Makai Ni Kheer Recipe in Gujarati | મકાઈ ની ખીર | Indian Sweet

0
218
Corn Pudding Recipe, Corn Kheer Recipe, Indian Sweet Pudding Recipe, Sweet Corn Recipe, Indian Sweet Recipe, Corn Recipes. Makai ni Kheer Recipe.
Corn Pudding Recipe Photo.

Makai Ni Kheer Recipe in Gujarati | મકાઈ ની ખીર | Indian Sweet.

હેલ્લો ફ્રેન્ડ્સ, આપ સૌએ અવાર-નવાર લગ્ન-પ્રસંગે કે કોઈ ના ઘેર ખીર તો ખાધીજ હશે, કારણકે ખીર એ એક એવી મીઠાઈ છે જે ખુબજ ઝડપથી અને તુરંતજ બનાવી શકાય છે. ઘણા બધા લોકોના મનમાં તેને કઈક અલગ રીતે પ્રસ્તુત કરવાની ઈચ્છા હોઈ છે. જે આજે આપણે બનાવીશું. આ ખીર એક ખુબજ હેલ્થી કઠોળ મનાતા એવી મકાઈમાંથી બનાવવામાં આવેલ છે. જેથી ખીર વધુ હેલ્થી અને ટેસ્ટી એવો લુક આપી શકાય છે. સામાન્ય રીતે બનાવાતી ચોખાની ખીર કરતા પણ આ (Makai Ni Kheer) ખીર વધુ સ્વાદિષ્ટ લાગશે. ઉપરાંત જો આપ આપના ઘર પર આવેલ મેહ્માનોની સામે કઈક નવીન અને સાથોસાથ હેલ્થી સર્વ કરવા માંગતા હોઈ તો આપ આ ખીર ચોક્કસપણે સર્વ કરી શકો છો.

Corn Pudding Recipe, Corn Kheer Recipe, Indian Sweet Pudding Recipe, Sweet Corn Recipe, Indian Sweet Recipe, Corn Recipes.
Makai ni Kheer Recipe Photo.

આ ખીરને ગુજરાતી થાળીને પૂર્ણ કરવા એક મીઠાઈ તો જરૂરી છે જ. તો આપ આપ ખીરને મીઠાઈ તરીકે પૂરી-શાક સાથે સર્વ કરી શકો છો. રોટલી-શાક સાથે પણ આ મીઠાઈ ચોક્કસપણે સર્વ કરી શકાય છે. આ ખીર બનાવવા માટે મુખ્ય સામગ્રી તરીકે મકાઈ, ખાંડ અને દુધનો ઉપયોગ થશે. જે ખુબજ આસાનીથી આપ આપના નજીકના સ્ટોર્સ પરથી મેળવી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ મકાઈની ખીર બનાવવાની રીત.

મકાઈની ખીર બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૧૦૦ ગ્રામ અમેરિકન મકાઈ(American corn)
  • ૧-૨ ચમચી ખાંડ(sugar)
  • ૨૫૦ ગ્રામ દૂધ(milk)

અન્ય સામગ્રીઓ:

  • ૧ ચમચી ઘી(ghee)
  • ૧ ચમચી બદામ અને કાજુ(almonds and cashew nuts)
  • ૧/૨ ચમચી એલચી પાવડર(cardamom powder)
  • ૧ ચમચી ક્રીમ(cream)

મકાઈની ખીર બનાવવા માટેની રીત:

  • સૌ પ્રથમ અમેરિકન મકાઈને મિક્ષ્ચર જારમાં નાંખી ગ્રાઈન્ડ કરી લો અને તેને એક બાઉલમાં લઇ લો. હવે એલ નોન-સ્ટીક કડાઈમાં ઘી ગરમ કરી લો.
  • જયારે ઘી ગરમ થઇ જાય ત્યારે તેમાં ક્રશ કરેલી મકાઈ નાંખી તેને મધ્યમ-ધીમા તાપમાન પર મકાઈનો કલર બદલી જાય ત્યાં સુધી પકાઓ. તે જ્યાં સુધી લાઈટ-ડાર્ક યેલ્લો કલરનું થઇ જાય ત્યાં સુધી સતત હલાવતા રહો.
  • હવે તેમાં દૂધ, ક્રીમ, ખાંડ ઉમેરી ઢાંકી દો અને તેને ૭-૮ મિનીટ સુધી મધ્યમ તાપમાન પર તે ઘટ્ટ બની જાય ત્યાં સુધી પકાઓ. જયારે ખીર ઘટ્ટ બની જાય ત્યારે તેમાં બદામ, કાજુ, એલચી પાવડર ઉમેરી મિક્ષ  કરી લો.
  • હવે ગેસ બંધ કરી ખીરને કુલ્હાડ અથવા બાઉલમાં લઇ લો અને બદામ વડે સજાવી સર્વ કરો.

Makai Ni Kheer Recipe in Gujarati | મકાઈ ની ખીર | Indian Sweet

How to make corn pudding at home.
Course: sweet
Cuisine: Indian
Author: Rakesh prajapati

Ingredients

  • ૧૦૦ ગ્રામ અમેરિકન મકાઈ American corn
  • ૧-૨ ચમચી ખાંડ sugar
  • ૨૫૦ ગ્રામ દૂધ milk
  • ચમચી ઘી ghee
  • ચમચી બદામ અને કાજુ almonds and cashew nuts
  • ૧/૨ ચમચી એલચી પાવડર cardamom powder
  • ચમચી ક્રીમ cream

Instructions