Macroni Cheese Balls Recipe in Gujarati | મેક્રોની ચીસ બોલ્સ.
હેલ્લો ફ્રેન્ડ્સ, આજે આપણે એક નવીનતમ અને યુનિક એવી મેક્રોની ચીસ બોલ્સ બનવવાની રીત (Macroni Cheese Balls Recipe) શીખવાના છીએ, જે ચીસ અને મેક્રોનીથી ભરપુર છે. ભારતીય લોકોને સામાન્ય રીતે ચીસ ખુબજ પસંદ હોઈ છે અને અલગ અલગ વાનગીઓમાં પણ ચીસ નાખવું પસંદ હોઈ છે. આ એક એવી જ વાનગી છે, જેમાં ચીસનો ભરપુર પ્રમાણમાં ઉપયોગ થયો છે, જેથી ખાસ કરીને બાળકોને તો આ વાનગી જોતાજ ગમી જશે. મેક્રોની ચીસ બોલ્સ સ્વાદમાં ખુબજ ટેસ્ટી હોઈ છે અને તેમાં મેક્રોનીનો ઉપયોગ કરાયો હોવાથી તેમાં ઇટાલિયન રાંધણકલાનો ટચ પણ જોવા મળશે.

આ વાનગી બનાવવા માટે આપને તમામ સામગ્રીઓ ખુબજ આસાનીથી કોઈ પણ દુકાન પરથી મળી જશે. નીચે આપેલી તમામ સામગ્રીઓની મદદથી આપ ખુબજ આસાનીથી ઘર પર આ મેક્રોની ચીસ બોલ્સ તૈયાર કરી શકશો. આ બોલ્સની સાથે આપ ટોમેટો કેચપ પણ સર્વ કરી શકશો. તો ચાલો મિત્રો જોઈએ મેક્રોની ચીસ બોલ્સ બનાવવાની રીત:
મેકરોની ચીસ બોલ્સ બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રીઓ:
- ચમચી મેંદાનો લોટ( All purpose flour).
- ૧૦૦ ગ્રામ પકવેલી મેક્રોની(cooked macroni).
- ૪ ચમચી ચીસ(cheese).
- ૧૭૫ ml દૂધ(milk).
- ૨ ચમચી માખણ(butter).
અન્ય સામગ્રીઓ:
- ૧ ચમચી મરી પાવડર(pepper powder).
- ૧ ચમચી ઓરીગેનો(oregano).
- ૧ ચમચી ચીલી ફ્લેક્ષ(chili flecks).
- જરૂર અનુસાર ડ્રાઈ બ્રેડ ક્રમબ(dry bread crumbs).
- ૧ ચમચી કોર્નફલોર સ્લરી(corn flour slurry).
- જરૂર અનુસાર નમક(salt).
- તળવા માટે તેલ(oil).
મેક્રોની ચીસ બોલ્સ બનાવવાની રીત:
- સૌ પ્રથમ એક નોન-સ્ટીક કડાઈમાં માખણ ગરમ કરી તેમાં મેંદાની લોટ નાંખી થોડી વાર શેકી લો. લોટને સરખી રીતે શેકી તેમાં દૂધ નાંખી સતત હલાવો જેથી તેમાં ગાંઠો ન રહે.
- હવે તેમાં નમક, ઓરીગેનો, ચીલી ફ્લેક્ષ, મરી પાવડર, ૧ ચમચી ચીસ ઉમેરી બધુજ મિક્ષ કરી લો. તે એકદમ ઘટ્ટ બની જાય ત્યાં સુધી પકાઓ.
- હવે વાઈટ સોસ તૈયાર છે, તેને એક બાઉલમાં કાઢી લોં અને ઠંડું પડવા દો. જયારે સોસ ઠંડો પડી જાય ત્યારે તેમાં પકવેલી મેક્રોની ઉમેરી દો. હવે તેમાં ૩ ચમચી ચીસ ઉમેરી મિક્ષ કરી લો.
- હવે આ મિક્ષ્ચરમાંથી નાના બોલ્સ બનાવી લો અને એકબાજુ મૂકી દો. હવે આ બોલ્સને મેંદાના લોટની સ્લરીમાં ડુબોડી, ડ્રાઈ બ્રેડ ક્ર્મ્બમાં રગદોળો. આ રીતે બે વખત કરો જેથી બોલ્સ તળ્યા બાદ ક્રિસ્પી બને.
- હવે એક કડાઈમાં તેલ ગરમ કરી આ બોલ્સને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી અને પ્લેટમાં કાઢી સર્વ કરો.
Macroni Cheese Balls Recipe in Gujarati | મેક્રોની ચીસ બોલ્સ
Ingredients
- ચમચી મેંદાનો લોટ All purpose flour
- ૧૦૦ ગ્રામ પકવેલી મેક્રોની cooked macroni
- ૪ ચમચી ચીસ cheese
- ૧૭૫ ml દૂધ milk
- ૨ ચમચી માખણ butter
- ૧ ચમચી મરી પાવડર pepper powder
- ૧ ચમચી ઓરીગેનો oregano
- ૧ ચમચી ચીલી ફ્લેક્ષ chili flecks
- જરૂર અનુસાર ડ્રાઈ બ્રેડ ક્રમબ dry bread crumbs
- ૧ ચમચી કોર્નફલોર સ્લરી corn flour slury
- જરૂર અનુસાર નમક salt
- તળવા માટે તેલ oil
Instructions