Kuler Ladoo Recipe in Gujarati | કુલેર લાડુ રેસીપી | Indian Sweet Recipe

0
726
Kuler Ladoo Recipe, Kuler Laddu Recipe, Kuler Recipe, Gujarati Dessert Recipe, Indian Sweet Recipe, Ladoo Recipe, 5 Ingredients Recipe, No Fire Recipe.
Kuler Ladoo Recipe Photo.

Kuler Ladoo Recipe in Gujarati | કુલેર લાડુ રેસીપી | Indian Sweet Recipe.

હેલ્લો ફ્રેન્ડ્સ, આપ સૌએ અનેક વાર અલગ અલગ પ્રકારના લાડુ ખાધા હશે, તેમાંથી આજે આપણે ગુજરાતના પ્રખ્યાત એવા કુલેર લાડુ (Kuler Ladoo Recipe) શીખવા જઈ રહ્યા છીએ. આ લાડુ ગુજરાતમાં કોઈ પણ તેહવાર પર બનાવવામાં આવતા હોઈ છે. આ લાડુ અન્ય લાડુ કરતા ખુબજ હેલ્થી અને સ્વાદિષ્ટ પણ છે કારણકે  આ લાડુ બાજરાના લોટમાંથી બનાવવામાં આવે છે જેમાં ભરપુર માત્રામાં પ્રોટીન હોઈ છે. આપ આ લાડુ પ્રશાદ માટે પણ બનાવી શકો છો અને ભક્તોને આપી શકો છો.

Kuler Ladoo Recipe, Kuler Laddu Recipe, Kuler Recipe, Gujarati Dessert Recipe, Indian Sweet Recipe, Ladoo Recipe, 5 Ingredients Recipe, No Fire Recipe.
Kuler Ladoo Recipe Photo.

ખુબજ ઝડપથી બની જાય તેવા આ લાડુ બાળકોને અને આપના પરિવારજનોને ચોક્કસપણે પસંદ પડશે. આ લાડુ બનાવવા માટે આપને મુખ્યત્વે બાજરાનો લોટ, ઘી, ગોળ, માવો અને આદુના પાવડરની જરૂર પડશે. આપ આસાનીથી આ તમામ સામગ્રીઓ બજારમાંથી મેળવી શકશો અને તુરંતજ આ લાડુ ઘર પર બનાવી શકશો. તો ચાલો મિત્રો જોઈએ કુલેર લાડુ બનાવવાની રીત.

કુલેર લાડુ બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૨૦૦ ગ્રામ બાજરાનો લોટ(millet flour).

અન્ય સામગ્રીઓ:

  • ૮૦ ગ્રામ ઘી(ghee).
  • ૮૦ ગ્રામ ગોળ(jaggery).
  • ૫૦ ગ્રામ મીઠો માવો(sweet khoya).
  • ૧ ચમચી આદુનો પાવડર(ginger powder).

કુલેર લાડુ બનાવવાની રીત:

  • સૌ પ્રથમ બાજરાના લોટને એક બાઉલમાં લઇ, ગોળને ખમણી  તેમાં ઉમેરી દો.
  • હવે તેને સરખી રીતે હાથ વડે મિક્ષ કરી લો.
  • હવે તેમાં મીઠો માવો અને આદુનો પાવડર ઉમેરી મિક્ષ કરી લો.
  • હવે તેમાં ઘી ઉમરો. હવે તેને મિક્ષ કરી લો.
  • હવે આ મિક્ષ્ચર માંથી આપના મનપસંદ શેપના લાડુ બનાવી સર્વ કરો.

Kuler Ladoo Recipe in Gujarati | કુલેર લાડુ રેસીપી | Indian Sweet Recipe

Kuler Ladoo Recipe in Gujarati language.
Course: Dessert
Cuisine: Indian
Author: Rakesh Prajapati

Ingredients

  • ૨૦૦ ગ્રામ બાજરાનો લોટ millet flour
  • ૮૦ ગ્રામ ઘી ghee
  • ૮૦ ગ્રામ ગોળ jiggery
  • ૫૦ ગ્રામ મીઠો માવો sweet khoya
  • ચમચી આદુનો પાવડર ginger powder

Instructions