Indo Chinese Dosa Recipe in Gujarati | ઇન્ડો-ચાઈનીસ ઢોસા.
નમસ્કાર મિત્રો, આપણે સૌ લોકો હોટલના મેન્યુમાં અનેક પ્રકારના ઢોસા વાંચતા હોઈએ છીએ, જેવા કે મેય્સુરી ઢોસા, સાદા ઢોસા, મસાલા ઢોસા વગેરે….. આવા અનેક પ્રકારના ઢોસા આપણે સૌએ અનેક વાર ખાધા હશે, પરંતુ આજે અમે આપના માટે આ તમામ ઢોસા કરતા કઈક નવીન અને હેલ્થી ઢોસા રેસીપી લાવ્યા છીએ. જેનું નામ છે ઇન્ડો ચાઈનીસ ઢોસા (Indo Chinese Dosa). આ ઢોસા અન્ય ઢોસા કરતા વધુ હેલ્થી અને ન્યુટ્રીશન ભરપુર છે, કારણકે આ ઢોસામાં અનેક પ્રકાર શાકભાજીઓ જેવી કે કોબીજ, કેસ્પીક્મ, ડુંગળી, ટામેટા વગેરેની ઉપયોગ કરાયો છે.

આપ ખુબજ હેલ્થી આ ઢોસાને આપના બાળકો અને પરિવારજનોને સર્વ કરી શકો છો. ખાસ કરીને બાળકો બજારમાં મળતી ફાસ્ટ ફૂડ વાનગી ખાવાના શોખીન હોઈ છે અને અવાર નવાર ફાસ્ટ ફૂડ વાનગીઓ ખાવાની જીદ કરતા હોઈ છે. ત્યારે આપ આ ઢોસા બનાવીને તેમને કઈક હેલ્થી અને સ્વાદિષ્ટ ખવડાવી શકો છો. ઘર પર રાખેલ કોઈ પાર્ટી કે પછી તેહવાર પર આપ આવા ઇન્ડો-ચાઈનીસ ઢોસાને સર્વ કરીને તમામ લોકોને ખુશ કરી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ ઇન્ડો-ચાઈનીસ ઢોસા બનાવવાની રીત.
ઇન્ડો-ચાઈનીસ ઢોસા બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રીઓ:
- ૧ કપ ઢોસાનું ખીરું(dosa batter).
- ૩ ચમચી ઝીણી સમારેલ કોબીજ(cabbage).
- ૩ ચમચી ઝીણા સમારેલ કેપ્સીકમ(capsicum).
- ૩ ચમચી ઝીણી સમારેલ ડુંગળી(onion).
- ૨ ચમચી ઝીણું સમારેલ ગાજર(carrots).
- ચમચી ફણગાવેલ મગ(sprout mung).
અન્ય સામગ્રીઓ:
- ૧ ચમચી આદું-લસણ-મરચાની પેસ્ટ(ginger-garlic-chili paste).
- નમક સ્વાદ અનુસાર(salt).
- ચપટી હીંગ(asafoetida).
- ૩ ચમચી શેઝવાન ચટની(schezwan chutney).
- ૧ ચમચી સોયા સોસ(soya sauce).
- ૧ ચમચી વિનેગર(vinegar).
- ૧ ચમચી તેલ(oil).
- ઢોસા માટે તેલ(oil).
ઇન્ડો-ચાઈનીસ ઢોસા બનાવવા માટેની રીત:
- સૌ પ્રથમ એક કડાઈમાં ૧ ચમચી જેટલું તેલ ગરમ કરી તેમાં આદું-લસણ-મરચાંની પેસ્ટ નાંખી ઊંચા તાપમાન પર થોડી વાર માટે સાંતડો.
- હવે તેમાં ઝીણી સમારેલ શાકભાજીઓ ઉમેરી, સાથે મગ, નમક, હીંગ, વિનેગર, સોયા સોસ ઉમેરો. આ બધીજ સામગ્રીઓને ઊંચા તાપમાન પર થોડી વાર માટે સાંતડો.
- હવે તેમાં ૧ ચમચી શેઝવાન ચટની ઉમેરી તેને ઊંચા તાપમાન પર ૨-૩ મિનીટ સુધી સાંતડો. ૨-૩ મિનીટ બાદ ગેસ બંધ કરી મિક્ષ્ચરને એક પ્લેટમાં લઇ તેને ઠંડું થવા એકબાજુ મૂકી દો.
- હવે તવાને ગેસ પર ગરમ કરી, જયારે તવો ગરમ થઇ જાય ત્યારે તેના પર થોડું ઢોસાનું ખીરું રેડી તેને ઢોસાનો શેપ આપી દો.
- હવે તેના પર ૧ ચમચી જેટલી શેઝવાન ચટની લગાવી તેના પર થોડું મિક્ષ્ચર મુકો. હવે ઢોસાને વાળી લો. આ ઢોસાને સર્વિંગ પ્લેટમાં લઇ સર્વ કરો.
Indo Chinese Dosa Recipe in Gujarati | ઇન્ડો-ચાઈનીસ ઢોસા
Ingredients
- ૧ કપ ઢોસાનું ખીરું dosa batter
- ૩ ચમચી ઝીણી સમારેલ કોબીજ cabbage
- ૩ ચમચી ઝીણા સમારેલ કેપ્સીકમ capsicum
- ૩ ચમચી ઝીણી સમારેલ ડુંગળી onion
- ૨ ચમચી ઝીણું સમારેલ ગાજર carrots
- ચમચી ફણગાવેલ મગ sprout mung
- ૧ ચમચી આદું-લસણ-મરચાની પેસ્ટ ginger-garlic-chili paste
- નમક સ્વાદ અનુસાર salt
- ચપટી હીંગ asafoetida
- ૩ ચમચી શેઝવાન ચટની schezwan chutney
- ૧ ચમચી સોયા સોસ soya sauce
- ૧ ચમચી વિનેગર vinegar
- ૧ ચમચી તેલ oil
- ઢોસા માટે તેલ oil
Instructions