Gujarati Baingan Bharta Recipe (બૈગન ભરતા રેસીપી).
બૈગન ભરતા એ ગુજરાતની (Gujarati Baingan Bharta Recipe) ખુબજ પ્રસિદ્ધ અને પારંપરિક એવી સ્વાદિષ્ટ ડીશ છે. સામાન્ય રીતે ગુજરાતી ઘરોમાં શિયાળાની ઋતુ દરમ્યાન સૌથી વધુ બનાવવામાં આવતું શાક છે જેને રોટલી, અથવા રોટલા સાથે સર્વ કરવામાં આવે છે. ખુબજ ટૂંક સમયમાં બની જતું આ શાક એકદમ સ્વાદિષ્ટ અને તેમાં પણ જો રોટલા સાથે સર્વ કરવામાં આવ્યું હોઈ તો તેનો સ્વાદ બેગણો થઇ જઈ છે.

આ શાક મુખ્યત્વે રીંગણા, ડુંગળી, ટામેટા અને અન્ય મસાલાઓના ઉપયોગ દ્વારા બનાવવામાં આવે છે. આ શાક ફક્ત ગુજરાતમાંજ નહી પરંતુ ભારતભરમાં પ્ર્શિદ્ધ છે. અન્ય મસાલાઓનો ઉપયોગ એ આ બૈગન ભરતાને વધુ સ્વાદિષ્ટ સ્વાદ આપે છે. તો ચલો મિત્રો જોઈએ બૈગન ભરતા બનાવવાની રીત
બૈગન ભરતા બનાવવા માટેની સામગ્રીઓ:
મુખ્ય સામગ્રી:
- ૧ કિલોગ્રામ રીંગણા(brinjals)
- ૧૦૦ ગ્રામ લીલી ડુંગળી(spring onion)
- ૧૦૦ ગ્રામ લાલ ડુંગળી(red onion)
- ૨૦૦ ગ્રામ સમારેલ ટામેટા(tomato)
અન્ય સામગ્રીઓ:
- થોડી તાજી કોથમીર(coriander leaves)
- ૧૦ સમારેલા લીલા મરચા(green chilies)
- ૧ ઇંચ ઝીણું સમારેલું આદું(ginger)
- ૧ ચમચી આખું જીરું(cumin seeds)
- ૧ ચમચી લાલ મરચું પાવડર(red chili powder)
- ૧ ચમચી ધાણા-જીરું પાવડર(coriander-cumin powder)
- ૧/૨ ચમચી હીંગ(asafetida)
- નમક સ્વાદ અનુસાર(salt)
- ૫ ચમચી તેલ(oil)
સજાવટ માટે:
- થોડી કોથમીર(coriander leaves)
- રોટલો
બૈગન ભરતા બનાવવાની રીત:
- સૌ પ્રથમ બધાજ રીંગણ ના તળિયે ચપ્પુની મદદથી હોલ કરી લો. હવે બધાજ રીંગણને ગેસ પર શેકી લો. શેકાય ગયા બાદ તેની છાલ ઉતારી તેને નાના ટુકડાઓમાં કાપી લો.
- હવે કડાઈમાં પર તેલ ગરમ કરી તેમાં જીરું નાખો. જયારે જીરું ફૂટવા લાગે ત્યારે તેમાં લીલી ડુંગળી અને લાલ ડુંગળી નાખી તેને ૨-૩ મિનીટ માટે પાકવા દો.
- હવે તેમાં આદું, મરચું અને ટામેટા નાખી સરખી રીતે મિક્ષ કરી લો અને થોડી વાર માટે પાકવા દો. ત્યારબાદ તેમાં નમક નાંખી સરખી રીતે મિક્ષ કરો. હવે તેમાં હીંગ અને લાલ મરચું પાવડર નાંખી મિક્ષ કરો.
- જયારે બધીજ શાકભાજીઓ પાકી જાય ત્યારે તેમાં શેકેલા રીંગણા નાખો અને મિક્ષ કરો. હવે તેમાં ધાણા-જીરું પાવડર નાંખી ૧ મિનટ સુધી પાકવા દો.
- હવે ગેસ બંધ કરી તેમાં કોથમીર ભભરાવી મિક્ષ કરી લો અને ગરમા ગરમ સર્વ કરો.
Gujarati baingan bharta recipe(બૈગન ભરતા રેસીપી)
Gujarati baingan bharta recipe.
Servings: 21 mins
Ingredients
- મુખ્ય સામગ્રી:
- ૧ કિલોગ્રામ રીંગણા brinjals
- ૧૦૦ ગ્રામ લીલી ડુંગળી spring onion
- ૧૦૦ ગ્રામ લાલ ડુંગળી red onion
- ૨૦૦ ગ્રામ સમારેલ ટામેટા tomato
- અન્ય સામગ્રીઓ:
- થોડી તાજી કોથમીર coriander leaves
- ૧૦ સમારેલા લીલા મરચા green chilies
- ૧ ઇંચ ઝીણું સમારેલું આદું ginger
- ૧ ચમચી આખું જીરું cumin seeds
- ૧ ચમચી લાલ મરચું પાવડર red chili powder
- ૧ ચમચી ધાણા-જીરું પાવડર coriander-cumin powder
- ૧/૨ ચમચી હીંગ asafetida
- નમક સ્વાદ અનુસાર salt
- ૫ ચમચી તેલ oil
- સજાવટ માટે:
- થોડી કોથમીર coriander leaves
- રોટલો
Instructions