Kabuli Chana Tikki Recipe in Gujarati | કાબુલી ચણા ટીક્કી | Chickpeas Cutlet

0
141
Chane ki Cutlet Recipe in Hindi, Chickpeas Cutlet Recipe, Easy Chane ki Cutlet Recipe, Quick Chane ki Cutlet Recipe, How to Make Chane ki Cutlet, Indian Starter Recipe. Kabuli Chana Tikki Recipe.
Chane ki Cutlet Recipe in Hindi Photo.

Kabuli Chana Tikki Recipe in Gujarati | કાબુલી ચણા ટીક્કી રેસીપી.

નમસ્તે મિત્રો, આજે આપણે એક ખુબજ હેલ્થી એવી સામગ્રીઓમાંથી બનેલ હેલ્થી કટલેટ રેસીપી શીખવાના છીએ. આ કટલેટ રેસીપી અન્ય કટલેટ ની સરખામણીમાં બનાવવામાં ખુબજ સરળ છે અને અન્ય કટલેટ કરતા ખુબજ હેલ્થી પણ છે. કારણકે આ કટલેટ કાબુલી ચણા (kabuli chana tikki) અને સફરજનમાંથી બનવવામાં આવેલ છે. કાબુલી ચણાનો ઉપયોગ સામાન્ય રીતે શાકમાંજ થતો હોઈ છે, પરંતુ તેમાંથી આપણે એક સ્વાદિષ્ટ કટલેટ પણ બનાવી શકીએ છીએ. નીચે આપેલ રીતેનું અનુકરણ કરીને આપ બહાર મળતી કટલેટ જેવી જ કટલેટ ઘર પર બનાવી શકશો. આ કટલેટ આપ આપના પરિવારજનો, બાળકો અથવા મિત્રો માટે બનાવી શકો છો અને તેમને ખુશ કરી શકો છો.

Chickpeas Cutlet Recipe, Kabuli Chana Cutlet, Kabuli Chane ki Cutlet Recipe, How to Make Chickpeas Cutlet, Homemade Chickpeas Cutlet Recipe, Indian Starter Recipe, Indian Snacks Recipe.
Chickpeas Cutlet Recipe | Kabuli Chana Tikki Recipe Photo.

આપ આ કટલેટ કોઈ પણ પાર્ટીમાં કે મેહમાનોને ભોજનમાં સાઈડ ડીશ તરીકે સર્વ કરી શકો છો. બાળકોને પણ આ લંચ બોક્ષમાં ટોમેટો કેચપ સાથે આ કટલેટ આપી શકો છો. આપ સૌએ મોટે ભાગે બટાટામાટી બનતી કટલેટ અથવા ટીક્કી જ જોઈ હશે, પરંતુ હવે થી આપ એક હેલ્થી કટલેટ ઘર પર બનાવી શકશો. તો ચાલો મિત્રો જોઈએ કાબુલી ચણાની ટીક્કી બનાવવાની રીત.

કાબુલી ચણાની ટીક્કી બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૧૦૦ ગ્રામ બાફેલ અને મેશ કરેલ કાબુલી ચણા(આખી રાત પલાળેલ ચણા)(chickpeas).
  • ૧/૨ સમારેલ સફરજન(apple).
  • ૧/૪ સમારેલ કેપ્સીકમ(capsicum).

અન્ય સામગ્રીઓ:

  • ૧/૨ ઇંચ છીણેલું આદું(grated ginger).
  • ૧ ચમચી લીંબુનો રસ(lemon juice).
  • ૨ ચમચી બ્રેડ ક્ર્મબ્સ(bread crumbs).
  • ૧૧/૨ ચમચી લાલ મરચું પાવડર(red chili powder).
  • ૧/૨ ચમચી નમક(salt).
  • ૧/૪ ચમચી ગરમ મસાલો(garam masala).
  • ૧/૪ ચમચી આમચૂર(amchur).
  • તેલ(oil).

કાબુલી ચણાની ટીક્કી બનાવવાની રીત:

  • સૌ પ્રથમ બાફેલ અને મેશ કરેલા ચણા લઇ તેમાં ઓટ્સ, બ્રેડ ક્રમબ, સફરજન, કેપ્સીકમ, આદું, લીંબુનો રસ, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, આમચૂર અને નમક ઉમેરી મિક્ષ કરી લો.
  • આ મિશ્રણને સરખી રીતે ચમચી વડે મેશ કરો. હવે હાથ પર થોડું તેલ લગાવી, આ મિક્ષ્ચરમાંથી સરખી સાઈઝની ટીક્કી બનાવી લો. એઈર ફ્રાયરને પણ ચાલુ કરી દો.
  • હવે કટલેટને એઈર ફ્રાયર બોક્ષમાં નાંખી, ૨૦૦ ડીગ્રી સેલ્સીઅસ અને ૧૦ મિનીટનું તાપમાન સેટ કરી દો.
  • ૫ મિનીટ બાદ બ્રશ વડે કટલેટ પર તેલ લગાવી, ફરીથી બોક્ષમાં નાખો. ૧૦ મિનીટ બાદ ક્ત્લેતને સર્વિંગ પ્લેટમાં લઇ તેને લીલી ચટની સાથે સર્વ કરો.
  • આપ કટલેટને તેલમાં પણ તળી શકો છો અને તવા પર પણ શેકી શકો છો.

Kabuli Chana Tikki Recipe in Gujarati(કાબુલી ચણા ટીક્કી રેસીપી)

Kabuli chana tikki recipe in Gujarati.
Course: starter
Cuisine: Indian
Author: Neelima Mittal

Ingredients

  • મુખ્ય સામગ્રીઓ:
  • ૧૦૦ ગ્રામ બાફેલ અને મેશ કરેલ કાબુલી ચણા આખી રાત પલાળેલ ચણા(chickpea)
  • ૧/૨ સમારેલ સફરજન apple
  • ૧/૪ સમારેલ કેપ્સીકમ capsicum
  • અન્ય સામગ્રીઓ:
  • ૧/૨ ઇંચ છીણેલું આદું grated ginger
  • ચમચી લીંબુનો રસ lemon juice
  • ચમચી બ્રેડ ક્ર્મબ્સ bread crumbs
  • ૧૧/૨ ચમચી લાલ મરચું પાવડર red chili powder
  • ૧/૨ ચમચી નમક salt
  • ૧/૪ ચમચી ગરમ મસાલો garam masala
  • ૧/૪ ચમચી આમચૂર amchur
  • તેલ oil

Instructions