Kothmir Mathri Recipe in Gujarati | કોથમીર મઠરી | Coriander Mathri

0
1755
Coriander Mathari Recipe, Coriander Mathri, Dhaniya Mathri Recipe, Masala Mathri Recipe, Khasta Masala Mathri Recipe, Indian Snacks Recipe. Kothmir Mathri Recipe.
Coriander Mathari Recipe Photo.

Kothmir Mathri Recipe in Gujarati | કોથમીર મઠરી | Coriander Mathri.

હેલ્લો ફ્રેન્ડ્સ, કોથમીર મઠરીએ (Kothmir Mathri) વધુ એક ક્રિસ્પી અને ક્રન્ચી એવી સ્નેક રેસીપી છે, જે ગુજરાતમાં અનેક જગ્યાઓ પર ફરશાનની દુકાનોમાં મળી જાય છે. આ મઠરીએ પૂરી જેવી જ હોઈ છે, ફક્ત આ મઠરી પૂરી કરતા ક્રન્ચી હોઈ છે. આ મઠરીમાં મુખ્ય સામગ્રી તરીકે કોથમીરનો ઉપયોગ કરાયો છે, જે સ્વાદમાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે. આ કોથમીર મઠરી આપ સવારના સમયે નાસ્તા તરીકે અથવા સંધ્યા સમયે પણ ગરમા-ગરમ ચાની સાથે સર્વ કરી શકો છો. આપ મેહમાનો અને બાળકોને પણ આ કોથમીર મઠરી સર્વ કરી શકો છો.

Coriander Mathari Recipe, Coriander Mathri, Dhaniya Mathri Recipe, Masala Mathri Recipe, Khasta Masala Mathri Recipe, Indian Snacks Recipe. Kothmari Mathri Recipe
Kothmari Mathri Recipe Photo.

કોથમીર મઠરી બનાવવા માટેની તમામ આવશ્યક સામગ્રીઓ આપ સરળતાથી બજારમાંથી કે ગ્રોસરી શોપ પરથી મેળવી શકો છો અને નીચે આપેલ સરળ સ્ટેપ્ને અનુસરીને એક ખુબજ સ્વાદિષ્ટ નાસ્તો તૈયાર કરી શકો છો. આપ ખુબજ ઓછા સમયમાં આ સ્નેક તૈયાર કરી શકશો અને બધાને સર્વ પણ કરી શકશો. તો ચાલો મિત્રો, જોઈએ કોથમીર મઠરી બનાવવાની રીત.

કોથમીર મઠરી બનવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૧ કપ મેંદાનો લોટ(All purpose flour).
  • ૩ ચમચી સમારેલ કોથમીર(coriander leaves).

અન્ય સામગ્રીઓ:

  • ૧ ચમચી સુકી કોથમીર(dry coriander).
  • ૧/૨ ચમચી અજમો(ajwain).
  • ૧ ચમચી તલ(sesame seeds).
  • ૧.૨ ચમચી લાલ મરચું પાવડર(red chili powder).
  • ૧/૮ ચમચી હળદર પાવડર(turmeric powder).
  • નમક સ્વાદ અનુસાર(salt).
  • ૨ ચમચી તેલ(oil).
  • મઠરી તળવા માટે તેલ(oil).

કોથમીર મઠરી બનાવવાની રીત:

  • સૌ પ્રથમ મેંદાના લોટને એક બાઉલમાં ચાળી લઇ તેમાં હળદર પાવડર, નમક, અજમો, સુકી કોથમીર, તલ, તેલ, લાલ મરચું પાવડર નાંખી બધુજ મિક્ષ કરી લો.
  • હવે તેમાં સમારેલી કોથમીર નાંખી બધુજ મિક્ષ કરી લો. હવે તેમાં જરૂર અનુસાર પાણી નાંખી લોટ બાંધી લો અને આ લોટને ૫ મિનીટ માટે એકબાજુ મૂકી દો.
  • હવે એક કડાઈમાં તેલ લઇ ગેસ ચાલુ કરો અને અગાઉ બાંધેલા લોટમાંથી નાની પૂરી વણી લો. આ પુરીની જાડાઈ પરોઠા જેવી હોવી જોઈએ. હવે આ પુરીમાં ફોલ્ક સ્પુનની મદદથી કાણા પાડી લો.
  • હવે આ પૂરીને ગરમ તેલ નાખો અને તેને થોડી વાર સુધી અથવા અડધી પાકી જાય ત્યાં સુધી તળી લો. તેને ૧૦ મિનીટ સુધી પ્લેટમાં કાઢી લો અને ઠંડી પડવા દો.
  • હવે આ પૂરીને ફરીથી મધ્યમ તાપમાન પર તળી લો, જેથી આ પૂરી એકદમ ક્રિસ્પી બની જાય. હવે આ મઠરીને પ્લેટમાં લઇ લો અને ચા અથવા કોફી સાથે સર્વ કરો.

Kothmir Mathri Recipe in Gujarati | કોથમીર મઠરી | Coriander Mathri

How to make kothmir mathri at home.
Course: Snack
Cuisine: Indian
Author: Rakesh prajapati

Ingredients

  • કપ મેંદાનો લોટ All purpose flour
  • ચમચી સમારેલ કોથમીર coriander leaves
  • ચમચી સુકી કોથમીર dry coriander
  • ૧/૨ ચમચી અજમો ajwain
  • ચમચી તલ sesame seeds
  • ૧.૨ ચમચી લાલ મરચું પાવડર red chili powder
  • ૧/૮ ચમચી હળદર પાવડર turmeric powder
  • નમક સ્વાદ અનુસાર salt
  • ચમચી તેલ oil
  • મઠરી તળવા માટે તેલ

Instructions