Guava Cheese Bars Recipe in Gujarati(ગુઆવા ચીસ બાર્સ)

0
105
Guava Cheese Bars Recipe. Guava Cheese Barfi Recipe. Indian Sweet Recipe. Indian Dessert Recipe. Healthy Sweet Recipe.
Guava Cheese Bars Recipe Photo.

Guava Cheese Bars Recipe in Gujarati | ગુઆવા ચીસ બાર્સ.

હેલ્લો ફ્રેન્ડ્સ, આજે અમે આપના માટે જામફળમાંથી બનતી એક નવીન અને સ્વાદિષ્ટ વાનગી લાવ્યા છીએ જેનું નામ છે ગુઆવા ચીસ બાર્સ (Guava Cheese Bars Recipe). ગુઆવા ચીસ બાર્સ એ બીજું કઈ નહી પરંતુ પેનકેક જેવીજ જામફળ માંથી બનતી સ્વીટ ડીશ છે. જેને આપ ઝડપથી બનાવી શકો છો અને મેહમાનો ને સ્ટાર્ટર તરીકે સર્વ પણ કરી શકો છો. તેમાં પણ બાળકોને તો આ વાનગી જોઈનેજ મજ્જા પડી જશે.

Guava Cheese Bars Recipe. Guava Cheese Barfi Recipe. Indian Sweet Recipe. Indian Dessert Recipe. Healthy Sweet Recipe.
Guava Cheese Bars Recipe in Gujarati Photo.

ખુબજ હેલ્થી અને સ્વાદિષ્ટ એવા આ ગુઆવા ચીસ બાર્સ એ જામફળ, ખાંડ અને ઘી માંથી બનાવવામાં આવ્યા છે. આપ આ ચીસ બાર્સ ને કોઈ પણ પાર્ટી માં કે અન્ય કોઈ પણ તેહવાર કે પ્રસંગે સર્વ કરી શકો છો. આ ગુઆવા ચીસ બાર ની સાથે આપ અન્ય સ્વીટ રેસીપીસ જેવી કે પપૈયા રોલ્સ, આમ ચીસ રોલ્સ અને અન્ય વાનગીઓ વિશે પણ માહિતી મેળવી શકો છો.

ગુઆવા ચીસ બાર્સ બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૭૫૦ ગ્રામ જામફળ
  • ૫૦૦ ગ્રામ ખાંડ

અન્ય સામગ્રીઓ:

  • ૧ ચમચી લીંબુનો રસ
  • ૧ ચમચી ઘી

ગુઆવા ચીસ બાર્સ બનાવવાની રીત:

  • સૌ પ્રથમ જામફળને સાફ કરી તેની કિનારી અને તેના પર રહેલા કાળા ડાઘા કાપી લો.
  • હવે તેના ટુકડા કરી તેને પાણીમાં નાંખી મિક્ષ્ચર માં નાંખી પીસી લો અને પ્યુરી બનાવી લો. ત્યારબાદ તેને મલમલના કપડામાં ગાળી બધાજ બી કાઢી લો.
  • હવે એક નોન સ્ટીક કડાઈમાં આ પ્યુરી નાંખી ઉકળવા લાગે ત્યાં સુધી ગરમ કરો. જયારે બધુજ પાણી પ્યુરીમાંથી શોસાય જાય ત્યારે તેમાં ખાંડ ઉમેરો.
  • હવે જયારે થોડી વાર બાદ કલર અને મિક્ષ્ચર ઘટ્ટ થવા લાગે ત્યારે તેમાં લીંબુનો રસ અને ઘી ઉમેરી મિક્ષ કરો. જયારે મિક્ષ્ચર જામ જેવું એકદમ ઘટ્ટ બની જાય ત્યારે ગેસ બંધ કરી દો.
  • હવે એક ટ્રે ને તેલ વડે ગ્રીસ કરી, મિક્ષ્ચર ને ટ્રે માં નાંખી સરખી રીતે ફેલાવી દો. ત્યારબાદ તેને એકબાજુ મુકી દઈ ઠંડું થવા દો અને થોડી કલાક પછી તેને ચોરસ ટુકડાઓમાં કાપી લો.

Guava cheese bars(ગુઆવા ચીસ બાર્સ)

How to make guava cheese bars at home.
Prep Time10 mins
Cook Time1 hr
Total Time1 hr 10 mins
Course: Dessert
Cuisine: Indian
Servings: 1 hour and 10 mins
Author: Geetanjali kolvekar saini

Ingredients

  • મુખ્ય સામગ્રીઓ:
  • ૭૫૦ ગ્રામ જામફળ
  • ૫૦૦ ગ્રામ ખાંડ
  • અન્ય સામગ્રીઓ:
  • ચમચી લીંબુનો રસ
  • ચમચી ઘી

Instructions