Indian Rice Pudding Recipe in Gujarati | રાઈસ પુડિંગ.
દૂધ અને ભાત માંથી બનાવેલ ખીર (Indian Rice Pudding Recipe) એ નોર્થ ઇન્ડિયન સાઈડની ખુબજ પોપ્યુલર એવી ડીશ છે જે ભારતના ખૂણે ખૂણામાં પ્રસિદ્ધ છે. આ ખીર બનાવવમાં તો સરળ છેજ સાથો સાથ નોર્થ ઇન્ડિયન મીઠાઈઓનો સ્વાદ માણવા માટેની એક મુખ્ય ડીશ છે. આ ડીશ મીઠાઈ તરીકે સર્વ કરવામાં આવે છે અને ગુજરાતી ઘરો માં આ મીઠાઈ અવારનવાર મેહમાનોના સ્વાગત માટે બનાવવામાં આવતી હોઈ છે. આ ખીર બનાવવા માટે ફક્ત થોડોજ સમય લાગશે અને બધી આવશ્યક સામગ્રીઓ પણ તાત્કાલિક ઉપલબ્ધ થઇ જાય તેવી છે.

દુનિયાના લગભગ તમામ પ્રાંતો અને ખૂણે ખૂણા પ્રસિદ્ધ એવી ખીર ને અલગ અલગ નામ થી ઓળખવામાં આવે છે ઉપરાંત ઘણી ખરી અલગ સામગ્રીઓના મિશ્રણ દ્વારા બનાવવામાં આવે છે. અલગ અલગ ખીરની બનાવટ તેની બનાવટની પદ્ધતિઓ અને તેમાં ઉપયોગ કરાયેલ સામગ્રીઓ પર નિર્ભર કરે છે.
ખીર બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રી:
- પાણીમાં ૨ કલાક માટે પલાળેલ ૮૦ ગ્રામ ચોખા(rice)
- ૧ ૧/૨ લીટર ફૂલ ફેટ દૂધ(full fat milk)
- ૧/૨ કપ ખાંડ(sugar)
અન્ય સામગ્રી:
- ૨ ચમચી કાજુ(raisin)
- ૧૦-૧૨ કેસરના તાંતળા(saffron)
- ૮-૧૦ કાપેલા પીસ્તા(pistachio)
- ૧/૨ ચમચી એલચી પાવડર(cardmom powder)
- ૧/૨ કપ દેસી ઘી(Desi ghee)
સજાવટ માટે:
- થોડી કાપેલ બદામ(almonds)
- થોડા પીસ્તા(pistachio)
ખીર બનાવવા માટેની રીત:
- સૌ પ્રથમ કડાઈમાં ઘી ગરમ કરી તેમાં તેમાં ચોખા નાંખી ૨૦-૩૦ સેકન્ડ માટે પકાવી, દૂધ ઉમેરી મિક્ષ કરી લો. હવે તેમાં કેસર, ચિરોન્જી, બદામ, પીસ્તા, કાજુ નાંખી મિક્ષ કરી લો અને દૂધ ઉકળવા લાગે ત્યાં સુધી પકાઓ.
- થોડા બદામ અને પીસ્તા સજાવટ માટે બચાવી રાખો. જયારે દૂધ ઉકળવા લાગે ત્યારે ગેસ ધીમો કરી લો અને ૪૦-૪૫ મિનીટ માટે પકાઓ. દર ૫ મીનીટે દૂધમાં ચમચો ફેરવતા રહો જેથી દૂધ તળિયે બેસે નહી.
- ૪૦-૪૫ મિનીટ પછી તેમાં ખાંડ ઉમેરો અને વધારાની ૧-૨ મિનીટ માટે પકાઓ. ત્યાર બાદ તેમાં એલચી પાવડર નાંખી મિક્ષ કરી, ગેસ બંધ કરી દો.
- ખીરને સર્વિંગ બોલમાં લઇ તેને પીસ્તા અને બદામ વડે સજાવી સર્વ કરો.
Indian Rice pudding recipe(રાઈસ પુડિંગ)
How to make rice pudding/north indian style rice puddding.
Ingredients
- મુખ્ય સામગ્રી:
- પાણીમાં ૨ કલાક માટે પલાળેલ ૮૦ ગ્રામ ચોખા rice
- ૧ ૧/૨ લીટર ફૂલ ફેટ દૂધ full fat milk
- ૧/૨ કપ ખાંડ sugar
- અન્ય સામગ્રી:
- ૨ ચમચી કાજુ raisin
- ૧૦-૧૨ કેસરના તાંતળા saffron
- ૮-૧૦ કાપેલા પીસ્તા pistachio
- ૧/૨ ચમચી એલચી પાવડર cardmom powder
- ૧/૨ કપ દેસી ઘી Desi ghee
- સજાવટ માટે:
- થોડી કાપેલ બદામ almonds
- થોડા પીસ્તા pistachio
Instructions