How to Make Manchow Soup Recipe in Gujarati | મન્ચાઉ સૂપ.
મન્ચાઉ સૂપ (Manchow Soup Recipe) એ ઘણા બધા સુપના પ્રકાર માંથી ખુબજ પ્રસિદ્ધ અને સ્વાદિષ્ટ એવું સૂપ છે જે બનાવવામાં ખુબજ સરળ છે અને અત્યંત ઝડપથી બની જાય તેવું છે. આપ સૌએ મન્ચાઉ સૂપ ઘણી બધી વખત હોટલોમાં પીધું હશે પરંતુ ઘણા બધા લોકોને ઘેર બનાવવામાં પડતી મુશ્કેલીઓને લીધે ઘેર બનાવવાનું ટાળતા હોઈ છે.

પરંતુ આજે અમે આપના માટે ખુબજ સરળ અને અત્યંત ઝડપથી બની જતી રેસીપી લાવ્યા છીએ. જેથી આપ કોઈ પણ અડચણ વિના ઘર પર આસાનીથી બનાવી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ મન્ચાઉ સૂપ બનાવવાની રીત:
મન્ચાઉ સૂપ બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રી:
- ૨ ચમચી સમારેલ કોબીજ(cabbage)
- ૧ ચમચી સમારેલ કેપ્સીકમ(capsicum)
- ૨ ચમચી સમારેલ ડુંગળી(onion)
- ૨ ચમચી સમારેલ લીલી ડુંગળી(spring onion)
- ૨ ચમચી સમારેલ ગાજર(carrot)
અન્ય સામગ્રીઓ:
- ૨ ચમચી સમારેલ આદું અને લસણ(ginger and garlic)
- ૨ કપ વેજીટેબલ સ્ટોક(vegetable stock)
- ૨ ચમચી સોયા સોસ(soy sauce)
- ૧ ચમચી રેડ ચીલી સોસ(red chili sauce)
- ૧ ચમચી વિનેગર(vinegar)
- ચપટી આજીનો મોટો(aajino moto)
- પાણી માં મિક્ષ કરેલ ૧ ચમચી કોર્ન ફ્લોર(corn flour)
- નમક સ્વાદ અનુસાર(salt)
- ૧ ચમચી તેલ(oil)
- જરૂર અનુસાર તળેલા નુડલ્સ(fried noodles)
સજાવટ માટે:
- થોડી લીલી ડુંગળી(spring onions)
- થોડા તળેલા નુડલ્સ(fried noodles)
મન્ચાઉ સૂપ બનાવવાની રીત:
- સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરી આદું-લસણ નાંખી થોડી વાર સાંતડો. ધ્યાન રાખો કે તે બળે નહી. હવે તેમાં સમારેલ કોબીજ, ગાજર, કેપ્સીક્મ, ડુંગળી, નમક અને આજીનો મોટો નાંખી ૨ મિનીટ માટે બધીજ શાકભાજીઓને પાકવા દો.
- હવ તેમાં વેજીટેબલ સ્ટોક અને પાણી નાંખો. હવે તેમાં સોયા સોસ, રેડ ચીલી સોસ અને વિનેગર નાંખી મિક્ષ કરી લો. હવે તે ઉકળવા લાગે ત્યાં સુધી પકાવો.
- જયારે ઉકળવા માંડે ત્યારે તેમાં પાણી અને કોર્ન ફ્લોર ઉમેરી ફરીથી ૨ મિનીટ માટે પકાવો. ૨ મિનીટ બાદ તેમાં લીલી ડુંગળી નાંખી ૧ મિનીટ માટે પકાવી, ગેસ બંધ કરી દો.
- હવે એક સૂપ બાઉલ લઇ, તેમાં પ્રથમ તળેલા નુડલ્સ નાંખી લીલી ડુંગળી વડે ગાર્નીશ કરો.
How to make Manchow soup(મન્ચાઉ સૂપ)
How to make Manchow soup.
Ingredients
- મુખ્ય સામગ્રી:
- ૨ ચમચી સમારેલ કોબીજ cabbage
- ૧ ચમચી સમારેલ કેપ્સીકમ capsicum
- ૨ ચમચી સમારેલ ડુંગળી onion
- ૨ ચમચી સમારેલ લીલી ડુંગળી spring onion
- ૨ ચમચી સમારેલ ગાજર carrot
- અન્ય સામગ્રીઓ:
- ૨ ચમચી સમારેલ આદું અને લસણ ginger and garlic
- ૨ કપ વેજીટેબલ સ્ટોક vegetable stock
- ૨ ચમચી સોયા સોસ soy sauce
- ૧ ચમચી રેડ ચીલી સોસ red chili sauce
- ૧ ચમચી વિનેગર vinegar
- ચપટી આજીનો મોટો aajino moto
- પાણી માં મિક્ષ કરેલ ૧ ચમચી કોર્ન ફ્લોર corn flour
- નમક સ્વાદ અનુસાર salt
- ૧ ચમચી તેલ oil
- જરૂર અનુસાર તળેલા નુડલ્સ fried noodles
- સજાવત માટે:
- થોડી લીલી ડુંગળી spring onions
- થોડા તળેલા નુડલ્સ fried noodles
Instructions