Farali Patties Recipe in Gujarati | ફરાળી પેટીસ | Veg Patties Recipe

0
400
Farali Patties for Fasting Recipe, Farali Patties Recipe, Easy Patties Recipe, Potato Patties Recipe, Farali Pattice Recipe, Indian Snacks Recipe.
Farali Patties Fasting Recipe Photo.

Farali Patties Recipe in Gujarati | ફરાળી પેટીસ | Veg Patties Recipe.

નમસ્કાર મિત્રો, ઘણા બધા લોકોને વ્રત સમયે મુંજવણ થતી હોઈ છે, એવી કઈ વાનગી બનાવવી કે જે વ્રત કરનારની સાથોસાથ અન્ય લોકોને પણ ભાવે અને પસંદ પડે. જો તેવી કોઈ વાનગીની રીત આપ શોધતા હો તો ફરાળી પેટીસ એ એકદમ બેસ્ટ ઉપાય છે. આ વાનગી આપના પરિવારજનોને પણ સર્વ કરી શકો છે અને વ્રત કરનારને પણ. ફરાળી પેટીસ (Farali Patties Recipe) એ બટાટા અને તપકીરમાંથી બનાવાતી એક એવી ફરાળી વાનગી છે, જે ફરાળ સમયે સૌ કોઈને ખાવી ગમે છે. આ વાનગી આપ રેડીમેળ લેવા કરતા ઘર પર પણ ખુબજ આસાનીથી બનાવી શકો છો.

Farali Patties for Fasting Recipe, Farali Patties Recipe, Easy Patties Recipe, Potato Patties Recipe, Farali Pattice Recipe, Indian Snacks Recipe.
Farali Patties Recipe Photo.

આ વાનગી બનાવવા માટે આપને બટાટા, તપકીર, નારીયેલ નું ખમણ અને અન્ય કેટલીક સામગ્રીઓની જરૂરિયાત રહેશે. આ તમામ વાનગીઓ લગભગ ભારતીય રાંધણકલાના તમામ રસોડે હોઈ છે. જેથી આપ કોઈ પણ સમયે આપના બાળકો અને પરિવારજનો માટે બનાવી શકો છો.તો ચાલો મિત્રો જોઈએ ફરાળી પેટીસ બનાવવાની રીત.

ફરાળી પેટીસ બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

બહારના લેયર માટે:

  • ૫૦૦ ગ્રામ બાફેલા બટાટા(Boiled potatoes).
  • ફરાળી નમક જરૂર અનુસાર(farali salt).
  • ૪ ચમચી તપકીરનો લોટ(arrowroot flour).

સ્ટફીંગ માટે:

  • ૧૦૦ ગ્રામ તાજું નારિયેળનું ખમણ(grated fresh coconut).
  • ૧ ચમચી મેશ કરેલા બટાટા(potatoes).
  • ૨ ચમચી શેકેલ તલ, વરીયાળી અને બી(seasame seeds, fennel seeds, peanuts).
  • ૧ ચમચી આદું-મરચાંની પેસ્ટ(ginger-chili paste).
  • ફરાળી નમક જરૂર અનુસાર(farali salt).
  • ૧ ચમચી કીસમીસ(raisins).
  • ૧ ચમચી કોથમીર(coriander leaves).
  • ૧ ચમચી ખાંડ(sugar).
  • ૧ ચમચી લીંબુનો રસ(lemon juice).
  • તળવા માટે તેલ(oil).

ફરાળી પેટીસ બનાવવાની રીત:

  • બહારનું લેયર બનાવવા માટે સૌ પ્રથમ બટાટાને મેશ કરી તેમાં ૧ ચમચી છુંદેલા બટાટા અલગ કાઢી લો, જેનો ઉપયોગ આપણે સ્ટફીંગમાં કરીશું.
  • ત્યારબાદ તેમાં ૨ ચમચી તપકીરનો લોટ નાંખો. હવે તેમાં ફરાળી નમક નાંખી મિક્ષ કરી લો અને તેને એકબાજુ મૂકી દો.
  • હવે સ્ટફીંગ બનાવવા માટે નારિયેળનું ખમણ લઇ તેમાં આદું-મરચાંની પેસ્ટ, નમક, ખાંડ, લીંબુનો રસ, કીસમીસ, બી, તલનો ભુક્કો, કોથમીર અને મેશ કરેલા બટાટા નાંખી મિક્ષ કરી લો.
  • હવે તેને સરખી રીતે મિક્ષ કરી તેમાંથી નાના બોલ્સ બનાવી લો. હવે પહેલા હાથને તેલ વડે ગ્રીસ કરી, સ્મેશ કરેલા બટાટાના મિક્ષ્ચરમાંથી થોડું મિક્ષ્ચર લઇ તેમાંથી નાની પેટીસ બનાવો અને ત્યારબાદ તેમાં વચ્ચે એક સ્ટફીંગ બોલ મૂકી તેને બધીજ બાજુથી પેક કરી દો.
  • આ રીતે બધીજ પેટીસ તૈયાર કરી લો. હવે તપકીરના લોટને એક પ્લેટમાં લઇ તેમાં આ પેટીસ સરખી રીતે રગદોળી લો જેથી તે સરખી રીતે પેક થઇ જાય અને વચ્ચેથી તૂટે નહી.
  • હવે કડાઈમાં તેલ ગરમ કરી પેટીસને તેમાં નાંખી, તે લાઈટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો અને ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં લઇ મીઠી ચટની સાથે સર્વ કરો.

Farali Patties Recipe in Gujarati | ફરાળી પેટીસ | Veg Patties Recipe

How to make farali patties at home.
Course: Snack
Cuisine: Indian
Author: Rakesh prajapati

Ingredients

  • બહારના લેયર માટે:
  • ૫૦૦ ગ્રામ બાફેલા બટાટા Boiled potatoes
  • ફરાળી નમક જરૂર અનુસાર farali salt
  • ચમચી તપકીરનો લોટ arrowroot flour
  • સ્ટફીંગ માટે:
  • ૧૦૦ ગ્રામ તાજું નારિયેળનું ખમણ grated fresh coconut
  • ચમચી મેશ કરેલા બટાટા potatoes
  • ચમચી શેકેલ તલ વરીયાળી અને બી(seasum seeds, fennel seeds, peanuts)
  • ચમચી આદું-મરચાંની પેસ્ટ ginger-chili paste
  • ફરાળી નમક જરૂર અનુસાર farali salt
  • ચમચી કીસમીસ raisins
  • ચમચી કોથમીર coriander leaves
  • ચમચી ખાંડ sugar
  • ચમચી લીંબુનો રસ lemon juice
  • તળવા માટે તેલ oil

Instructions