Lasan Ni Chutney Recipe in Gujarati | લસણની ચટની | Garlic Chutney.
હેલ્લો ફ્રેન્ડ્સ, આજે આપણે એક નવીન અને દરેક ફાસ્ટ ફૂડ વાનગીઓ સાથે સર્વ કરી શકાય તેવી ચટણી બનાવતા શીખવાના છીએ જે બનાવવી ખુબજ આસાન અને ખુબજ સરળ છે. આપ ઘેર બેઠા આ ચટની ભારતીય મસાલાઓની મદદથી આસાનીથી બનાવી શકો છો. સામાન્ય રીતે આ ચટની મહારાષ્ટ્રની એક ખુબજ ફેમસ ફાસ્ટ ફૂડ ડીશ, વડાપાવ સાથે સર્વ કરવામાં આવે છે. પરંતુ આપ ઘર પર બનાવેલ સ્નેક્સની સાથે પણ આ ચટણી સર્વ કરી શકો છો. આ લસણની ચટણી (Lasan Ni Chutney) બનાવવામાં લસણની સાથે નારીયેલનું ખમણ અને તલનો ઉપયોગ કરાયો છે, જે આ ચટણીના સ્વાદમાં વધારો કરે છે.

આ ચટણી બનાવવા માટેની તમામ જરૂરી એવી સામગ્રીઓ ખુબજ આસાનીથી બજાર પરથી મેળવી શકાય છે. આપ આ સામગ્રીઓની મદદથી ખુબજ સ્વાદિષ્ટ અને સૌ કોઈને ભાવે તેવી ચટની તૈયાર કરી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ લસણની ચટની બનાવવાની રીત.
ગાર્લિક ચટની પાવડર બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રીઓ:
- ૧/૨ કપ લસણ(garlic).
- ૧ કપ નારિયેળનું ખમણ(grated coconut).
અન્ય સામગ્રીઓ:
- ૧/૨ સફેદ તલ(white sesame seeds).
- ૧૦-૧૨ આખા સુકા લાલ મરચા(whole dry red chilies).
- નમક સ્વાદ અનુસાર(salt).
ગાર્લિક ચટની બનાવવાની રીત:
- સૌ પ્રથમ એક કડાઇ ગરમ કરી તેમાં નારિયેળનું ખમણ નાંખી તે ગોલ્ડન કલરનું થાય ત્યાં સુધી શેકી પ્લેટમાં કાઢી લો અને એકબાજુ મૂકી દો.
- હવે મરચાને પણ શેકી પ્લેટમાં કાઢી લો. ત્યારબાદ તલ ફૂટવા લાગે ત્યાં સુધી શેકી લો અને પ્લેટમાં કાઢી લો.
- હવે બધાજ શેકેલ મસાલાઓ નમક અને લસણની સાથે મિક્ષ્ચર જારમાં નાંખી તેનો પાવડર બનાવી લો. આપ આ ચટણીમાં મગફળીના બીનો પણ ઉપયોગ કરી શકો છો.
- આ ચટનીને એઈર ટાઈટ કન્ટેનરમાં ભરી લો અને ૫ દિવસ સુધી ઉપયોગ કરો.
Lasan Ni Chutney Recipe in Gujarati | લસણની ચટની | Garlic Chutney
Garlic chutney powder recipe in gujarati.
Ingredients
- ૧/૨ કપ લસણ garlic
- ૧ કપ નારિયેળનું ખમણ grated coconut
- ૧/૨ સફેદ તલ white sesam seeds
- ૧૦-૧૨ આખા સુકા લાલ મરચા whole dry red chilies
- નમક સ્વાદ અનુસાર salt
Instructions
- સૌ પ્રથમ એક કડાઇ ગરમ કરી તેમાં નારિયેળનું ખમણ નાંખી તે ગોલ્ડન કલરનું થાય ત્યાં સુધી શેકી પ્લેટમાં કાઢી લો અને એકબાજુ મૂકી દો.
- હવે મરચાને પણ શેકી પ્લેટમાં કાઢી લો. ત્યારબાદ તલ ફૂટવા લાગે ત્યાં સુધી શેકી લો અને પ્લેટમાં કાઢી લો.
- હવે બધાજ શેકેલ મસાલાઓ નમક અને લસણની સાથે મિક્ષ્ચર જારમાં નાંખી તેનો પાવડર બનાવી લો. આપ આ ચટણીમાં મગફળીના બીનો પણ ઉપયોગ કરી શકો છો.
- આ ચટનીણ એઈર ટાઈટ કન્ટેનરમાં ભરી લો અને ૫ દિવસ સુધી ઉપયોગ કરો.