Karela nu Bharelu Shaak Recipe in Gujarati | ભરેલા કારેલાનું શાક

0
390
Masala Karela ki Subzi Recipe in Hindi, Bharwa Karela Recipe, Stuffed Karela Recipe, Stuffed Bitter Gourd Recipe, Bharela Karela Recipe. Karela nu Bharelu Shaak Recipe.
Masala Karela ki Subzi Recipe in Hindi Photo.

Karela nu Bharelu Shaak Recipe in Gujarati | ભરેલા કારેલાનું શાક.

નમસ્તે મિત્રો, સામાન્ય રીતે મોટા ભાગના લોકો કારેલાનું નામ સાંભળીને જ મો બગડતા હોય છે કારણકે તેનો સ્વાદ એકદમ કડવો હોઈ છે. પરતું આજે આપણે તેમાંથી એક એવું શાક બનાવતા શીખીશું કે જેને ચાખ્યા પછી કોઈ પણ વ્યક્તિ તેને ખાવા માટે ના કહી જ નહી શકે. આ શાક કરેલાને ભરીને બનાવવામાં આવેલ છે. જેવી રીતે રીંગણ ને ભરીને તેમાંથી ભરેલા રીંગણનું શાક બનાવવામાં આવતું હોઈ છે તે જ રીતે કરેલાને પણ ભરીને ભરેલા કરેલા નું શાક (Karela nu Bharelu Shaak) બનાવવામાં આવતું હોઈ છે. જે સામાન્ય રીતે ગુજરાતી ઘરોમાં તો આવર-નવાર બનાવવામાં આવતું હોઈ છે.

Stuffed Bitter Gourd Recipe, Stuffed Karela Recipe, Bharwa Karela Recipe, Masala Karela Curry Recipe, Indian Curry Recipe.
Karela nu Bharelu Shaak Recipe Photo.

આ શાક બનાવવું તો ઘણું સરળ છે જ ઉપરાંત આ શાકમાં કારેલાનો ટેસ્ટ પણ સામાન્ય શાકના પ્રમાણમાં ઓછો કડવો લાગશે. ભરેલા કારેલાનું શાક બનાવવા માટેની તમામ આવશ્યક સામગ્રી ખુબજ ઘરેલું અને સાદી છે. જેથી આપ કોઈ પણ સમયે સામગ્રી એકઠી કરવાની ચિંતા કર્યા વગર આ શાક આપના પરિવારજનો માટે અને મિત્રો માટે બનાવી શકો છો. તો ચાલો મિત્રોજોઈએ ભરેલા કારેલાનું શાક (Karela nu bharelu shaak) બનાવવાની રીત.

ભરેલા કારેલાનું શાક બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૨૫૦ ગ્રામ કારેલા(bitter gourd).
  • ૩ ચમચી મગફળીના બી(peanuts).
  • ૩ ચમચી તલ(seasum seeds).

અન્ય સામગ્રીઓ:

  • ૧ ઇંચના આદુના ૨ કટકા(ginger).
  • ૨-૩ લીલા મરચા(green chilies).
  • ૮-૧૦ લસણની કરી(garlic cloves).
  • ૧/૨ ચમચી હળદર પાવડર(turmeric powder).
  • ૧/૨ ચમચી લાલ મરચું પાવડર(red chili powder).
  • ૧ ચમચી જીરું(cumin seeds).
  • ૧ ચમચી શાહી ગરમ મસાલો(garam masala).
  • ૨ ચમચી ચણાનો લોટ(gram flour).
  • નમક સ્વાદ અનુસાર(salt).
  • ૬ ચમચી તેલ(oil).

ભરેલા કારેલાનું શાક બનાવવા માટેની રીત:

  • સૌ પ્રથમ કારેલાને ધોઈ તેની ઉપરની છાલ ઉતારી લો. ધ્યાન રાખો કે ફક્ત ઉપરની થોડીજ છાલ ઉતારવાની છે. બધાજ કારેલામાં કાપો લગાવી તેમાંથી બધાજ બી એક બાઉલમાં કાઢી લઇ તેને એકબાજુ મૂકી દો અને કારેલાને પણ અલગ બાઉલમાં લઇ લો.
  • હવે એક ખાંડણી લઇ તેમાં કારેલાના બી, આદું-લસણ, લીલા મરચા, લાલ મરચું પાવડર, શાહી ગરમ મસાલો, મગફળીના બી, તલ, જીરું, હળદર પાવડર, નમક નાંખી તેને ખાંડી લો. સ્ટફીંગ રેડી છે.
  • હવે નોન-સ્ટીક કડાઈમાં ૨ ચમચી તેલ ગરમ કરી, તેમાં બનાવેલું સ્ટફીંગ નાંખી તેને થોડી વાર ધીમા ગેસ પર પાણી શોષાય જાય ત્યાં સુધી સાંતડો.
  • હવે તેમાં ચણાનો લોટ ઉમેરી, થોડી વાર સાંતડો. ત્યારબાદ ગેસ બંધ કરી સ્ટફીંગને એક બાઉલમાં કાઢી લો અને ઠંડું પડવા દો.હવે બધાજ કારેલામાં સ્ટફીંગ ભરી દો અને કડાઈમાં  ચમચી તેલ ગરમ થવા મૂકી દો.
  • જયારે તેલ થોડું ગરમ થઇ જાય ત્યારે તેમાં ભરેલા કરેલાં નાંખી તેના પર થોડું નમક છાંટી દો. તેને ઢાંકી દઈ થોડી મીનીટો માટે પકાઓ. જયારે બધાજ કારેલા પાકી જાય ત્યારે ગેસ બંધ કરી તેને સર્વિંગ પ્લેટમાં લઇ સર્વ કરો.

Karela nu bharelu shaak recipe in gujarati | ભરેલા કારેલાનું શાક

Easy and simple stuffed bitter gourd recipe in gujarati
Course: Curries
Cuisine: Indian
Author: Rakesh prajapati

Ingredients

  • ૨૫૦ ગ્રામ કારેલા bitter gourd
  • ચમચી મગફળીના બી peanuts
  • ચમચી તલ seasum seeds
  • ઇંચના આદુના ૨ કટકા ginger
  • ૨-૩ લીલા મરચા green chilies
  • ૮-૧૦ લસણની કરી garlic cloves
  • ૧/૨ ચમચી હળદર પાવડર turmeric powder
  • ૧/૨ ચમચી લાલ મરચું પાવડર red chili powder
  • ચમચી જીરું cumin seeds
  • ચમચી શાહી ગરમ મસાલો garam masala
  • ચમચી ચણાનો લોટ gram flour
  • નમક સ્વાદ અનુસાર salt
  • ચમચી તેલ oil

Instructions