ આપને જાણ થઇ ગય હશે, કે આ સમોસા નાના હોવાની સાથોસાથ ડુંગળીમાંથી બનાવવામાં આવ્યા છે. આ સમોસા સ્વાદમાં ખુબજ સરસ અને અત્યંત સ્વાદિષ્ટ હોઈ છે, જેથી આપ આપના માટે અને આપના પરિવારજનો માટે આ મીની ઓનિયન સમોસા ઘર પર બનાવી શકો છો. આ સમોસામાં સ્ટફીંગમાં મુખ્યત્વે ડુંગળીનો જ ઉપયોગ કરાયો છે, જે લગભગ તમામની ફેવરીટ હોઈ છે. મીની ઓનિયન સમોસા અન્ય સમોસાના પ્રમાણમાં થોડા વધુ હેલ્થી કહી શકાય. એક ક્વિક સ્નેક તરીકે પણ આપ ખુબજ ઓછા સમયમાં આ સમોસા બનાવી શકો છો અને આપના બાળકોને સર્વ કરી શકો છો. ઉપરાંત આપ મેહમાનોને પણ આ સમોસા સ્ટાર્ટર ડીશ તરીકે સર્વ કરી શકો છો.

Mini Onion Samosa Recipe, Onion Samosa Recipe, Samosa Recipe, Pyaj ke Samose Recipe, Homemade Onion Samosa Recipe, Indian Street Food Recipe, Indian Fast Food Recipe.
Mini Onion Samosa Recipe Photo.

ખુબજ ઝડપથી બની જતા આ સમોસાને સર્વ કરવામાં માટે આપને કોઈ અલગથી ચટની બનાવવાની જરૂર પણ નહી પડે. રેડીમેડ ટોમેટો કેચપ સાથે આ મીની ઓનિયન સમોસા એકદમ સ્વાદિષ્ટ લાગશે. સમોસનોની અઢળક વેરાયટીઓમાંની આ એક વેરાયટી છે, જે આપને ચોક્કસપણે પસંદ પડશે. તો ચાલો મિત્રો જોઈએ મીની ઓનિયન સમોસા બનાવવાની રીત.

મીની ઓનિયન સમોસા બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૮-૧૦ સમોસાના સ્ટ્રીપ્સ(samosa strips).
  • ૧૫૦ ફરમ સમારેલ ડુંગળી(onion).
  • ૫૦ ગ્રામ પૌઆ(flatten rice).

અન્ય સામગ્રી:

  • ૧ ચમચી લાલ મરચું પાવડર(red chili powder).
  • ૧ ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ(ginger-garlic-chili paste).
  • ૧/૨ ચમચી હળદર પાવડર(turmeric powder).
  • ૧ ચમચી લીંબુનો રસ(lemon juice).
  • ૧/૨ ચમચી ગરમ મસાલો(garam masala).
  • ૧ ચમચી કોથમીર(coriander leaves).
  • ૪-૫ ચમચી મેંદાના લોટની સ્લરી(all purpose flour slurry).
  • નમક સ્વાદ અનુસાર(salt).
  • તળવા માટે તેલ(oil).

મીની ઓનિયન સમોસા બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

  • સૌ પ્રથમ એક મિક્ષિન્ગ બાઉલ લઇ તેમાં પૌઆ, નમક, હળદર પાવડર, ગરમ મસાલો, લીંબુનો રસ, લાલ મરચું પાવડર, આદું-લસણ-મરચાંની પેસ્ટ નાંખી મિક્ષ કરી લો.
  • હવે તેમાં કોથમીર નાંખી ફરીથી મિક્ષ કરી લો. હવે સમોસાની એક સ્ટ્રીપ લઇ તેને સમોસાનો શેપ આપો. હવે તેમાં ૧ ચમચી સ્ટફીંગ ભરી કિનારી પર મેંદાના લોટની સ્લરી લગાવી સરખી રીતે ચોંટાડી લો.
  • હવે એક કડાઈમાં તેલ ગરમ કરી લો. તેલ ગરમ થઇ જાય ત્યારબાદ તેમાં ૩-૪ સમોસા નાંખી તે ગોલ્ડન બ્રાઉન થઇ જાય ત્યાં સુધી તળી લો. આ સમોસાને સર્વિંગ પ્લેટમાં લઇ લો અને ચટની સાથે સર્વ કરો.

Mini Onion Samosa Recipe in Gujarati | મીની ઓનિયન સમોસા | Dungri Na Samosa

Mini onion samosa recipe in gujarati language.
Course: Street food
Cuisine: Indian
Author: Rakesh prajapati

Ingredients

  • ૮-૧૦ સમોસાના સ્ટ્રીપ્સ samosa strips
  • ૧૫૦ ફરમ સમારેલ ડુંગળી onion
  • ૫૦ ગ્રામ પૌઆ flatten rice
  • ચમચી લાલ મરચું પાવડર red chili powder
  • ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ ginger-garlic-chili paste
  • ૧/૨ ચમચી હળદર પાવડર turmeric powder
  • ચમચી લીંબુનો રસ lemon juice
  • ૧/૨ ચમચી ગરમ મસાલો garam masala
  • ચમચી કોથમીર coriander leaves
  • ૪-૫ ચમચી મેંદાના લોટની સ્લરી all purpose flour slurry
  • નમક સ્વાદ અનુસાર salt
  • તળવા માટે તેલ oil

Instructions