Gujarati Khichadi Recipe in Gujarati | ગુજરાતી ખીચડી | Gujarati Cuisine.
નમસ્કાર મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતના લગભગ તમામ ઘરોમાં ખીચડી દરરોજ બનાવવામાં આવતી હોઈ છે. કારણકે તમામ ગુજરાતી લોકોને ખીચડી (Gujarati Khichadi Recipe) ખુબજ પસંદ હોઈ છે. પરંતુ ઘણા લોકોને ખીચડી બનાવવાની ચોક્કસ રીત અથવા રેસીપીનો ખ્યાલ નથી હોતો. તો આપ ઘર પર ખીચડી બનવાતી વખતે નીચે દર્શાવેલ રેસિપીનો ઉપયોગ કરી શકો છો. નીચે દર્શાવેલ રીત, એ ખીચડી બનાવવાની ખુબજ દેસી સ્ટાઈલ અથવા પારંપરિક રીત છે. આ રીતની મદદથી આપ ખુબજ સ્વાદિષ્ટ ખીચડી ઘર પર જ બનાવી શકો છો.

સામાન્ય રીતે, ખીચડી ઘરના તમામ લોકો ખાતા હોઈ છે, તે પછી બાળકો હોઈ કે વૃધ્ધો. નીચે દર્શાવેલ રીતની મદદથી આપ ખીચડી ખુબજ આસાનીથી અને સરળતાથી ઘર પર બનાવી શકો છો. આ ખીચડી બનાવવા માટે મગ અને ચોખા, નમક, હળદર જરૂર પડશે. જે લગભગ તમામ ઘરોમાં સરળતાથી ઉપલબ્ધ હોઈ છે, જેથી આપ કોઈ પણ સમયે ખીચડી ઘર પર બનાવી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ ખીચડી બનાવવાની રીત.
ખીચડી બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રીઓ:
- ૧૦૦ ગ્રામ મિક્ષ કરેલ મગની દાળ અને ચોખા(mixture of mung dal and rice).
અન્ય સામગ્રીઓ:
- ૧ ચમચી હળદર પાવડર(turmeric powder).
- પાણી જરૂર અનુસાર (water).
- નમક સ્વાદ અનુસાર(salt).
ગુજરાતી ખીચડી બનાવવાની રીત:
- સૌ પ્રથમ એક કુકરમાં પાણી ગરમ કરી, તેમાં નમક, હળદર ઉમેરી તેને ઉકળવા દો.
- ત્યારબાદ તેમાં દાળ અને ચોખાનું મિશ્રણ ઉમેરી પાણી શોષાય જાય ત્યાં સુધી પકાઓ. ત્યારબાદ આ ખીચડીને ગરમા ગરમ સર્વ કરો.
Gujarati Khichadi Recipe in Gujarati | ગુજરાતી ખીચડી | Gujarati Cuisine
Ingredients
- ૧૦૦ ગ્રામ મિક્ષ કરેલ મગની દાળ અને ચોખા mixture of mung dal and rice
- ૧ ચમચી હળદર પાવડર turmeric powder
- પાણી જરૂર અનુસાર water
- નમક સ્વાદ અનુસાર salt
Instructions
- સૌ પ્રથમ એક કુકરમાં પાણી ગરમ કરી, તેમાં નમક, હળદર ઉમેરી તેને ઉકળવા દો.
- ત્યારબાદ તેમાં દાળ અને ચોખાનું મિશ્રણ ઉમેરી પાણી શોષાય જાય ત્યાં સુધી પકાઓ. ત્યારબાદ આ ખીચડીને ગરમા ગરમ સર્વ કરો.