Lady Finger Curry Recipe in Gujarati | ભીંડાનું શાક

0
35
Lady Finger Curry Recipe. Ladyfinger Curry Recipe. Indian Curry Recipe. Authentic Indian Curry Recipe. Healthy Curry Recipe.
Lady Finger Curry Recipe Photo.

Lady Finger Curry Recipe in Gujarati | ભીંડાનું શાક.

ભીંડાનું શાક (Lady Finger Curry Recipe) એ ભારતીય રાંધણ કળાની ખુબજ પ્રસિદ્ધ અને લોકો દ્વારા પસંદ કરવામાં આવતું શાક છે. જે મુખ્યત્વે ભીંડામાંથી જ બનાવવામાં આવે છે. ખાસ કરીને ગુજરાતી ઘરોમાં આ શાક અવાર-નવાર બનાવવામાં આવતું હોઈ છે. આ શાક બનાવવાની રીત ઘણી સરળ છે અને આ રેસિપીમાં ઉપયોગ કરવામાં આવતી સામગ્રી પણ બજારોમાંથી સરળતાથી મળી જાય છે. પૌષ્ટિક થી ભરપુર એવા આ ભીંડા નું શાક ચોક્કસપણે આપના પરિવારજનો અને બાળકોને પસંદ આવશે.

Lady Finger Curry Recipe. Ladyfinger Curry Recipe. Indian Curry Recipe. Authentic Indian Curry Recipe. Healthy Curry Recipe.
Lady Finger Curry Recipe Photo.

આ શાક બનાવવાની બે રીત છે. આ શાકને સુકું પણ બનાવી શકાય ઉપરાંત સજળ પણ બનાવી શકાય છે બન્નેનો સ્વાદ ઘણોજ સારો હોય છે. આ શાક બનાવવાની ખાસ વાત તો એ છે કે આ શાક ટૂંક સમયમાં જ બનાવી શકાય છે જેથી આપ સમયના અભાવે કોઈ પણ સમયે, મૂંઝવણ વિના બનાવી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ ભીંડાનું શાક બનાવાવની રીત.

ભીંડાનું શાક બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:
  • ૫૦૦ ગ્રામ સમારેલ ભીંડો(lady figure)
  • અન્ય સામગ્રીઓ:
  • ૧ ચમચી વરીયાળી પાવડર(fennel seeds)
  • ૧ ચમચી ધાણા પાવડર(coriander seeds powder)
  • ૧/૨ ચમચી થી પણ ઓછો હળદર પાવડર(turmeric powder)
  • ૧/૨ ચમચી થી ઓછા અજમાના બી(carom seeds)
  • ૧/૨ ચમચી આમચૂર પાવડર(aamchur powder)
  • ૧/૪ ચમચી લાલ મરચું પાવડર(red chili powder)
  • ચપટી હીંગ(asafetida)
  • નમક સ્વાદ અનુસાર(salt)
  • તેલ(oil)

ભીંડાનું શાક બનાવવાની રીત:

  • સૌ પ્રથમ ૧૧/૨ ચમચી તેલ ગરમ કરી, તેમાં અજમાના બી, હીંગ, હળદર, ધાણા પાવડર, વરીયાળી પાવડર, લાલ મરચું પાવડર ઉમેરી બધુજ બરાબર રીતે મિક્ષ કરી લો અને થોડી વાર પકાવો.
  • હવે તેમાં ભીંડો ઉમેરી ફરીથી બધુજ બરાબર રીતે મિક્ષ કરી લો, થોડી વાર સુધી ફૂલ ગેસ પર પકાવો.
  • હવે તેમાં મીઠું ઉમેરી બધુજ મિક્ષ કરી લો, ગેસ ધીમો કરી લો અને ૩ મિનીટ સુધી ઢાંકી દઈ પકાવો.
  • હવે તેમાં આમચૂર પાવડર નાંખી, બધું મિક્ષ કરી લો અને જ્યાં સુધી ભીંડો પાકી જઈ ત્યાં સુધી પકાવો. ગેસ બંધ કરી સર્વ કરો.

Lady finger curry( ભીંડાનું શાક)

How to make lady finger curry.
Course: Curry
Cuisine: Indian
Author: Neelima mittal

Ingredients

  • મુખ્ય સામગ્રીઓ:
  • ૫૦૦ ગ્રામ સમારેલ ભીંડો lady figure
  • અન્ય સામગ્રીઓ:
  • ચમચી વરીયાળી પાવડર fennel seeds
  • ચમચી ધાણા પાવડર coriander seeds powder
  • ૧/૨ ચમચી થી પણ ઓછો હળદર પાવડર turmeric powder
  • ૧/૨ ચમચી થી ઓછા અજમાના બી carom seeds
  • ૧/૨ ચમચી આમચૂર પાવડર aamchur powder
  • ૧/૪ ચમચી લાલ મરચું પાવડર red chili powder
  • ચપટી હીંગ asafetida
  • નમક સ્વાદ અનુસાર salt
  • તેલ oil

Instructions