Mag Ni Dal Recipe in Gujarati | મગની દાળ | Gujarati Dal Recipe.
મગની દાળ (Mag ni Dal Recipe) એ હેલ્થી અને સ્વાદિષ્ટ શાકોમાંથી એક શાક છે. જે સ્વાદમાં એકદમ ટેસ્ટી અને બનાવવામાં પણ સરળ એવી છે. બધીજ દાળની જેમ આ દાળ પણ પ્રોટનથી ખુબજ ભરપુર એવી છે. જેથી આપ ઘર પર આવર-નવાર મગની દાળનું શાક બનાવી શકો છો. સાથોસાથ આ શાકને રોટલી કે ભાત સાથે પણ સર્વ કરી શકાય છે. જેથી કરીને આ શાક સાથે સર્વ કરવા બીજી કાઈ અલગ ડીશ બનાવવાની જરૂર નહી પડે. આ દાળનું શાક લગભગ તમામ ભારતીય રાંધણકળાઓમાં બનાવવામાં આવતું હોય છે. ફર્ક માત્ર તેમાં ઉપયોગમાં કરવામાં આવતી સામગ્રીઓ અને રીત નો હોઈ છે.

આજે આપણે ખુબજ સરળ અને ટૂંકી પદ્ધતિથી મગની દાળનું શાક બનાવતા શીખીશું. જે ન કેવળ મોટાઓને પરંતુ બાળકોને પણ પસંદ પડશે. આ શાકને આપ મેહમાનોને પણ સાઈડ ડીશ તરીકે જીરા રાઈસ સાથે સર્વ કરી શકો છો. આ શાક બનવવાની રીત પણ અન્ય શાક બનાવવાની રીત કરતા સરળ છે જેથી આપ ટૂંક સમયમાંજ આ શાક બનાવી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ મગની દાળનું શાક બનાવવાની રીત.
મગની દાળ બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રીઓ:
- ૨૦૦ ગ્રામ લીલી મગની બાફેલી દાળ(moong lentil).
- ૨ મીડીયમ સાઈઝની ડુંગળી(onion).
અન્ય સામગ્રીઓ:
- ૨ ચમચી મગફળીના બી(raw peanuts).
- ૨ ચમચી સમારેલ લસણ(garlic).
- ૧ ચમચી સમારેલ લીલા મરચા(green chillies).
- ૧/૨ ચમચી હળદર પાવડર(turmeric powder).
- ૧/૨ ચમચી લાલ મરચું પાવડર(red chili powder).
- ૧ ચમચી જીરું(cumin seeds).
- ૧/૨ ચમચી સુકા ધાણા(dry coriander seeds).
- ૧/૨ ચમચી રાઈ(mustard seeds).
- ૭-૮ લીમડાના પાંદ(curry leaves).
- ૨ આખા સુકા લાલ મરચા(dry red chillies).
- ૩-૪ ચમચી તેલ(oil).
- નમક સ્વાદ અનુસાર(salt).
મગની દાળ બનાવવાની રીત:
- એક નોન-સ્ટીક કડાઈમાં તેલ ગરમ કરી, તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં આખા સુકા લાલ મરચા અને જીરું નાંખી તેને ફૂટવા દો. હવે તેમાં રાઈ અને સુકા ધાણા નાંખી તેને પણ ત્ડ્તડવા દો.
- હવે તેમાં બી નાંખી તેને થોડી સેકન્ડો માટે પકાઓ. ત્યારબાદ તેમાં લસણ અને લીમડાના પાંદ નાંખી, લસણ આછા ગુલાબી રંગનું થાય ત્યાં સુધી પકાઓ.
- હવે તેમાં લીલા મરચા અને ડુંગળી નાંખી, ડુંગળી પારદર્શક થઇ જાય ત્યાં સુધી પકાઓ. હવે તેમાં નમક, હળદર પાવડર, લાલ મરચું પાવડર ઉમેરી, બધાજ મસાલાઓ મિક્ષ કરી લો.
- ત્યારબાદ તેમાં મગની દાળ ઉમેરી, બધાંજ મસાલાઓ સાથે મિક્ષ કરી લો. હવે તેને ઢાંકી દઈ ૨-૩ મિનીટ સુધી મધ્યમ તાપમાન પર પકાઓ. ૨-૩ મિનીટ બાદ શાકને સર્વિંગ પ્લેટમાં લઇ સર્વ કરો.
Mag Ni Dal Recipe in Gujarati | મગની દાળ | Gujarati Dal Recipe
Ingredients
- ૨૦૦ ગ્રામ લીલી મગની બાફેલી દાળ green moong lentil.
- ૨ મીડીયમ સાઈઝની ડુંગળી onion.
- ૨ ચમચી મગફળીના બી raw peanuts.
- ૨ ચમચી સમારેલ લસણ garlic.
- ૧ ચમચી સમારેલ લીલા મરચા green chillies.
- ૧/૨ ચમચી હળદર પાવડર turmeric powder.
- ૧/૨ ચમચી લાલ મરચું પાવડર red chilli powder.
- ૧ ચમચી જીરું cumin seeds.
- ૧/૨ ચમચી સુકા ધાણા dry coriander seeds.
- ૧/૨ ચમચી રાઈ mustard seeds.
- ૭-૮ લીમડાના પાંદ curry leaves.
- ૨ આખા સુકા લાલ મરચા dry red chillies.
- ૩-૪ ચમચી તેલ oil.
- નમક સ્વાદ અનુસાર salt.
Instructions