Maggi Pakoda Recipe in Gujarati | મેગી પકોડા | Indian Snacks Recipe.
હેલ્લો ફ્રેન્ડ્સ, આજે આપણે એક સુંદર મજ્જાની એવી પકોડા રેસીપી શીખવાના છીએ, જેનું નામ છે મેગી પકોડા (Maggi Pakoda). પકોડા એ હંમેશથી ભારતીય લોકોના પસંદીદા હોઈ છે. ભારતીય લોકો પકોડા ખાવાનું ખુબજ પસંદ કરતા હોઈ છે, આજ કાલ અનેક ફ્લેવર્સના પકોડાઓ બજારમાં રેકડીઓ પર કે દુકાનોમાં ઉપલબ્ધ હોઈ છે. આજે અમે આપના માટે એક અલગ અને નવીન પકોડા રેસીપી લાવ્યા છીએ, જે બાળકની સૌથી ફેવરીટ એવી ચીજ મેગી માંથી બનાવવામાં આવેલ છે. આ પકોડા મેગીની સાથે અન્ય સામગ્રીઓ મિક્ષ કરીને બનાવવામાં આવે છે.

મેગીમાંથી આપણે સૌ લોકો ફક્ત નુડલ્સ જ બનવતા હોઈએ છીએ. પરંતુ આ વાનગી એ મેગીમાંથી બનતી નવીન અને સ્વાદિષ્ટ વાનગી છે. આ પકોડા બનાવવા માટેની તમામ જરૂરી સામગ્રીઓ આપ ખુબજ આસાનીથી બજારમાંથી મેળવી શકો છો. મેગી પકોડા બનાવવા માટે આપને મેગી, ચણાનો લોટ, ડુંગળી, કોબીજ, કેપ્સીકમ અને અન્ય કેટલાક મસાલાઓની જરૂર પડશે. આ તમામ સામગ્રીઓ મોટે ભાગે ઘરોમાં ઉપલબ્ધ્જ હોઈ છે. તો ચાલો મિત્રો જોઈએ મેગી પકોડા બનાવવાની રીત.
મેગી પકોડા બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રીઓ:
- ૯૦% જેટલું પકવેલ મેગીનું ૧ નાનું પેકેટ(meggi packet).
- ૩ ચમચી ચણાનો લોટ(gram flour).
અન્ય સામગ્રીઓ:
- ૨ ચમચી ઝીણી સમારેલ ડુંગળી(onion).
- ૨ ચમચી ઝીણી સમારેલ કોબીજ(cabbage).
- ૧ ચમચી ઝીણું સમારેલ કેપ્સીકમ(capsicum).
- ૧ ચમચી સમારેલ કોથમીર(coriander leaves).
- ૧ ચમચી રવો(rava).
- ૧ ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ(ginger-garlic-chili paste).
- ૩ ચમચી સમારેલ લીલી મરચી(green chili).
- નમક સ્વાદ અનુસાર(salt).
- તળવા માટે તેલ(oil).
મેગી પકોડા બનાવવાની રીત:
- પકવેલ મેગીને એક બાઉલમાં લઇ તેમાં કોબીજ, કેપ્સીકમ, આદું-લસણ-મરચાની પેસ્ટ, લીલી મરચી, નમક, રવો અને ચણાનો લોટ ઉમેરો.
- હવે આ બધીજ સામગ્રીઓને હાથ વડે સરખી રીતે મ્ક્ષ કરી લો. હવે તેમાં ૨ ચમચી પાણી ઉમેરો. આ રીતે પકોડા બનાવવા માટેનું બેટર બનાવી લો.
- હવે કડાઈમાં તેલ ગરમ કરી, તેમાં નાની સાઈઝના પકોડા નાંખી તળી લો. આ પકોડાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પકાઓ. હવે તેને બહાર કાઢી લઇ ગરમા ગરમ સર્વ કરો.
Maggi Pakoda Recipe in Gujarati | મેગી પકોડા | Indian Snacks Recipe
Ingredients
- ૯૦ % જેટલું પકવેલ મેગીનું ૧ નાનું પેકેટ meggi packet
- ૩ ચમચી ચણાનો લોટ gram flour
- ૨ ચમચી ઝીણી સમારેલ ડુંગળી onion
- ૨ ચમચી ઝીણી સમારેલ કોબીજ cabbage
- ૧ ચમચી ઝીણું સમારેલ કેપ્સીકમ capsicum
- ૧ ચમચી સમારેલ કોથમીર coriander leaves
- ૧ ચમચી રવો rava
- ૧ ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ ginger-garlic-chili paste
- ૩ ચમચી સમારેલ લીલી મરચી green chili
- નમક સ્વાદ અનુસાર salt
- તળવા માટે તેલ oil
Instructions
- પકવેલ મેગીને એક બાઉલમાં લઇ તેમાં કોબીજ, કેપ્સીકમ, આદું-લસણ-મરચાની પેસ્ટ, લીલી મરચી, નમક, રવો અને ચણાનો લોટ ઉમેરો.
- હવે આ બધીજ સામગ્રીઓને હાથ વડે સરખી રીતે મ્ક્ષ કરી લો. હવે તેમાં ૨ ચમચી પાણી ઉમેરો. આ રીતે પકોડા બનાવવા માટેનું બેટર બનાવી લો.
- હવે કડાઈમાં તેલ ગરમ કરી, તેમાં નાની સાઈઝના પકોડા નાંખી તળી લો. આ પકોડાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પકાઓ. હવે તેને બહાર કાઢી લઇ ગરમા ગરમ સર્વ કરો.