Jamfal Punch Mocktail Recipe in Gujarati | જામફળ મોકટેઈલ રેસીપી

0
82
Guava Punch Mocktail Recipe, Red Guava Punch Mocktail Recipe, Guava Mocktail Recipe, Healthy Indian Drinks Recipe. Jamfal Punch Mocktail Recipe.
Guava Punch Mocktail Recipe Photo.

Jamfal Punch Mocktail Recipe in Gujarati | જામફળ મોકટેઈલ રેસીપી.

નમસ્તે મિત્રો આજે આપણે સમર સ્પેસીઅલ ડ્રિંક શીખીશું જેનું નામ છે જામફળ પંચ મોકટેઈલ (Jamfal Punch Mocktail). ગુઆવા પંચ મોકટેઈલ એ બીજું કઈ નહી પરંતુ જામફળમાંથી બનાવવામાં આવેલ જ્યુસ છે જેમાં લીંબુનો રસ અને અન્ય સામગ્રીઓ ઉમેરવામાં આવી છે. ગુઆવા પંચ મોકટેઈલ એ બાળકો માટે તો એક ખાસ ડ્રિંક છે કારણકે આ ડ્રિંક તેમના સ્વાસ્થ્ય માટે ખુબજ અરોગ્ય્કારક છે. પીવામાં ખુબજ સ્વાદિષ્ટ બને એવું આ ગુઆવા મોકટેઈલ બનાવવું પણ ખુબજ સરળ છે. મિક્ષ્ચર બ્લેન્ડરની મદદથી આપ આ ગુઆવા મોકટેઈલ ખુબજ આસાનીથી બનાવી શકો છો.

Guava Punch Mocktail Recipe, Red Guava Punch Mocktail Recipe, Guava Mocktail Recipe, Healthy Indian Drinks Recipe. Jamfal Punch Mocktail Recipe.
Jamfal Punch Mocktail Recipe Photo.

આ મોકટેઈલ બનાવવા માટેની તમામ સામગ્રીઓ પણ ખુબજ ઘરેલું એ સાદી એવી છે. જેથી આપ કોઈ પણ સમયે આ મોકટેઈલ આપના બાળકો અને પરિવારજનો માટે બનાવી શકો છે. ઉપરાંત મેહ્માનોની સામે પણ સરબતોની જગ્યાએ આપ આ મોકટેઈલ સર્વ કરી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ ગુઆવા પંચ મોક’ટેઈલ બનાવવાની રીત.

જામફળ પંચ મોકટેઈલ બનાવવા માટેની રીત:

મુખ્ય સામગ્રીઓ:

  • ૩ લાલ જામફળના મોટા ટુકડાઓ(red Guava).

અન્ય સામગ્રીઓ:

  • ખાંડ જરૂર અનુસાર(sugar).
  • ચપટી નમક(salt).
  • ૧ ચમચી લીંબુનો રસ(lemon juice).
  • ૨ ઠંડા પાણીના ગ્લાસ(water).

સજાવટ માટે:

  • થોડો ફુદીનો(mint leaves).
  • લીંબુની પાતળી ૩ સ્લાઈસ(lemon slice).

જામફળ પંચ મોકટેઈલ બનાવવા માટેની રીત:

  • જામફળને પાણીમાં ધોઈ, તેને નાના ટુકડાઓમાં કાપી લો તેમાં નમક અને ખાંડ ઉમેરો. ત્યારબાદ તેમાં પાણી ઉમેરી તેને મિક્ષ્ચર ગ્રાઈન્ડરમાં ગ્રાઈન્ડ કરી લો.
  • ધ્યાન રાખો કે હમેશા ફ્રુટને બી સાથે ગ્રાઈન્ડ કરતી વખતે બટનને હમેશા ઉલટું ફેરવો. જેથી બી ક્રશ ન થાય. હવે પલ્પને ગાળી લો અને ચમચીની મદદથી તેને હલાવતા જાઓ. જેથી તેની પ્યુરીજ બહાર આવે.
  • હવે તી ૧-૨ કલાક માટે રેફ્રીજરેટરમાં મૂકી ગ્લાસનેફુદીના અને લીંબુની સ્લાઈસ વડે સજાવો. તેમાં ગુઆવા જ્યુસ રેડી સર્વ કરો.

Jamfal Punch Mocktail Recipe in Gujarati | જામફળ મોકટેઈલ રેસીપી

How to make Guava punch mocktail at home.
Course: Drinks
Cuisine: Indian
Author: Geetanjali kolvekar saini

Ingredients

  • મુખ્ય સામગ્રીઓ:
  • લાલ જામફળના મોટા ટુકડાઓ red Guava
  • અન્ય સામગ્રીઓ:
  • ખાંડ જરૂર અનુસાર sugar
  • ચપટી નમક salt
  • ચમચી લીંબુનો રસ lemon juice
  • ઠંડા પાણીના ગ્લાસ water
  • સજાવટ માટે:
  • થોડો ફુદીનો mint leaves
  • લીંબુની પાતળી ૩ સ્લાઈસ lemon slice

Instructions