Mango Kulfi Recipe in Gujarati | મેંગો કુલ્ફી | Dessert Recipe

0
150
Jhatpat Mango Kulfi Recipe in Hindi, Instant Mango Kulfi Recipe, Mango Kulfi Recipe, Indian Kulfi Recipe, Quick Mango Kulfi Recipe, No Fire Recipe, Indian Dessert Recipe.
Jhatpat Mango Kulfi Recipe in Hindi Photo.

Mango Kulfi Recipe in Gujarati | મેંગો કુલ્ફી | Dessert Recipe.

હેલ્લો ફ્રેન્ડ્સ, કુલ્ફી (Mango Kulfi) એ લગભગ તમામ લોકોની પંસદીદા આઈસ્ક્રીમ હોઈ છે અને બધાજ લોકોને પસંદ પણ હોઈ છે. ક્રીમી અને ઠંડી એવી એ આઈસ્ક્રીમ ઉનાળા દરમ્યાન ખાવાની મજ્જા જ કઈક અલગ હોઈ છે અને ઉનાળા દરમ્યાન બજારમાં જો કોઈ સૌથી વધુ મળતું ફ્રુટ હોઈ તો તે છે કેરી. તો આજે આપણે તેવુજ એક ઉનાળામાં આસાનીથી મળી જતું ફ્રુટની કુલ્ફી બનાવતા શીખીશું, જેનું નામ છે મેંગો કુલ્ફી. મોટાભાગના લોકો માનતા હોઈ છે કે આઈસ્ક્રીમ ઘર પર બનાવવી ખુબજ મુશ્કેલ છે પરંતુ નીચે દર્શાવેલ રીતને અનુસરીને આપ બહાર જેવી જ આઈસ્ક્રીમ ઘર પર બનાવી શકો છો.

Instant Mango Kulfi Recipe, Mango Kulfi Recipe, Instant Kulfi Recipe, Indian Kulfi Recipe, Instant Mango Kulfi With Condensed Milk, Indian Dessert Recipe, No Fire Recipe, 5 Ingredients Recipe.
Instant Mango Kulfi Recipe Photo.

આ કુલ્ફી બનાવવા માટે આપને ફક્ત ૫ સામગ્રીઓની જ જરૂર પડશે, જે ખુબજ આસાનીથી બજારમાંથી મળી જશે અને આપ ખુબજ ઝડપથી એક સ્વાદિષ્ટ કુલ્ફી બનાવીને આપના બાળકો અને પરિવારજનોને સર્વ કરી શકો છો. ઉનાળાની ગરમી દરમયાન ઠંડકનું અનુભવ કરાવે તેવી આ કુલ્ફી તમામ લોકોને ચોક્કસપણે પસંદ પડશે. તો ચાલો મિત્રો જોઈએ મેંગો કુલ્ફી બનાવવાની રીત.

મેંગો કુલ્ફી બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૧ કપ મેંગો પ્યુરી(mango puree).
  • ૨૦૦ ગ્રામ કનડેન્સ્ડ મિલ્ક(condensed milk).

અન્ય સામગ્રીઓ:

  • ૩૦૦ ગ્રામ ક્રીમ(cream).
  • ૧ ચમચી પીસ્તા(pistachio).
  • ૧૦૦ ગ્રામ મિલ્ક પાવડર(milk powder).

મેંગો કુલ્ફી બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

  • સૌ પ્રથમ એક મોટું બાઉલ લઇ તેમાં ક્રીમ, મિલ્કમેડ, મેગો પ્યુરી ઉમેરી બધુજ મિક્ષ કરી લો.
  • હવે તેમાં મિલ્ક પાવડર ઉમેરી મિક્ષ કરો.
  • હવે કુલ્ફીના મોલ્ડ લઇ તેમાં આ મિક્ષ્ચર નાંખી સ્ટીક લગાવી દો અને મોલ્ડને બંધ કરી દો.
  • હવે આ મોલ્ડને ફ્રીઝરમાં ૮ કલાક સુધી મૂકી રાખો. ૮ કલાક બાદ ફ્રીઝરને ખોલી કુલ્ફી બહાર કાઢી લો અને સર્વ કરો.

Mango kulfi recipe in Gujarati | Dessert Recipe

Mango kulfi recipe in gujarati.
Course: Dessert
Cuisine: Indian
Author: Neelima mittal

Ingredients

  • કપ મેંગો પ્યુરી mango puree
  • ૨૦૦ ગ્રામ કનડેન્સ્ડ મિલ્ક condensed milk
  • ૩૦૦ ગ્રામ ક્રીમ cream
  • ચમચી પીસ્તા pistachio
  • ૧૦૦ ગ્રામ મિલ્ક પાવડર milk powder

Instructions

  • સૌ પ્રથમ એક મોટું બાઉલ લઇ તેમાં ક્રીમ, મિલ્કમેડ, મેગો પ્યુરી ઉમેરી બધુજ મિક્ષ કરી લો.
  • હવે તેમાં મિલ્ક પાવડર ઉમેરી મિક્ષ કરો.
  • હવે કુલ્ફીના મોલ્ડ લઇ તેમાં આ મિક્ષ્ચર નાંખી સ્ટીક લગાવી દો અને મોલ્ડને બંધ કરી દો.
  • હવે આ મોલ્ડને ફ્રીઝરમાં ૮ કલાક સુધી મૂકી રાખો. ૮ કલાક બાદ ફ્રીઝરને ખોલી કુલ્ફી બહાર કાઢી લો અને સર્વ કરો.