Gujarati kadhi Recipe in Gujarati | ગુજરાતી કઢી

0
916
White Kadhi Recipe, Kadhi Recipe, Gujarati Kadhi Recipe, Easy Kadhi Recipe, Indian Main Course Recipe.
White Kadhi Recipe Photo.

Gujarati kadhi Recipe in Gujarati | ગુજરાતી કઢી.

કઢી એ ચણાના લોટ સાથેનું તીખું અને મીઠું મિશ્રણ છે અને આ મિશ્રણ લગભગ તમામ લોકોને પસંદ પડે છે. તેમાં પણ ગુજરાતી લોકોને આ ગુજરાતી કઢી (Gujarati Kadhi) તો સૌથી પ્રિય એવી હોઈ છે. સામાન્ય રીતે આ કઢીને ગુજરાતી લોકો ખીચડી સાથે મિક્ષ કરીને ખાવાનું પસંદ કરતા હોઈ છે. પરંતુ આ કઢીને એક સાઈડ ડીશ તરીકે પણ સર્વ કરી શકાય છે. મેહમાનોના સ્વાગત માટે જો કઈ ટ્રેડીશનલ સર્વ કરવું હોઈ તો કઢી-ખીચડી એ એકદમ શ્રેષ્ટ ઉપાય છે. આ કઢી ન કેવળ ખીચડી સાથે પરંતુ રાઈસ સાથે પણ સર્વ કરી શકાય છે.આ કઢી બનાવવાની ઘણી બધી અલગ અલગ રીત છે જેમાંથી આજ આપણે સૌથી સરળ અને કઢી બનાવવાની ગુજરાતી રીત શીખીશું.

White Kadhi Recipe, Kadhi Recipe, Gujarati Kadhi Recipe, Easy Kadhi Recipe, Indian Main Course Recipe.
Gujarati Kadhi Recipe Photo.

આ કઢી બનાવવી ખુબજ સરળ અને આસાન છે. ચોક્સ્સ રીતની મદદથી આપ હોટલ જેવીજ કઢી ઘર પર બનાવી શકો છો. આ કઢી બનાવવા માટે આપને ફક્ત ચણાનો લોટ, દહીં અને રેગ્યુલર મસાલાઓની જરૂર પડશે. આ તમામ સામગ્રીઓની મદદથી આપ સરળતાથી ઘર પર કઢી બનાવી શકશો. તો ચાલો મિત્રો જોઈએ કઢી બનાવવાની રીત.

ગુજરાતી કઢી બનવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૨૦૦ ગ્રામ દહીં(curd).
  • ૧ ચમચી ચણાનો લોટ(gram flour).

અન્ય સામગ્રીઓ:

  • ૧-૨ ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ(ginger-garlic-chili paste).
  • ૨-૩ ચમચી ઘી(ghee).
  • ૧ ચમચી જીરું(cumin seeds).
  • ૧ સુકું લાલ મરચું(dry red chili).
  • ૩-૪ લસણની કરી(garlic cloves).
  • ૧/૨ ચમચી ધાણા(coriander seeds).
  • ૧ ચમચી રાઈ(mustard seeds).
  • ૧/૪ ચમચી હીંગ(asafoetida).
  • ૧/૪ ચમચી તજ પાવડર(cinnamon powder).
  • ૮-૧૦ લીમડાના પાંદ(curry leaves).
  • ૧ ચમચી કોથમીર(coriander leaves).
  • ૧-૨ ચમચી ખાંડ(sugar).
  • નમક સ્વાદ અનુસાર(salt).
  • ૧/૨ ચમચી કઢી મસાલા(kadhi masala).

ગુજરાતી કાઢી બનાવવાની રીત:

  • ચણાના લોટ ને દહીંમાં ઉમેરી આ મિશ્રણને મિક્ષ્ચરજારમાં નાંખી બ્લેન્ડ કરી લો. હવે આ મિક્ષ્ચરમાં જરૂર અનુસાર પાણી ઉમેરી લો. હવે તેમાં આદું-લસણ-મરચાંની પેસ્ટ, તજ પાવડર, કઢી મસાલો ઉમેરી તેને ૫-૬ મિનીટ માટે એકબાજુ મૂકી દો.
  • હવે કડાઈમાં ઘી ગરમ કરી, તેમાં લસણ નાંખી તેને ફૂટવા દો. ત્યારબાદ તેમાં ધાણા, રાઈ, જીરું, સુકું લાલ મરચું ઉમેરી તેને ત્ડ્તડવા દો. હવે તેમાં લીંબડાના પાંદ અને દહીં વાળું મિક્ષ્ચર ઉમેરી.
  • ત્યારબાદ તેમાં ખાંડ અને જરૂર  અનુસાર નમક ઉમેરી તે ઉકળવા લાગે ત્યાં સુધી પકાઓ. જયારે મિક્ષ્ચર સરખી રીતે પાકી જાય ત્યારે ગેસ બંધ કરી કઢીને સર્વિંગ પ્લેટમાં લઇ લો.
  • હવે તેને કોથમીર વડે સજાવી તેને ખીચડી, રાઈસ સાથે સર્વ કરો.

Gujarati kadhi Recipe in Gujarati | ગુજરાતી કઢી

How to make easy and simple kadhi at home.
Course: Main
Cuisine: Indian
Author: Rakesh prajapati

Ingredients

  • ૨૦૦ ગ્રામ દહીં curd.
  • ચમચી ચણાનો લોટ gram flour.
  • ૧-૨ ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ ginger-garlic-chili paste.
  • ૨-૩ ચમચી ઘી ghee.
  • ચમચી જીરું cumin seeds.
  • સુકું લાલ મરચું dry red chili.
  • ૩-૪ લસણની કરી garlic cloves.
  • ૧/૨ ચમચી ધાણા coriander seeds.
  • ચમચી રાઈ mustard seeds.
  • ૧/૪ ચમચી હીંગ asafoetida.
  • ૧/૪ ચમચી તજ પાવડર cinnamon powder.
  • ૮-૧૦ લીમડાના પાંદ curry leaves.
  • ચમચી કોથમીર coriander leaves.
  • ૧-૨ ચમચી ખાંડ sugar.
  • નમક સ્વાદ અનુસાર salt.
  • ૧/૨ ચમચી કઢી મસાલા kadhi masala.

Instructions