Gujarati Matar Paneer Recipe in Gujarati (મટર પનીર રેસીપી)

0
84
Gujarati Matar Paneer Recipe. Indian Fritters Recipe. Gujarati Snacks Recipe. Paneer Pakora Recipe.
Gujarati Matar Paneer Recipe Photo.

Gujarati Matar Paneer Recipe in Gujarati (મટર પનીર રેસીપી).

હેલ્લો ફ્રેન્ડ્સ, આજે આપણે ગુજરાતની ખુબજ સ્વાદિષ્ટ એવી વાનગી શીખીશું, જેનું નામ છે મટર પનીર (Gujarati Matar Paneer Recipe). મટર પનીરએ અત્યંત સ્વાદિષ્ટ અને લેહજતદાર વાનગી છે કે જેને સામાન્ય રીતે અલ્પાહાર તરીકે કે નાસ્તા તરીકે સર્વ કરવામાં આવે છે આ મટર પનીર ને તમે બર્થડે પાર્ટી , કોઈ તેહવાર કે અન્ય કોઈ ખાસ પ્રસંગે સર્વ કરી શકો છો.

Gujarati Matar Paneer Recipe. Indian Fritters Recipe. Gujarati Snacks Recipe. Paneer Pakora Recipe.
Gujarati Matar Paneer Recipe in Gujarati Photo.

ક્રિસ્પી અને ક્રન્ચી એવા આ મટર પનીરમાં બધીજ ઘરેલું સામગ્રીઓનો ઉપયોગ કરાયો છે જેથી આપ જડપથીજ મટર પનીર તૈયાર કરી શકો છો. ખુબજ ટૂંક સમય માં બની જતા આ મટર પનીરને તમે મટર પનીર પોકેટ્સ પણ કહી શકો છો. મટર પનીરની સાથે તમો અન્ય વાનગીઓ જેવી કે પાલક અને ચીસ ના પકોડા, આલું ભાખરવડી અને અન્ય બીજી વાનગીઓ વિશે પણ વિસ્તાર પૂર્વક માહિતી મેળવી શકો છો.

મટર પનીર બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:
  • ૨ ચમચી લીલા વટાણા(green peas)
  • ૧ કપ છીણેલું ચીસ અથવા પનીર
  • ૧ ચમચી સમારેલી ડુંગળી(onion)
  • ૨ ચમચી સમારેલ કેપ્સીકમ(capsicum)
  • ૧ કપ મેંદો(plain flour)
  • ૩ ટુકડા ચીસ(cheese)
અન્ય સામગ્રીઓ:
  • ૧ ચમચી સમ્રેલ લીલું મરચું(green chili)
  • ૧ ચમચી માખણ(butter)
  • ૨ ચમચી તેલ(oil)
  • ૧ ચમચી ચીલી ફ્લેક્ષ(chili flex)
  • ૨ ચમચી સમારેલી કોથમીર(coriander leaves)
  • ૧ ચમચી મરી પાવડર(black pepper powder)
  • નમક સ્વાદ અનુસાર(salt)
  • તળવા માટે તેલ(oil)
સજાવટ માટેની આવશ્યક સામગ્રીઓ:
  • ટોમેટો કેચપ અથવા લીલી ચટણી

મટર પનીર બનાવવા માટેની રીત:

  • સૌ પ્રથમ માખણ ગરમ કરી તેમાં ડુંગળી, કેપ્સીકમ, લીલું મરચું નાંખી સરખી રીતે સાંતળી લો. ત્યારબાદ તેમાં લીલા વટાણા નાંખી ૧-૨ મિનીટ માટે સરખી રીતે મિક્ષ કરી લો.
  • હવે ગેસ બંધ કરી, તેમાં કોટેજ ચીસ અથવા પનીર, છીણેલું ચીસ, નમક, મરી પાવડર, ચીલી ફ્લેક્ષ અને કોથમીર ઉમેરો. બધીજ સામગ્રીઓ સરખી રીતે મિક્ષ કર્યા બાદ તેને ૧૦-૧૫ મિનીટ માટે એકબાજુ મૂકી દો.
  • હવે એક બાઉલ લઇ તેમાં મેંદો, નમક, મરી પાવડર, તેલ નાંખી મિક્ષ કરી લો. હવે તેમાં જરૂર અનુસાર પાણી નાંખી પૂરીના લોટ જેવો લોટ તૈયાર કરી લો.
  • ત્યારબાદ થોડોક લોટ લઇ તેમાંથી પાતળી રોટલી વણી લો. ચપ્પુની મદદથી પાતળી પટ્ટી કાપી લો. હવે બનાવેલ સ્ટફિંગ માંથી બોલ્સ બનાવી લો અને એકબાજુ મૂકી દો.
  • હવે એક બાઉલ લઇ તેમાં ૧ ચમચી મેંદો, ચપટી નમક, અને થોડુક પાણી ઉમેરી ગ્લુ બનાવી લો. હવે કાપેલી પટ્ટીમાંથી બે પટ્ટી લઇ એકબીજાને ક્રોસ થઇ તેમ મુકો બનાવેલ સ્ટફિંગનું બોલ વચ્ચે મુકો.
  • હવે એક પટ્ટીને એક ખૂણેથી વાળી લો અને ટોંચ પર થોડું ગ્લુ લગાવો અને બીજી ખૂણેથી  પણ વાળી ભેગી કરી દો.
  • ત્યારબાદ બીજી પટ્ટીને પણ એક પછી એક બન્ને બાજુથી વાળી લો. હવે હાથ વડે થોડુક દબાવી, આ રીતે બધાજ પોકેટ્સ તૈયાર કરી લો.
  • હવે તળવા માટે તેલ ગરમ કરી બધાજ પોકેટ્સ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. તેને બહાર કાઢી લઇ ટોમેટો કેચપ અથવા લીલી ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.

Gujarati matar paneer recipe(મટર પનીર રેસીપી)

Matar paneer is a very delicious, yum and relishable recipe comes from Gujarat.
Course: Snack
Cuisine: Indian
Author: Tanvi chhaya

Ingredients

  • મુખ્ય સામગ્રીઓ:
  • ચમચી લીલા વટાણા green peas
  • કપ છીણેલું ચીસ અથવા પનીર
  • ચમચી સમારેલી ડુંગળી onion
  • ચમચી સમારેલ કેપ્સીકમ capsicum
  • કપ મેંદો plain flour
  • ટુકડા ચીસ cheese
  • અન્ય સામગ્રીઓ:
  • ચમચી સમ્રેલ લીલું મરચું green chili
  • ચમચી માખણ butter
  • ચમચી તેલ oil
  • ચમચી ચીલી ફ્લેક્ષ chili flex
  • ચમચી સમારેલી કોથમીર coriander leaves
  • ચમચી મરી પાવડર black pepper powder
  • નમક સ્વાદ અનુસાર salt
  • તળવા માટે તેલ oil
  • સજાવટ માટેની આવશ્યક સામગ્રીઓ:
  • ટોમેટો કેચપ અથવા લીલી ચટણી

Instructions