Handvo Recipe in Gujarati | હાંડવો રેસીપી

0
1715
Handvo Recipe in Hindi, Gujarati Handvo Recipe, Handwo Recipe, Gujarati Snacks Recipe, Traditional Gujarati Recipe.
Handvo Recipe in Hindi.

Handvo Recipe in Gujarati | હાંડવો રેસીપી.

નમસ્તે મિત્રો, આજે આપણે વધુ એક ગુજરાતી સ્પેશિઅલ ડીશ શીખીશું જે ગુજરાતની સૌથી પોપ્યુલર એવી ડીશ માનવામાં આવે છે અને લગભગ તમામ ગુજરાતીઓ દ્વારા પસંદ કરવામાં આવે છે. તે છે હાંડવો (Handvo Recipe). આ હાંડવો ખાવામાં તો એકદમ સ્વાદિષ્ટ છે પરંતુ બનાવવામાં પડતી મુશ્કેલીઓને કારણે ઘર પર ઓછો બનાવવામાં આવે છે. આજે આપણે આ હાંડવાને કઈ રીતે વધુ સરળ અને ઝડપી બનાવી શકાય તે શીખીશું. હાંડવો બનાવવો ઘણોજ સરળ અને ઝડપી છે. ચોક્કસ રીતની મદદથી આપ કોઈ પણ સમયે સ્વાદિષ્ટ હાંડવો બનાવી શકો છો.

Gujarati Handvo Recipe, Gujarati Handwo Recipe, Handvo Recipe, Gujarati Traditional Food, Indian Snacks Recipe.
Gujarati Handvo Recipe Photo

ઢોકળા અને હાંડવો બનાવવાની રીત ઘણી ખરી મળતી આવે છે ઢોકળામાં મુખ્યત્વે ચણાના લોટનોજ ઉપયોગ થતો હોઈ છે જયારે હાંડવામાં ચોખાના લોટનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત ઘણી વખત આ હાંડવામાં દુધીનો પણ ઉપયોગ થતો હોઈ છે. આ હાંડવાને ચટની સાથે પણ સર્વ કરી શકાય છે અને ચટની વગર પણ સર્વ કરી શકાય છે. જેથી જો ઓછો સમય હોઈ તો આપ ચટની વગર પણ હાંડવાને સર્વ કરી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ હાંડવો બનાવવાની રીત.

હાંડવો બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રી:

  • ૧ કપ ચોખા અને ચણાનો લોટ(rice flour and gram flour).
  • ૩ ચમચી દહીં(curd).

અન્ય સામગ્રીઓ:

  • ૨ ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ(ginger-chili-garlic paste).
  • ૨ ચમચી ગોળ(jaggery).
  • ૧ ચમચી અજમો(ajwain).
  • ૧/૨ ચમચી હળદર પાવડર(turmeric powder).
  • ૧ ચમચી રાઈ(mustard seeds).
  • ૧ ચમચી તલ(sesame seeds).
  • નમક સ્વાદ અનુસાર(salt).
  • ૩ ચમચી કોથમીર(coriander leaves).
  • ૨ ચમચી તેલ(oil).

હાંડવો બનાવવા માટેની રીત:

  • સૌ પ્રથમ ચોખા અને ચણાની દાળને એક બાઉલમાં લઇ તેમાં દહીં અને પાણી ઉમેરી સરખી રીતે મિક્ષ કરી, ૧-૨ કલાકનો રેસ્ટ આપી દો. ૧-૨ કલાક પછી તેમાં નમક, ગોળ, હળદર પાવડર, આદું-લસણ-મરચાંની પેસ્ટ, કોથમીર અને અજમો નાંખી મિક્ષ કરી લો.
  • હવે આયરન તવાને ગેસ પર ગરમ કરો, ગરમ થઇ જાય ત્યારે તેમાં ૧ ચમચી તેલ નાંખી તેને પણ ગરમ થવા દો. હવે તેમાં રાઈ અને તલ નાંખી તેને ફૂટવા દો. તે ફૂટવા લાગે કે તરતજ બેટરને તેમાં રેડી દો.
  • ધ્યાન રાખો કે હાંડવો એક ઇંચ લાંબો અને પિઝ્ઝા જેટલો ઘટ્ટ બને. હવે તેને ઢાંકી દઈ, મધ્યમ ધીમા તાપમાન પર પકાઓ. ૧૦ મિનીટ બાદ તેના પર તલ છાંટી, ૧ ચમચી તેલ નાંખી તેને ફેરવી દો.
  • ૧૦ મિનીટ બાદ ગેસ બંધ કરી તેને સર્વિંગ પ્લેટમાં લઇ સર્વ કરો.

Handvo recipe in gujarati(હાંડવો રેસીપી)

How to make Handvo at home.
Course: Snack
Cuisine: Indian
Author: Rakesh prajapati

Ingredients

  • મુખ્ય સામગ્રી:
  • કપ ચોખા અને ચણાનો લોટ rice flour and gram flour
  • ચમચી દહીં curd
  • અન્ય સામગ્રીઓ:
  • ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ ginger-chili-garlic paste
  • ચમચી ગોળ jiggery
  • ચમચી અજમો ajwain
  • ૧/૨ ચમચી હળદર પાવડર turmeric powder
  • ચમચી રાઈ mustard seeds
  • ચમચી તલ sea sum seeds
  • નમક સ્વાદ અનુસાર salt
  • ચમચી કોથમીર coriander leaves
  • ચમચી તેલ oil

Instructions