Mag Ni Dal Na Cheela Recipe in Gujarati | મગની દાળના ચીલા.
હેલ્લો ફ્રેન્ડ્સ, મગની દાળના ચીલા (Mag Ni Dal na Cheela) એ વધુ એક ખુબજ હેલ્થી અને ન્યુટ્રીશનથી ભરપુર એવી વાનગી છે. જે આપ ઈચ્છો ત્યારે બનાવી શકો છો. જેમ કે આ વાનગીને બ્રેકફાસ્ટમાં પણ લઇ શકાય છે, નાસ્તામાં પણ લઇ શકાય છે, અને સ્નેકમાં પણ લઇ શકાય છે. સાઉથ ઇન્ડિયન ઢોસા કરતા પર વધુ પ્રોટીનયુક્ત એવી આ વાનગી બ્રેકફાસ્ટ માટે સૌથી ઉત્તમ ઉપાય છે. આ છીલામાં મગની દાળનો ઉપયોગ કરાયો હોવાથી આ ડીશ આપને આખો દિવસ એન્ર્જાઈસ રાખવા માટે પર્યાપ્ત છે. બાળકોને પણ પસંદ પડે તેવી આ વાનગી સાથે લીલી ચટની પણ સર્વ કરવામાં આવે છે જેથી છીલાનો ટેસ્ટ વધુ સ્વાદિષ્ટ લાગશે.

મુખ્ય સામગ્રી તરીકે મગની દાળ, ભારતીય મસાલાઓ અને અન્ય સામગ્રીઓની જરૂર રહેશે, જે ખુબજ આસાનીથી તમામ જગ્યાઓ પર ઉપલબ્ધ હોઈ છે. આ વાનગી આપ આપના મેહમાનોના આગમન માટે પણ બનાવી શકો છો. ડીનરમાં પણ આ વાનગી બનાવી શકાય છે. બાળકોના હમેશા લંચ બોક્ષમાં કઈક અલગ સ્નેક આપવાની જીદ કરતા હોઈ છે, તો આ છીલા પણ તેમના લંચબોક્ષમાં આપવા માટે શ્રેષ્ટ વિકલ્પ છે. તો ચાલો મિત્રો જોઈએ મગની દાળના છીલા બનાવવાની રીત.
મગની દાળના ચીલા બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
ચીલા બનાવવા માટેની સામગ્રીઓ:
- ૧૦૦ ગ્રામ ૮ કલાક પાણીમાં પલાળેલી મગની દાળ(split mung beans)
- ૩ લીલા મરચા(green chilies)
- ૪-૫ લસણની કરી(garlic cloves)
- ૨ ઇંચ લાંબો આદુનો ટુકડો(ginger)
- નમક સ્વાદ અનુસાર(salt)
- જરૂર અનુસાર તેલ(oil)
સ્ટફીંગ બનાવવા માટેની સામગ્રીઓ:
- ૩ ચમચી ઝીણું સમારેલ કોબીજ(cabbage)
- ૨ ચમચી ઝીણું સમારેલ ગાજર(carrot)
- ૨ ચમચી ઝીણું સમારેલ કેપ્સીકમ(capsicum)
- ૧ ચમચી તેલ(oil)
- ૧/૮ ચમચી સંચર(rock salt)
- ૧/૪ ચમચી ચાટ મસાલો(chaat masala)
- ૧/૪ ચમચી લાલ મરચું પાવડર(red chili powder)
- લીલી ચટની બનાવવા માટેની સામગ્રીઓ:
- થોડી કોથમીર(coriander leaves)
- ૧ ચમચી કાચા બી(raw peanuts)
- ૧ ચમચી શેકેલી અડદની દાળ(split Bengal gram)
- નમક સ્વાદ અનુસાર(salt)
- ૧ ચમચી લીંબુનો રસ(lemon juice)
- ૨-૩ ચમચી પાણી(water)
મગની દાળના ચીલા બનાવવા માટેની રીત:
- સૌ પ્રથમ એક મિક્ષ્ચર જારમાં કોથમીર, કાચા બી, શેકેલી અડદની દાળ, લીંબુનો રસ, નમક, પાણી ઉમેરી બ્લેન્ડ કરી લો અને લીલી ચટની બનાવી લો.
- હવે બીજા મિક્ષ્ચર જારમાં પલાળેલી મગની દાળ, લસણની કરી, આદું, લીલા મરચા, થોડું પાણી લઇ બ્લેન્ડ કરી લો અને આ બેટરને એક બાઉલમાં કાઢી એકબાજુ મૂકી દો.
- હવે સ્ટફીંગ બનાવવા માટે એક નોન-સ્ટીક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં સમારેલ ગાજર, કેપ્સીકમ, કોબીજ નાંખી આ શાકભાજીને ઊંચા તાપમાન પર થોડી વાર માટે પકાઓ.
- હવે ગેસ ધીમો કરી તેમાં લાલ મરચું પાવડર, સંચર, ચાટ મસાલો નાંખી ૧ મિનીટ સુધી સાંતડો. હવે નોન-સ્ટીક તવામાં થોડી મગની દાળનું ખીરું નાંખી બધી બાજુ ગોળાકારમાં ફેલાવી લો.
- હવે છીલાની ફરતે તેલ લગાવી તેને બન્ને બાજુ સરખી રીતે પકાવી પ્લેટમાં કાઢી લો. આ રીતે બધાજ છીલા બનાવી લો. હવે એક છીલાને લઇ તેના પર લીલી ચટની લગાવી તેના પર થોડું સ્ટફીંગ મુકો અને તેને વાળી લો.
- જો રોલ્સ તૂટી જાય તો તેને ટુથપીકની મદદથી બાંધી દો. આ રીતે બધાજ છીલા બનાવી સર્વ કરો.
Mag Ni Dal Na Cheela Recipe in Gujarati | મગની દાળના ચીલા
Ingredients
- છીલા બનાવવા માટેની સામગ્રીઓ:
- ૧૦૦ ગ્રામ ૮ કલાક પાણીમાં પલાળેલી મગની દાળ split mung beans
- ૩ લીલા મરચા green chilies
- ૪-૫ લસણની કરી garlic cloves
- ૨ ઇંચ લાંબો આદુનો ટુકડો ginger
- નમક સ્વાદ અનુસાર salt
- જરૂર અનુસાર તેલ oil
- સ્ટફીંગ બનાવવા માટેની સામગ્રીઓ:
- ૩ ચમચી ઝીણું સમારેલ કોબીજ cabbage
- ૨ ચમચી ઝીણું સમારેલ ગાજર carrot
- ૨ ચમચી ઝીણું સમારેલ કેપ્સીકમ capsicum
- ૧ ચમચી તેલ oil
- ૧/૮ ચમચી સંચર rock salt
- ૧/૪ ચમચી ચાટ મસાલો chaat masala
- ૧/૪ ચમચી લાલ મરચું પાવડર red chili powder
- લીલી ચટની બનાવવા માટેની સામગ્રીઓ:
- થોડી કોથમીર coriander leaves
- ૧ ચમચી કાચા બી raw peanuts
- ૧ ચમચી શેકેલી અડદની દાળ split Bengal gram
- નમક સ્વાદ અનુસાર salt
- ૧ ચમચી લીંબુનો રસ lemon juice
- ૨-૩ ચમચી પાણી water
Instructions