Kapuria Steam Dhokla Recipe in Gujarati | કપુરિયા સ્ટીમ ઢોકળા

0
113
Kapuria Steam Dhokla Recipe in Hindi, Kapuria Dhokla Recipe, Kapuriya Recipe, Gujarati Snacks Recipe, Gujarati Cuisine.
Kapuria Steam Dhokla Recipe in Hindi Photo.

Kapuria Steam Dhokla Recipe in Gujarati | કપુરિયા સ્ટીમ ઢોકળા.

નમસ્તે મિત્રો, આજે આપણે ઢોકળાની વધુ એક નવીન વેરાયટી શીખીશું જેનું નામ છે કપુરિયા સ્ટીમ ઢોકળા (Kapuria Steam Dhokla). આ કપુરિયા સ્ટીમ ઢોકળાએ એકદમ સ્વાદિષ્ટ અને ઝડપથી બનાવી શકાય તેવું વર્ઝન છે. આ સ્ટીમ ઢોકળા નાનાથી મોટા સુધીના તમામ લોકોને પસંદ પડે તેવું છે. જેથી આપ આપના આખા પરિવારજનો માટે આ સ્ટીમ ઢોકળા ઘર પર બનાવી શકો છો. આ ઢોકળા બનાવવાની અનેક રીતો છે અને ઘણા અલગ અલગ મસાલાઓના ઉપયોગ દ્વારા બનાવવામાં આવતા હોઈ છે. જેમાંથી આજ આપણે સૌથી સરળ અને સાદી રીત શીખીશું.

Kapuria Steam Dhokla Recipe, Kapuria Dhokla Recipe, Kapuria Recipe, Kapuriya Dhokla Recipe, Indian Snacks Recipe.
Kapuria Steam Dhokla Recipe Photo.

કપુરિયા સ્ટીમ ઢોકળા બનાવવા ઘણા આસાન છે. ચોક્કસ રીતની મદદથી આપ આસાનીથી ઘર પર બનાવી શકો છો. આ ઢોકળા બનાવવા માટે ફક્ત ચોખા, ચણાની દાળ, તુવેર દાળ અને ચાસની સાથે અન્ય મસાલાઓની જરૂર પડશે. જે ખુબજ આસાનીથી દરેક ઘરના રસોડે ઉપલબ્ધ હોઈ છે. તો ચાલો મિત્રો જોઈએ કપુરિયા સ્ટીમ ઢોકળા બનાવવાની રીત.

કપુરિયા સ્ટીમ ઢોકળા બનાવવા માટે ની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૩ કપ ચોખા(rice).
  • ૧/૨ કપ ચણા દાળ(gram lentil).
  • ૧/૨ કપ તુવેર દાળ(tuver dal).
  • છાસ જરૂર અનુસાર(butter milk).

અન્ય સામગ્રીઓ:

  • ૨ ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ(ginger-garlic-chili paste).
  • ૨ ચમચી કોથમીર(coriander leaves).
  • ૨ ચમચી કુકિંગ સોડા(cooking soda).
  • ૧ ચમચી રાઈ(mustard seeds).
  • થોડા ઘણા ક્રશ કરેલા બી(coarsely grinded peanuts).
  • થોડા ઘણા ક્રશ કરેલા ધાણા(coriander seeds).
  • ૧/૨ ચમચી લાલ મરચું પાવડર(red chili powder).
  • નમક સ્વાદ અનુસાર(salt).
  • ૨ ચમચી તેલ(oil).

કપુરિયા સ્ટીમ ઢોકળા બનાવવાની રીત:

  • સૌ પ્રથમ ચણા દાળ અને તુવેર દાળને એક મિક્ષ્ચર જારમાં લઇ તેને બ્લેન્ડ કરી લો અને એક બાઉલમાં કાઢી લો. હવે તેમાં છાસ ઉમેરી એ મિશ્રણને ૧ કલાક સુધી એકબાજુ મૂકી દો.
  • ૧ કલાક બાદ તેમાં આદું-લસણ-મરચાંની પેસ્ટ, નમક, હળદર પાવડર, લાલ મરચું પાવડર, કોથમીર ઉમેરી આ બધીજ વસ્તુ સરખી રીતે મિક્ષ કરી લો.
  • જો મિશ્રણ ઘાટું દેખાય તો તેમાં થોડું પાણી ઉમેરો. મિશ્રણ રેડી શકાય તે રીતે હોવું જોઈએ. હવે તડકામાટેની કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ના દાણા નાંખી ફૂટવા દો.
  • જયારે તે ફૂટવા લાગે ત્યારે તેમાં થોડા ઘણા ક્રશ કરેલા બી અને ધાણા નાંખી તરતજ આ તડકાને અગાઉ તૈયાર કરેલા બેટરમાં રેડી દો. હવે આ બેટરમાં સોડાની સાથે નમક ઉમેરી મિક્ષ કરી લો.
  • હવે ચા ના નાનકડા ગ્લાસ લા તેને તેલ વડે ગ્રીસ કરી દરેક ગ્લાસમાં ૨ -૨ ચમચી બેટર નાંખી સ્ટીમરમાં મૂકી, ૧૦-૧૨ મિનીટ સુધી સ્ટીમ કરી લો.
  • ૧૦-૧૨ મિનીટ બાદ તેમાં ચપ્પુ લગાવી ચેક કરી લો, જો ચપ્પુ ચોખ્ખું બહાર આવે તો ઢોકળા તૈયાર છે, નહી તો તેને હજુ થોડી વાર સ્ટીમ કરવા રાખી મુકો.
  • હવે આ ગ્લાસીસને સ્ટીમરમાંથી બહાર કાઢી અને ઢોકળાને બહાર કાઢી લો અને ગરમા-ગરમ સર્વ કરો.

Kapuria Steam Dhokla Recipe in Gujarati | કપુરિયા સ્ટીમ ઢોકળા

How to make kapuria steam dhokla at home.
Course: snacks
Cuisine: Indian
Author: Rakesh prajapati

Ingredients

  • કપ ચોખા rice
  • ૧/૨ કપ ચણા દાળ gram lentil
  • ૧/૨ કપ તુવેર દાળ tuver daal
  • છાસ જરૂર અનુસાર butter milk
  • ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ ginger-garlic-chili paste
  • ચમચી કોથમીર coriander leaves
  • ચમચી કુકિંગ સોડા cooking soda
  • ચમચી રાઈ mustard seeds
  • થોડા ઘણા ક્રશ કરેલા બી coarsely grinded peanuts
  • થોડા ઘણા ક્રશ કરેલા ધાણા coriander seeds
  • ૧/૨ ચમચી લાલ મરચું પાવડર red chili powder
  • નમક સ્વાદ અનુસાર salt
  • ચમચી તેલ oil

Instructions