Kathiyawadi Mix Veg Curry Recipe in Gujarati | કાઠીયાવાડી મિક્ષ વેજ શાક

0
956
Simple Mix Veg Curry Recipe, Kathiyawadi Mix Veg Curry Recipe, Kathiyawadi Mix Vegetable Curry Recipe, Mix Vegetable Curry Recipe, Kathiyawadi Mix Veg Shaak Recipe, Gujarati Shaak Recipe, Gujarati Curry Recipe, Gujarati Cuisine, Indian Curry Recipe.
Simple Mix Veg Curry Recipe Photo.

Kathiyawadi Mix Veg Curry Recipe in Gujarati | કાઠીયાવાડી મિક્ષ વેજ શાક.

હેલ્લો ફ્રેન્ડ્સ, સામાન્ય રીતે મોટા ભાગના પરિવારના લોકો રોજ રોજ એક જ શાક ખાવાને બદલે કઈક અલગ અને સ્વાદિષ્ટ શાક ખાવાની માંગણી કરતા હોઈ છે. ઉપરાંત પરિવારના તમામ લોકોની અલગ અલગ પસંદીદા શાકભાજીઓ હોવાને કારણે ગૃહિણીઓ હમેશા શાક બનાવવામાં મૂંઝવણ અનુભવતી હોઈ છે, ત્યારે આપના માટે જો કોઈ એકદમ બેસ્ટ ઉપાય હોઈ, તો તે છે કાઠીયાવાડી મિક્ષ વેજ કરી (Kathiyawadi Mix Veg Curry). આ શાકમાં લગભગ બધાજ લોકોની મનપસંદ શાક્ભાજીઓનો ઉપયોગ કર શકાય છે. ઉપરાંત આ શાકમાં તમામ પ્રોટીનયુક્ત શાકભાજીઓનો ઉપયોગ થાય છે, જેથી આ શાકને હેલ્થી કરી રેસીપી પણ કહી  શકાય.

Simple Mix Veg Curry Recipe, Kathiyawadi Mix Veg Curry Recipe, Kathiyawadi Mix Vegetable Curry Recipe, Mix Vegetable Curry Recipe, Kathiyawadi Mix Veg Shaak Recipe, Gujarati Shaak Recipe, Gujarati Curry Recipe, Gujarati Cuisine, Indian Curry Recipe.
Kathiyawadi Mix Veg Curry Recipe Photo.

આપ મેહમાનોને પણ આ શાક સર્વ કરી શકો છો. આપ આપના બાળકો અને પરિવારજનો માટે પણ આ શાક ઝડપથી બનાવી શકો છો. આ શાક હેલ્થી હોવાની સાથોસાથ ટેસ્ટી પણ છે અને તમામ આવશ્યક સામગ્રીઓ ખુબજ આસાનથી બજારમાંથી મળી જાય તેવી છે. આપ આ કાઠીયાવાડી વેજ મિક્ષ શાક કોઈ પણ તેહવાર પર કે અન્ય કોઈ પ્રસંગે ઘર પર સરળતાથી બનાવી શકો છો અને સર્વ કરી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ કાઠીયાવાડી વેજ મિક્ષ કરી બનાવવાની રીત.

કાઠીયાવાડી વેજ મિક્ષ કરી બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૨ ચમચી સમારેલ અને તળેલ બટાટા(potato).
  • ૨ ચમચી સમારેલ અને તળેલ રીંગણ(brinjal).
  • ૨ ચમચી સમારેલ અને તળેલ લીલા, લાલ અને પીળા મરચા(red, yellow and green capsicum).
  • ૨ ચમચી સમારેલ કોબીજ(cabbage).
  • ૨ ચમચી સમારેલ ડુંગળી(onion).
  • ૧ મધ્યમ કદનું સમારેલ ટમેટું(tomato).
  • ૩ ચમચી ડુંગળીની પેસ્ટ(onion paste).
  • ૨ ચમચી પકવેલ અમેરિકન મકાઈ(American corn kernels).
  • ૨ ચમચી દહીં(curd).

અન્ય સામગ્રીઓ:

  • ૧ ચમચી આદુની ચટની(ginger chutney).
  • ૧/૨ ચમચી હળદર પાવડર(turmeric powder).
  • ૧ ચમચી ધાણા પાવડર(coriander powder).
  • ૧ ચમચી જીરું(cumin seeds).
  • ૧/૨ ચમચી ગરમ મસાલો(garam masala).
  • ૧ ચમચી કોથમીર(coriander leaves).
  • નમક (salt).
  • ૩ ચમચી તેલ (oil).

સજાવટ માટે:

  • થોડા સુકા લાલ મરચા (dry red chillies).
  • થોડી કોથમીર (coriander leaves).

કાઠીયાવાડી વેજ મિક્ષ કરી બનાવવાની રીત:

  • સૌ પ્રથમ એક નોન-સ્ટીક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં સુકા લાલ મરચા નાંખી તેને થોડી વાર સુધી તળી પ્લેટમાં કાઢી લો.
  • હવે તે જ તેલમાં થોડું જીરું નાંખી, ત્યારબાદ તેમાં ડુંગળીની પેસ્ટ ઉમેરો. જયારે તેમાંથી તેલ છુટું પડવા લાગે ત્યારે તેમાં લસણની ચટની નાંખી થોડી વાર સાંતડો.
  • હવે તેમાં ટામેટા નાંખી તે સોફ્ટ બનવા લાગે ત્યારે તેમાં હાદ્ર પાવડર, નમક, કોથમીર ઉમેરી તમામ મસાલાઓને થોડી વાર સાંતડો.
  • હવે તેમાં દહીં,ઉમેરી થોડી વાર પકાઓ. ત્યારબાદ તેમાં થોડું પાણી, તળેલ રીંગણ, બટાટા, કોબીજ અને ત્રણે કેપ્સીકમ, ડુંગળી અને મકાઈ નાંખી મિક્ષ કરી લો.
  • હવે તેને ઢાંકી દઈ જયારે શાક તેલ છુટું પાડવા લાગે ત્યારે અને શાકભાજી સરખી રીતે પાકી જાય ત્યારે તેમાં ગરમ મસાલો ઉમેરી, ફરીથી ઢાંકી દઈ ૧ મિનીટ સુધી પકાઓ.
  • ૧ મિનીટ બાદ ગેસ બંધ કરી શાકને બાઉલમાં લઇ સર્વ કરો.

Kathiyawadi Mix Veg Curry Recipe in Gujarati | કાઠીયાવાડી મિક્ષ વેજ શાક

Kathiyawadi veg mix curry recipe in gujarati language.
Course: Curries
Cuisine: Indian
Author: Rakesh P{rajapati

Ingredients

  • ચમચી સમારેલ અને તળેલ બટાટા potato
  • ચમચી સમારેલ અને તળેલ રીંગણ brinjle
  • ચમચી સમારેલ અને તળેલ લીલા લાલ અને પીળા મરચા(red, yellow and green capsicum)
  • ચમચી સમારેલ કોબીજ cabbage
  • ચમચી સમારેલ ડુંગળી onion
  • મધ્યમ કદનું સમારેલ ટમેટું tomato
  • ચમચી ડુંગળીની પેસ્ટ onion paste
  • ચમચી પકવેલ અમેરિકન મકાઈ American corn kernels
  • ચમચી દહીં curd
  • ચમચી આદુની ચટની ginger chutney
  • ૧/૨ ચમચી હળદર પાવડર turmeric powder
  • ચમચી ધાણા પાવડર coriander powder
  • ચમચી જીરું cumin seeds
  • ૧/૨ ચમચી ગરમ મસાલો garam masala
  • ચમચી કોથમીર coriander leaves
  • નમક
  • ચમચી તેલ
  • થોડા સુકા લાલ મરચા
  • થોડી કોથમીર

Instructions