Ladoo Recipe in Gujarati | લાડુ રેસીપી | Indian Sweet Recipe

0
80
Ladoo Recipe in Hindi, Laddu Recipe, How to Make Ladoo, Home Made Ladoo Recipe, Indian Sweet Recipe, Indian Dessert Recipe, Indian Mithai Recipe.
Ladoo Recipe in Hindi Photo.

Ladoo Recipe in Gujarati | લાડુ રેસીપી | Indian Sweet Recipe.

હેલ્લો ફ્રેન્ડ્સ, આજે અમે આપના માટે એક સુંદર મજ્જાની એવી સ્વીટ ડીશ રેસીપી લાવ્યા છે. આ રેસીપી એક લાડુ રેસીપી (Ladoo Recipe) છે, જે સૌ કોઈના ફેવરીટ હોઈ છે અને અવાર-નવાર ઘર પર પ્રસંગે કે તેહવાર પર બનાવવામાં આવતા હોઈ છે. ઘણા બધા લોકો મેહમાનો માટે પણ લાડુ બનાવીને તેમને ભોજન સમયે એક સ્વીટ ડીશ તરીકે સર્વ કરતા હોઈ છે. આ લાડુ એ મુંબઈના પ્રખ્યાત એવા લાડુ છે જેને મુંબઈમાં પંચઘાતાય લાડુ તરીકે ઓળખવામાં આવે છે. આ લાડુમાં કઠોળ અને નારીયેલનો ઉપયોગ થતો હોવાથી આ લાડુને હેલ્થી લાડુ પણ કહી શકાય.

Ladoo Indian Sweet Recipe, Ladoo Recipe, Laddu Recipe, How to Make Ladoo Indian Sweet, Indian Dessert Recipe, Indian Mithai Recipe.
Ladoo Recipe Photo.

આ લાડુ અન્ય લાડુના પ્રમાણમાં થોડા ક્રિસ્પી એવા હોઈ છે, જે સ્વાદમાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે. સૌ કોઈને આ લાડુ ચોક્કસપણે ભાવશે કારણકે આ લાડુ અન્ય લાડુ કરતા સ્વાદમાં થોડા અલગ અને ક્રન્ચી હોઈ છે. આ લાડુ બનાવવા માટે આપને કેટલીક સામગ્રીઓ જેવી કે નારીયેલ, પૌઆ, મગની દાળ અને અન્ય કેટલીક સામગ્રીઓની જરૂર પડશે, જે આપને ખુજ સરળતાથી બજારમાંથી મળી જશે. આ લાડુ બનાવવા માટે આપને ખુબજ ઓછી સામગ્રીઓની જરૂર પડશે. તો ચાલો મિત્રો જોઈએ લાડુ બનાવવાની રીત.

લાડુ બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૧ કપ તાજું ખમણેલું નારીયેલ(grated coconut).
  • ૧/૨ કપ પૌઆ(flattened rice).
  • ૩ ચમચી પીળી મગની દાળ(yellow mung beans).

અન્ય સામગ્રીઓ:

  • ૧ કપ ગોળનો પાવડર(jaggery powder).
  • ૧ ચમચી ઘી(ghee).
  • ચપટી એલચી પાવડર(cardamom powder).
  • થોડા મિક્ષ કરેલા ડ્રાઈ ફ્રુટ્સ(dry fruits).

લાડુ બનાવવા માટેની રીત:

  • સૌ પ્રથમ કડાઇ ગરમ કરી, તેમાં મગની દાળ નાંખી ધીમા ગેસે તેને તળી લો. તે ગોલ્ડન બ્રાઉન થઇ જાય અને સુગંધ આવવા માંડે ત્યાં સુધી તેને ધીમા ગેસે શેકતા રહો.
  • તેને ૫ મિનીટ સુધી શેકી, તે જ કડાઈમાં પૌઆ લઇ ધીમા ગેસે શેકી લો. ત્યારબાદ તેને એક પ્લેટમાં લઇ એકબાજુ મૂકી દો. હવે કડાઈમાં ઘી ગરમ થવા મૂકી તેમાં બધાજ ડ્રાઈ ફ્રુટ્સ નાંખી ગોલ્ડન બ્રાઉન થઇ જાય ત્યાં સુધી શેકી બાઉલમાં કાઢી લો.
  • હવે બધીજ શેકેલી સામગ્રીઓને એક બાઉલમાં લઇ લો અને તેમાં ગોળ ઉમેરી દો. જયારે ગોળ ઓગળવા લાગે ત્યારે તેમાં નારીયેલ અને એલચી પાવડર ઉમેરી મિક્ષ કરી લો.
  • હવે આ મિક્ષ્ચરને ધીમા ગેસે ૫ મિનીટ સુધી અથવા તે ગોલ્ડન બ્રાઉન થઇ જાય ત્યાં સુધી પકાઓ. ત્યારબાદ તેને એક બાઉલમાં લઇ લો. જયારે તે મિક્ષ્ચર ઠંડું પડી જાય ત્યારે તેમાંથી લાડુ બનાવી સર્વ કરો.

Ladoo Recipe in Gujarati | લાડુ રેસીપી | Indian Sweet Recipe

Ladoo recipe in Gujarati langauge.
Course: sweet
Cuisine: Indian
Author: Geetanjali Kolvekar saini

Ingredients

  • કપ તાજું ખમણેલું નારીયેલ grated coconut
  • ૧/૨ કપ પૌઆ flattened rice
  • ચમચી પીળી મગની દાળ yellow mung beans
  • કપ ગોળનો પાવડર jiggery powder
  • ચમચી ઘી ghee
  • ચપટી એલચી પાવડર cardamom powder
  • થોડા મિક્ષ કરેલા ડ્રાઈ ફ્રુટ્સ dry fruits

Instructions