Easy Shahi Tukda Recipe in Gujarati | શાહી ટુકડા | Indian Sweet Recipe.
હેલ્લો ફ્રેન્ડ્સ, શાહી ટુકડા એ એક સ્વાદિષ્ટ અને લાજવાબ એવી ડેસર્ટ રેસીપી છે. આ મીઠાઈ એ હૈદરાબાદની ખુબજ ફેમસ એવી મીઠાઈઓ માંની એક મીઠાઈ છે. શાહી ટુકડા મીઠાઈ (Easy Shahi Tukda) ઘણા લોકો ઘર બનાવવાનું પણ પસંદ કરતા હોઈ છે. અવાર-નવાર તેહ્વારો પર આ મીઠાઈ ઘર પર લોકો બનાવતા હોઈ છે. આ મીઠાઈ ઘર પર બનાવવી ખુબજ સરળ છે. આપ ખુબજ ઝડપથી આ મીઠાઈ ઘર પર બનાવી શકો છો. આપ આ મીઠાઈ ભોજન સમયે એક સાઈડ ડીશ તરીકે અથવા ભોજન બાદ પણ ડેસર્ટ તરીકે લઇ શકો છો. બાળકોને મીઠાઈઓ સામાન્ય રીતે વધુ પસંદ હોઈ છે, જેથી આપ આ મીઠાઈ તેમના માટે બનાવી તેમને પણ ખુશ કરી શકો છો.

ખુબજ રોયલ એવી આ મીઠાઈ રેસીપી બનાવવા માટે આપને અન્ય મીઠાઈઓના પ્રમાણમાં ખુબજ ઓછી સામગ્રીઓની જરૂર પડશે. આ તમામ સામગ્રીઓ જેવી કે દૂધ, મિલ્ક પાવડર, બ્રેડ, ખાંડ વગેરે… આપને ખુબજ સરળતાથી બજારમાંથી મળી જશે. જેથી આપ આપના ઘેર પર રાખેલ પાર્ટી કે ફન્કશનમાં આ મીઠાઈ સર્વ કરી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ શાહી ટુકડા બનાવવાની રીત.
શાહી ટુકડા બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રીઓ:
- ૨૫૦ ગ્રામ દૂધ(milk).
- ૧ ચમચી ખાંડ(sugar).
- ૧ ચમચી મિલ્ક પાવડર(milk powder).
- ૩ બ્રેડની સ્લાઈસ(ગોળાકારમાં કાપેલ).
- ૧ થ્રેડની ચાસણી(sugar syrup).
અન્ય સામગ્રીઓ:
- ૧ ચમચી સમારેલ બદામ(almonds).
- ૧ ચમચી સુકી કીસમીસ(dry raisin).
- ૧ ચમચી મગજતરીના બી(magajtari seeds).
- ચપટી ખસખસ(poppy seeds).
- ૧/૮ ચમચી એલચી પાવડર(cardamom powder).
- ઘી તળવા માટે(ghee).
સજાવટ માટે:
- ૪ ગુલાબના પાંદ(rose leaves).
શાહી ટુકડા મીઠાઈ બનાવવાની રીત:
- સૌ પ્રથમ રબડી બનાવવા માટે દુધને એક કડાઈમાં લઇ તેમાં મિલ્ક પાવડર, ખાંડ ઉમેરી બધુજ મિક્ષ કરી લો. હવે ગે ચાલુ કરી તેમાં એલચી પાવડર ઉમેરી આ મિક્ષ્ચર ઘટ્ટ બની જાય ત્યાં સુધી પકાઓ.
- જયારે મિક્ષ્ચર ઘટ્ટ બની જાય ત્યારે ગેસ બંધ કરી રાબડીને બાઉલમાં લઇ લો. હવે કડાઈમાં ઘી ગરમ કરી, તેમાં બ્રેડની સ્લાઈસને ગોલ્ડન બ્રાઉન થઇ જાય ત્યાં સુધી તળો.
- ત્યારબાદ બ્રેડની સ્લાઈસને ખાંડની ચાસણીમાં ડુબોડી બહાર કાઢી લો. હવે બ્રેડની સ્લાઈસને સર્વિંગ પ્લેટમાં લઇ રબડીને દરેક બ્રેડની સ્લાઈસ પર મુકો.
- હવે તેના પર બદામ, કીસમીસ, મગજતરીના બીજ, ખસખસ મૂકી અંતે તેને ગુલાબના પાંદ વડે સજાવી સર્વ કરો.
Easy Shahi Tukda Recipe in Gujarati | શાહી ટુકડા | Indian Sweet Recipe
Ingredients
- ૨૫૦ ગ્રામ દૂધ milk
- ૧ ચમચી ખાંડ sugar
- ૧ ચમચી મિલ્ક પાવડર milk powder
- ૩ બ્રેડની સ્લાઈસ ગોળાકારમાં કાપેલ
- ૧ થ્રેડની ચાસણી sugar syrup
- ૧ ચમચી સમારેલ બદામ almonds
- ૧ ચમચી સુકી કીસમીસ dry raisin
- ૧ ચમચી મગજતરીના બી magajtari seeds
- ચપટી ખસખસ poppy seeds
- ૧/૮ ચમચી એલચી પાવડર cardamom powder
- ઘી તળવા માટે ghee
- ૪ ગુલાબના પાંદ rose leaves
Instructions