Kadhi Pakoda Recipe in Gujarati | કઢી પકોડા રેસીપી

0
31
Kadhi Pakoda Recipe, Kadhi Pakora Recipe, Punjabi Curry Recipe, Healthy Indian Curry Recipe.
Kadhi Pakora Recipe Photo.

Kadhi Pakoda Recipe in Gujarati | કઢી પકોડા રેસીપી.

કઢી પકોડા (Kadhi Pakoda Recipe) એ પંજાબી રાંધણકળાની ખુબજ પ્રખ્યાત વાનગીઓ માંની એક વાનગી છે જે ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ અને મસાલાઓથી ભરપુર હોઈ છે. કઢી અને પકોડાઓનું મિશ્રણ કરીને બનાવાયેલ આ વાનગીને એક પરફેક્ટ ડીનર રેસીપી ખી શકાય. કારણકે આ ડીશને આપ ડીનર માટે ચોક્સ્સ્પને સર્વ કરી શકો છો. ઉપરાંત મેહમાનોને પણ આપ આ સ્પેસીઅલ ડીશ સર્વ કરી શકો છો. ખુબજ ટ્રેડીશનલ સ્વાદ આપતી એવી આ કઢી પકોડા રેસીપી બનાવવી પણ ખુબજ સરળ છે.

Kadhi Pakoda Recipe, Kadhi Pakora Recipe, Punjabi Curry Recipe, Healthy Indian Curry Recipe.
Kadhi Pakoda Recipe Photo.

પંજાબી કઢી એ અન્ય ભારતીય રાંધણકળાની કાઢીઓ કરતા ઘણીજ અલગ હોઈ છે. કારણ કે તે અન્ય ક્ઢીઓ કરતા ઘટ્ટ અને ક્રીમી હોઈ છે. આ કઢીમાં ઉપયોગ કરાયેલ તમામ સામગ્રીઓ ઘરેલુજ હોઈ છે. જેથી આપ કોઈ પણ સમયે સામગ્રીઓની ચિંતા કર્યા વગર કઢી પકોડા ઘર પર બનાવી શકો છો. તો ચાલો મિત્રો, જોઈએ કઢી પકોડા બનાવાવની રીત.

કઢી પકોડા બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૩૦૦ ml દહીં(curd)
  • ૭૫-૮૦ ગ્રામ ચણાનો લોટ(gram flour)
  • ૧-૨ સુકા અને કાપેલા લાલ મરચા(dry red chilies)
  • ૧ ચમચી આદુનો રસ(ginger juice)
  • ૧/૨ ચમચી હળદર પાવડર(turmeric powder)
  • ૧/૪ ચમચી લાલ મરચું પાવડર(red chili powder)
  • ૧/૪ ચમચી રાઈના દાણા(mustard seeds)
  • ૧/૪ ચમચી મેથીના દાણાનો પાવડર(crushed fenugreek seeds)
  • ૧/૨ ચમચી ધાણા પાવડર(coriander powder)
  • થોડા લીમડાના પાંદ(curry leaves)
  • ચપટી હીંગ(asafetida)

પકોડા બનવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

  • ૩ ચમચી ચણાનો લોટ(gram flour)
  • ૪ મધ્યમ કદના નાના ટુકડાઓમાં કાપેલ બટાટા(potato)
  • ૧ મધ્યમ કદનું સમારેલ ટમેટું(tomatoes)
  • ૧/૨ કાપેલ લીલા મરચા(green chilies)
  • ૧/૨ ચમચી વરીયાળી(fennel seeds)
  • ૧/૨ ચમચી ધાણા પાવડર(coriander powder)
  • ૧/૪ ચમચી લાલ મરચું પાવડર(red chili powder)
  • ૧/૪ ચમચી લીંબુનો રસ(lemon juice)
  • ચપટી બેકિંગ સોડા(baking soda)
  • ચપટી હીંગ(asafetida)
  • નમક સ્વાદ અનુસાર(salt)
  • પાણી જરૂર અનુસાર(water)

કઢી પકોડા બનાવવાની રીત:

કઢી બનાવવાની રીત:

  • એક મિક્ષિન્ગ બાઉલમાં દહીં અને ચણાનો લોટ લઇ મિક્ષ કરી લો. ધ્યાન રાખો કે ચણાના લોટમાં ગાંઠો ન રહે. હવે તેમાં ધાણા પાવડર અને હળદર પાવડર નાંખી મિક્ષ કરી લો. તેમાં ૬૦૦-૭૦૦ ml પાણી નાંખી મિક્ષ કરી લો.
  • હવે કડાઈમાં ૧-૨ ચમચી જેટલું તેલ ગરમ કરી, તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં રાઈ દાણા, સુકા લાલ મરચા નાંખી થોડી વાર પકાઓ.
  • હવે તેમાં મેથી દાણાનો પાવડર, લીમડાના પાંદ નાખો. જયારે મસાલાઓ ત્ડ્તડવા લાગે ત્યારે તેમાં દહીં ઉમેરી મિક્ષ કરી લો. હવે મિક્ષ્ચર ઉકળવા લાગે ત્યાં સુધી પકાઓ અને હલાવતા રહો.
  • જયારે કઢી ઉકળવા લાગે ત્યારે તેમાં આદુનો રસ નાંખી મિક્ષ કરી એકબાજુ મૂકી દો.

પકોડા બનાવવાની રીત:

  • એક મિક્ષિન્ગ બાઉલમાં કાપેલા બટાટા લઇ, તેમાં ચણાનો લોટ, ટામેટા, આદું, લીલા મરચા, લાલ મરચું પાવડર, વરીયાળી, ધાણા પાવડર, હીંગ, બેકિંગ સોડા, લીંબુનો રસ અને નમક નાંખી મિક્ષ કરી લો.
  • હવે તેમાં જરૂર અનુસાર પાણી ઉમેરી, એક બેટર તૈયાર કરી લો. ધ્યાન રાખો કે બેટર થોડું ઘટ્ટ હોવું જોઈએ. હવે એક કડાઈમાં પકોડા તળવા તેલ ગરમ કરો. તે ગોલ્ડન બ્રાઉન થઇ જાય ત્યાં સુધી તળી લો.
  • હવે પકોડામાં કઢી ઉમેરી, કઢીને ૪-૫ મિનીટ સુધી ધીમા ગેસ પર પકાઓ. હવે તેમાં નમક ઉમેરી મિક્ષ કરી લો અને વચ્ચે હલાવતા રહો.
  • ૪-૫ મિનીટ બાદ ગેસ બંધ કરી, તેને કોથમીર વડે સજાવી સર્વ કરો.

Kadhi pakoda recipe in gujarati(કઢી પકોડા રેસીપી)

How to make Kadhi Pakoda at Home.
Course: Curries
Cuisine: Indian
Author: Neelima mittal

Ingredients

  • મુખ્ય સામગ્રીઓ:
  • ૩૦૦ ml દહીં curd
  • ૭૫-૮૦ ગ્રામ ચણાનો લોટ gram flour
  • ૧-૨ સુકા અને કાપેલા લાલ મરચા dry red chilies
  • ચમચી આદુનો રસ ginger juice
  • ૧/૨ ચમચી હળદર પાવડર turmeric powder
  • ૧/૪ ચમચી લાલ મરચું પાવડર red chili powder
  • ૧/૪ ચમચી રાઈના દાણા mustard seeds
  • ૧/૪ ચમચી મેથીના દાણાનો પાવડર crushed fenugreek seeds
  • ૧/૨ ચમચી ધાણા પાવડર coriander powder
  • થોડા લીમડાના પાંદ curry leaves
  • ચપટી હીંગ asafetida
  • પકોડા બનવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
  • ચમચી ચણાનો લોટ gram flour
  • મધ્યમ કદના નાના ટુકડાઓમાં કાપેલ બટાટા potato
  • મધ્યમ કદનું સમારેલ ટમેટું tomatoes
  • ૧/૨ કાપેલ લીલા મરચા green chilies
  • ૧/૨ ચમચી વરીયાળી fennel seeds
  • ૧/૨ ચમચી ધાણા પાવડર coriander powder
  • ૧/૪ ચમચી લાલ મરચું પાવડર red chili powder
  • ૧/૪ ચમચી લીંબુનો રસ lemon juice
  • ચપટી બેકિંગ સોડા baking soda
  • ચપટી હીંગ asafetida
  • નમક સ્વાદ અનુસાર salt
  • પાણી જરૂર અનુસાર water

Instructions

  • કઢી બનાવવાની રીત:
  • એક મિક્ષિન્ગ બાઉલમાં દહીં અને ચણાનો લોટ લઇ મિક્ષ કરી લો. ધ્યાન રાખો કે ચણાના લોટમાં ગાંઠો ન રહે. હવે તેમાં ધાણા પાવડર અને હળદર પાવડર નાંખી મિક્ષ કરી લો. તેમાં ૬૦૦-૭૦૦ ml પાણી નાંખી મિક્ષ કરી લો.
  • હવે કડાઈમાં ૧-૨ ચમચી જેટલું તેલ ગરમ કરી, તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં રાઈ દાણા, સુકા લાલ મરચા નાંખી થોડી વાર પકાઓ.
  • હવે તેમાં મેથી દાણાનો પાવડર, લીમડાના પાંદ નાખો. જયારે મસાલાઓ ત્ડ્તડવા લાગે ત્યારે તેમાં દહીં ઉમેરી મિક્ષ કરી લો. હવે મિક્ષ્ચર ઉકળવા લાગે ત્યાં સુધી પકાઓ અને હલાવતા રહો.
  • જયારે કઢી ઉકળવા લાગે ત્યારે તેમાં આદુનો રસ નાંખી મિક્ષ કરી એકબાજુ મૂકી દો.
  • પકોડા બનાવવાની રીત: