Lavang Latika Recipe in Gujarati | લવંગ લતીકા રેસીપી.
હેલ્લો ફ્રેન્ડ્સ, બંગાળી મીઠાઈઓ હમેંશથીજ ભારતીય રાંધણકલામાં ખુબજ પ્રખ્યાત અને સ્વાદિષ્ટ રહી ચુકી છે. લવંગ લતીકા (Lavang Latika) પણ તેવી જ એક બંગાળી મીઠાઈ છે, જે બંગાળમાં ખુબજ પ્રખ્યાત છે. આ મીઠાઈ બનાવવી થોડી કઠીન છે પરંતુ નીચે દર્શાવેલ સ્ટેપ બાય સ્ટેપ ઇન્સ્ટ્રકશનની મદદથી આપ ખુબજ આસાનીથી આ મીઠાઈ ઘર પર બનાવી શકશો.સામાન્ય રીતે મીઠાઈઓમાં લવિંગનો ઉપયોગ થતો નથી પરંતુ આ મીઠાઈ એક એવી મીઠાઈ છે જેમાં ભારતીય મસાલાનો પણ ઉપયોગ થઇ ચુક્યો છે, જેથી આ મીઠાઈનું નામ લવંગ લતીકા છે. આ મીઠાઈ ચાસણીથી ભરપુર અને ક્રન્ચી એવી હોઈ છે. જે બધાજ લોકોને પસંદ પડશે. આ મીઠાઈ આપ આપના મેહમાનો માટે પણ બનાવી શકો છે અને તેમને ખુશ કરી શકો છો.

આ સ્વીટ ખુબજ આસાનીથી બનાવી શકાય છે. તમામ આવશ્યક સામગ્રીઓ પણ તમામ ઘરના રસોડે ઉપલબ્ધ હોઈ તેવી જ છે. જેથી કરીને આપ કોઈ પણ સમયે આ મીઠાઈ બનાવી શકો છે. આ મીઠાઈ કોઈ તેહવારોમાં કે અન્ય કોઈ ખાસ પ્રસંગે પણ સર્વ કરી શકાય છે. તો ચાલો મિત્રો જોઈએ લવંગ લતીકા બનાવવાની રીત.
લવંગ લતીકા (Lavang Latika) બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
ઉપરનું લેયર બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
- ૧૦૦ ગ્રામ મેંદાનો લોટ(All purpose flour)
- ૪૦ ગ્રામ ઘી(ghee)
- પાણી જરૂર અનુસાર(water)
સ્ટફીંગ માટેની સામગ્રીઓ:
- ૧૦૦ ગ્રામ મોરો માવો(khoya)
- ૫૦ ગ્રામ છીણેલું સુકું નારીયેલ(dry coconut)
- ૩ ચમચી ખાંડ(Sugar)
- ૧/૨ ચમચી એલચી પાવડર(cardamom powder)
- ૧-૨ ચમચી સમારેલ કાજુ-બદામ(cashew nuts and almonds)
અન્ય સામગ્રીઓ:
- લવીંગ જરૂર અનુસાર(cloves)
- તેલ અથવા ઘી તળવા માટે(oil or ghee)
લવંગ લતીકા (Lavang Latika) બનાવવાની રીત:
- સ્ટફીંગ બનાવવા માટે મોરા માવાને કડાઈમાં લઇ તેમાં ૧ ચમચી ખાંડ નાંખી મધ્યમ તાપમાન પર ખાંડ ઓગળવા લાગે અથવા માવો ઘટ્ટ બની જાય ત્યાં સુધી પકાઓ.
- તેને વચ્ચે વચ્ચે હલાવતા રહો નહી તો માવો બડી શકે છે. જયારે માવો ઘટ્ટ બની જાય ત્યારે ગેસ બંધ કરી દો અને તેને એક પ્લેટમાં કાઢી લઇ ઠંડું પડવા દો.
- જયારે માવો એકદમ ઠંડો પડી જાય ત્યારે તેમાં છીણેલું નારીયેલ અને ૨ ચમચી ખાંડ નાંખી મિક્ષ કરી લો. હવે તેમાં એલચી પાવડર, કાજુ, બદામ નાંખી મિક્ષ કરી લો.
- હવે તેમાંથી નાના બોલ્સ બનાવી તેને એક બાજુ મૂકી દો. હવે ઉપરનું લેયર બનાવવા માટે મેંદાના લોટને બાઉલમાં લઇ તેમાં ઘી ઉમેરી મિક્ષ કરી લો.
- હવે તેમાં જરૂર અનુસાર પાણી ઉમેરી લોટ બાંધી લો.લોટ બાંધ્યા બાદ તેને ૧૦ મિનીટ માટે સેટ થવા એકબાજુ મૂકી દો. હવે હવે આ લોટમાંથી નાના બોલ્સ બનાવી લો અને તેને રોટલીની જેમ વણી લો.
- હવે આ વણેલી રોટલી માંથી ૨-૩ ઇંચ લાંબી એવી ૨ પટ્ટી કાપી લો. હવે આ બન્ને પટ્ટીને એકબીજા પર(+) આ રીતે મુકો. હવે આ પટ્ટીની વચ્ચે સ્ટફીંગનો બોલ મૂકી પટ્ટીના બન્ને છેડા વડે તેને કવર કરી લો અને આ રીતે બધીજ મીઠાઈઓ બનાવી લો.
- હવે જરૂર હોઈ તે જગ્યાઓ પર લવીંગ મૂકી દો. જેથી તે તળવાના સમયે ખુલી ન જાય. આ મીઠાઈને ૬-૭ મિનીટ માટે મધ્યમ તાપમાન પર તળી લો.
- દર ૧-૨ મીનીટે આ મીઠાઈને ફેરવતા રહો જેથી તે સરસ રીતે પાકી જાય. ત્યારબાદ તેને પ્લેટમાં લઇ લો અને ઠંડું થવા દો. હવે ચાસણી બનાવવા માટે કડાઈમાં ખાંડ અને પાણી નાખો.
- તેની એક થ્રેડ જેટલી ચાસણી લઇ લો. હવે તેમાં એલચી પાવડર ઉમેરી મિક્ષ કરી લો અને ગેસ બંધ કરી લો. તેને થોડી વાર ઠંડી પડવા દો. જયારે ચાસણી ઠંડી પડી જાય ત્યારે તેમાં અગાઉ બનાવેલ પોકેટ્સ ઉમેરી ૧ મિનીટ સુધી તેમાં પલાળી રાખો અને ત્યારબાદ તેને સર્વ કરો.
Lavang Latika Recipe in Gujarati | લવંગ લતીકા રેસીપી
Ingredients
- લવંગ લતીકા બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
- ઉપરનું લેયર બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
- ૧૦૦ ગ્રામ મેંદાનો લોટ All purpose flour
- ૪૦ ગ્રામ ઘી ghee
- પાણી જરૂર અનુસાર water
- સ્ટફીંગ માટેની સામગ્રીઓ:
- ૧૦૦ ગ્રામ મોરો માવો khoya
- ૫૦ ગ્રામ છીણેલું સુકું નારીયેલ dry coconut
- ૩ ચમચી ખાંડ Sugar
- ૧/૨ ચમચી એલચી પાવડર cardamom powder
- ૧-૨ ચમચી સમારેલ કાજુ-બદામ cashew nuts and almonds
- અન્ય સામગ્રીઓ:
- લવીંગ જરૂર અનુસાર cloves
- તેલ અથવા ઘી તળવા માટે oil or ghee
Instructions