Indian Tikki Recipe (ટીક્કી રેસીપી).
ટીક્કી (Indian Tikki Recipe) એ પેટીસ નુજ એક નવીન રૂપ છે જેમાં પેટીસ બટાટા વડે બનાવવામાં આવતી હોઈ છે જયારે ટીક્કી બનાવવા માટે શક્કરીયા ગાજર અને રાજગરાના લોટમાંથી બનાવવામાં આવે છે. સામન્ય રીતે, ટીક્કી, પેટીસ ઉત્તર ભારતીય રાંધણકલામાંથી આવતી વાનગીઓ છે પરંતુ હાલ તે આખા ભારત માં પ્રસિદ્ધ છે. આ ટીક્કી બનાવવામાં ખુબજ સરળ અને સ્વાદમાં તેટલીજ ઉતમ છે.

આ ટીક્કીમાં શક્કરીયા ગાજર અને રાજગરાનો ઉપયોગ થતો હોવાથી ફરાળ માટે પણ આ ટીક્કી શ્રેષ્ટ ઉપાય છે જેથી આપ કોઈ પણ ભારતીય તેહવાર જેવા કે નવરાત્રી, ગણેશ ચતુર્થી, જન્માષ્ટમી વગેરે….. પર આપ તેને આસાનીથી બનાવી શકો છો. તો ચાલો મિત્રો જલ્દીથી બનાવીએ ટીક્કી.
ટીક્કી બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રીઓ:
- ૫૦૦ ગ્રામ શક્કરીયા ગાજર(sweet potato)
- ૨-૩ ચમચી રાજગરાનો લોટ(rajgira flour)
- ૨ ચમચી ખાંડેલ મગફળીના બી(crushed peanut)
- અન્ય સામગ્રીઓ:
- ૨-૩ ચમચી સમારેલી કોથમીર(coriander leaves)
- ૧ નાનું સમારેલુ મરચું(green chilies)
- ૧ ચમચી આમચૂર પાવડર(amchur powder)
- ૧ ચમચી જીરા પાવડર(cumin powder)
- ૧ ચમચી લાલ મરચું પાવડર(red chili powder)
- ૩ ચમચી લીંબુનો રસ(lemon juice)
- સ્વાદ અનુસાર સિંધાલુ મીઠું(halite)
- ૩-૪ ચમચી ઘી(ghee)
સજાવટ માટે:
- લીલી ચટણી(green chutney)
ટીક્કી બનાવવા માટેની રીત:
- એક પ્રેસર કુકરમાં શક્કરીયા ગાજર બાફી ૨ સીટી પાડી લો. બફાઈ ગયા બાદ બધુજ પાણી નીતારી લો અને ગાજરને ઠંડા થવા દો.
- હવે બધાજ ગાજરને મેશર અથવા ચમચી વડે છુંદી લો. હવે તેમાં મસાલાઓ, નમક, લીલા મરચા, કોથમીર અને મગફળીના બીનો ભુક્કો ઉમેરો. ત્યારબાદ તેમાં લીંબુનો રસ ઉમેરી બધુજ મિક્ષ કરી લો.
- હવે તેમાં રાજગરાનો લોટ ઉમેરી ફરીથી મિક્ષ કરી લો. હવે હાથ પર થોડું તેલ લગાવી બધીજ ટીક્કીઓ બનાવી લો.
- ત્યારબાદ એક નોન સ્ટીક પેનમાં થોડીક ચમચી ઘી લઇ તેમાં બધીજ ટીક્કીઓને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. તેને બહાર કાઢી લઇ લીલી ચટની અથવા ટોમેટો કેચપ સાથે સર્વ કરો.
Indian tikki recipe(ટીક્કી રેસીપી)
How to make tikki at home.
Servings: 40 mins
Ingredients
- મુખ્ય સામગ્રીઓ:
- ૫૦૦ ગ્રામ શક્કરીયા ગાજર sweet potato
- ૨-૩ ચમચી રાજગરાનો લોટ rajgira flour
- ૨ ચમચી ખાંડેલ મગફળીના બી crushed peanut
- અન્ય સામગ્રીઓ:
- ૨-૩ ચમચી સમારેલી કોથમીર coriander leaves
- ૧ નાનું સમારેલુ મરચું green chilies
- ૧ ચમચી આમચૂર પાવડર amchur powder
- ૧ ચમચી જીરા પાવડર cumin powder
- ૧ ચમચી લાલ મરચું પાવડર red chili powder
- ૩ ચમચી લીંબુનો રસ lemon juice
- સ્વાદ અનુસાર સિંધાલુ મીઠું halite
- ૩-૪ ચમચી ઘી ghee
- સજાવટ માટે:
- લીલી ચટણી green chutney
Instructions