Kaju Ni Puri Recipe in Gujarati | કાજુની પૂરી | Sweet Puri Recipe.
હેલ્લો ફ્રેન્ડ્સ, કાજુની પૂરી (Kaju ni Puri) એ એક સ્વાદિષ્ટ અને મીઠી એવી સ્વીટ રેસીપી છે. બનાવવામાં આસાન અને ટેસ્ટમાં એકદમ સ્વાદિષ્ટ એવી આ પૂરી ભારતીય તેહવારો જેવા કે જન્માષ્ટમી, દિવાળી, ગણેશ ચતુર્થી માટે પરફેક્ટ છે. આ કાજુ પૂરી આપ સામાન્ય દિવસોમાં પણ આપના પરિવારજનો અને બાળકો માટે બનાવી શકો છો. કાજુ એ લગભગ તમામ લોકોની પસંદિદા વસ્તુ છે, જેનો મોટે ભાગે ઉપયોગ કેટલીક સ્વીટમાં સજાવટ માટે જ થતો હોઈ છે, જયારે આજે આપણે આ સામગ્રી નો ઉપયોગ એક મુખ્ય સામગ્રી તરીકે કરીને એક સુંદર અને સ્વાદિષ્ટ એવી વાનગી તૈયાર કરશું. નાનાથી મોટા સુધીના તમામ લોકોને આ વાનગી પસંદ પડશે.

આ સ્વીટ ડીશ બનાવવી ખુબજ સરળતાથી ઘર પર બનાવી શકો છો અને સર્વ કરી શકો છો. આ પૂરી બનાવવા માટે આપને ઘી, કાજુ અને ખાંડ અને અન્ય આવશ્યક સામગ્રીઓની જરૂર રહેશે. આપ આ તમામ આવશ્યક સામગ્રીઓની મદદથી ખુબજ સરળતાથી ઘર પર કાજુની પૂરી બનાવી શકશો. તો ચાલો મિત્રો જોઈએ કાજુની પૂરી બનાવવાની રીત.
કાજુની પૂરી બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રીઓ:
- ૩ ચમચી કાજુનો થોડો જાડો પાવડર(coarse powder of cashew nuts).
- ૩ ચમચી બીનો થોડો જાડો ભુક્કો(coarse powder of peanuts).
- ૫૦ ગ્રામ ઘઉંનો થોડો જાડો પાવડર(coarse powder of wheat).
- ૧૦૦ ગ્રામ ઘઉંનો લોટ(wheat flour).
અન્ય સામગ્રીઓ:
- ૧ ચમચી ઘી(ghee).
- ૧/૮ ચમચી એલચી પાવડર(cardamom powder).
- પૂરી તળવા માટે ઘી(ghee).
ચાસણી માટે:
- ૧ કપ ખાંડ(sugar).
- ૧/૨ કપ પાણી(water).
કાજુ પૂરી બનાવવાની રીત:
- સૌ પ્રથમ કાજુ નો પાવડર, બીનો ભુક્કો, ઘઉંનો પાવડર, ઘઉંનો લોટ, એલચી પાવડર બાઉલમાં લઇ મિક્ષ કરી લો. હવે તેમાં જરૂર અનુસાર પાણી નાંખી તેમાંથી લોટ બાંધી લો અને ૩૦ મિનીટ સુધી એકબાજુ મૂકી દો.
- ૩૦ મિનીટ બાદ તેમાંથી નાના બોલ્સ બનાવી તેને પુરીની સાઈઝમાં વણી લો. હવે ફોલ્ક સ્પુન અથવા ટુથપીકની મદદથી દરેક પુરીમાં કાણા પાડો.
- હવે કડાઈમાં ઘી ગરમ કરી, જયારે ઘી ગરમ થઇ જાય ત્યારે તેમાં આ પૂરી લાઈટ ગોલ્ડન બ્રાઉન થઇ જાય ત્યાં સુધી મધ્યમ તાપમાન પર તળી લો.
- હવે આ પૂરીને પ્લેટમાં કાઢી લઇ ઠંડી પડવા દો. હવે એક જાડા તળિયા વાળી કડાઇ લઇ તેમાં ૧ કપ ખાંડ અને ૧/૨ કપ પાણી નાંખી ગેસ પર મુકો.
- આપણે ૩ થ્રેડની ચાસણી જોઈએ છીએ. તેને અંગુઠા વડે ચેક કરી લો, જો તેની ૩ થ્રેડની ચાસણી આવી ગઈ હોઈ તો તે રેડી છે. હવે તરતજ પૂરીને આ ચાસણીમાં ડુબોડી, પ્લેટમાં કાઢી લો.
- તેને ૩-૪ કલાક માટે એકબાજુ મૂકી દો, ૩-૪ કલાક બાદ ચાસણી સુકાય જશે, અને કાજુ પૂરી સર્વ કરવા માટે તૈયાર થઇ જશે.
Kaju Ni Puri Recipe in Gujarati | કાજુની પૂરી | Sweet Puri Recipe
Ingredients
- ૩ ચમચી કાજુનો થોડો જાડો પાવડર coarse powder of cashew nuts
- ૩ ચમચી બીનો થોડો જાડો ભુક્કો coarse powder of peanuts
- ૫૦ ગ્રામ ઘઉંનો થોડો જાડો પાવડર coarse powder of wheat
- ૧૦૦ ગ્રામ ઘઉંનો લોટ wheat flour
- ૧ ચમચી ઘી ghee
- ૧/૮ ચમચી એલચી પાવડર cardamom powder
- પૂરી તળવા માટે ઘી ghee
- ૧ કપ ખાંડ sugar
- ૧/૨ કપ પાણી water
Instructions