Katchi Kadak Recipe in Gujarati | કચ્છી કડક રેસીપી | Fast Food.
હેલ્લો ફ્રેન્ડ્સ, આજે આપણે કચ્છની ખુબજ પ્રખ્યાત વાનગીઓમાની એક વાનગી શીખવાના છીએ, જેનું નામ છે કચ્છી કડક (Katchi Kadak). કચ્છની ખુબજ પ્રખ્યાત એવી આ વાનગી ગુજરાતના દરેક શહેરોમાં ઉપલબ્ધ છે. આપ આ વાનગી ઘર પર પણ ખુબજ સરળતાથી બનાવી શકો છો. સામાન્ય રીતે મોટા ભાગના લોકો સ્વચ્છતા અને ચોકસાઈને ધ્યાનમાં રાખીને ફાસ્ટ ફૂડ રેસીપીસ ઘર પર જ બનાવવાનો આગ્રહ રાખતા હોઈ છે. જેથી આપ આ વાનગી ઘર પર આસાનીથી બનાવી શકો છો. કચ્છી કડક બનાવવાની રીત ખુબજ સરળ છે અને ખુબજ ઝડપથી આ વાનગી ઘર પર બનાવી શકાય છે.

બાળકોને આપ આ વાનગી ખુબજ ઝડપથી બનાવીને તેમને સર્વ કરી શકો છો. કચ્છી કડક બનાવવા માટેની તમામ સામગ્રીઓ ખુબજ સરળતાથી બજારમાંથી મળી જાય તેવી છે. આ વાનગી બનાવવા માટે આપને મુખ્યત્વે બ્રેડ, બટાટા, ડુંગળી અને ટામેટાની જરૂર પડશે. આ વાનગીમાં શાકભાજીઓનો પણ ઉપયોગ થતો હોવાથી આ વાનગીને એક હેલ્થી વાનગી પણ કહી શકાય. નીચે દર્શાવેલ રીતની મદદથી આપ ખુબજ ઓછા સમય ની અંદર એક સુંદર વાનગી તૈયાર કરી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ કચ્છી કડક બનાવવાની રીત.
કચ્છી કડક બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રીઓ:
- ૧૫૦ ગ્રામ ટોસ્ટ(toast).
- ૧ મોટું છીણેલું બટાટુ(potato).
- ૨ ચમચી ઝીણી સમારેલ ડુંગળી(onion).
- ૨ ચમચી ઝીણું સમારેલ ટમેટું(tomato).
અન્ય સામગ્રીઓ:
- ૨ ચમચી દાબેલી મસાલો(dabeli masala).
- ૨ ચમચી તીખા બી(spicy peanuts).
- ૨ ચમચી બેસન સેવ(besan sev).
- ૨ ચમચી દાડમના દાણા(pomegranate seeds).
- ૧ ચમચી તાજું નારિયેળનું ખમણ(grated fresh coconut).
- ૧ ચમચી ઝીણી સમારેલ કોથમીર(coriander leaves).
- ૩-૪ ચમચી ગોળ-આંબલીની ચટની(jaggery-tamarind chutney).
- ૧ ચમચી લીલી ચટની(green chutney).
- ૧/૨ ચમચી લાલ મરચું પાવડર(red chili powder).
- ૧/૨ ચમચી હીંગ(asafoetida).
- નમક સ્વાદ અનુસાર(salt).
- પાણી જરૂર અનુસાર(water).
- ૨ ચમચી તેલ(oil).
સજાવટ માટે:
- થોડી તાજી કોથમીર(coriander leaves).
કચ્છી કડક બનાવવાની રીત:
- સૌ પ્રથમ એક નોન-સ્ટીક કડાઈમાં તેલ ગરમ કરી, તેમાં હીંગ અને દાબેલી મસાલો નાંખી બન્નેને ૩૦ સેકેંડ સુધી શેકો. હવે ટી છીણેલું બટાટુ નાંખી તેને પણ દાબેલી મસાલા સાથે ૧ મિનીટ સુધી શેકો.
- હવે તેમાં લાલ મરચું પાવડર નાંખી તેને બટાટા સાથે સરખી રીતે મિક્ષ કરો. હવે તેમાં જરૂર અનુસાર પાણી નાંખી, નમક, મીઠી ચટની અને લીલી ચટની ઉમેરો. આ મિક્ષ્ચર ઉકળવા લાગે ત્યાં સુધી તેને પકાઓ.
- ૧ મિનીટ બાદ તેમાં ટોસ્ટના ટુકડા ઉમેરી સરખી રીતે મિક્ષ કરો. જેથી ટોસ્ટ બધુજ સરખી રીએ શોષી લે.
- હવે કચ્છી કડકને સર્વિંગ પ્લેટમાં લઇ તેમાં થોડી મીઠી ચટની, લીલી ચટની, તાજું નારીયેલનું ખમણ, દાડમના દાણા, સમારેલ ડુંગળી અને ટામેટા નાંખી સર્વ કરો.
Katchi Kadak Recipe in Gujarati | કચ્છી કડક રેસીપી | Fast Food
Ingredients
- ૧૫૦ ગ્રામ ટોસ્ટ toast
- ૧ મોટું છીણેલું બટાટુ potato
- ૨ ચમચી ઝીણી સમારેલ ડુંગળી onion
- ૨ ચમચી ઝીણું સમારેલ ટમેટું tomato
- ૨ ચમચી દાબેલી મસાલો dabeli masala
- ૨ ચમચી તીખા બી spicy peanuts
- ૨ ચમચી બેસન સેવ besan sev
- ૨ ચમચી દાડમના દાણા pomegranate seeds
- ૧ ચમચી તાજું નારિયેળનું ખમણ grated fresh coconut
- ૧ ચમચી ઝીણી સમારેલ કોથમીર coriander leaves
- ૩-૪ ચમચી ગોળ-આંબલીની ચટની jaggery-tamarind chutney
- ૧ ચમચી લીલી ચટની green chutney
- ૧/૨ ચમચી લાલ મરચું પાવડર red chili powder
- ૧/૨ ચમચી હીંગ asafoetida
- નમક સ્વાદ અનુસાર salt
- પાણી જરૂર અનુસાર water
- ૨ ચમચી તેલ oil
- થોડી તાજી કોથમીર coriander leaves
Instructions