How to Make Easy Gujiya at Home | ગુજીયા રેસીપી
નમસ્તે મિત્રો, આજે અમે આપના માટે નોર્થ ઇન્ડિયન સાઈડ ની ખુબજ પ્રખ્યાત એવી સ્વીટ રેસીપી લાવ્યા છીએ જેનું નામ છે ગુજીયા (Easy Gujiya Recipe). ગુજીયા એ બીજું કઈ નહી પરંતુ ગુજરાતી ઘૂઘરાનું એક મીઠું વર્ઝન છે જે ખાસ કરીને મધ્યપ્રદેશ, ઉતરપ્રદેશ અને રાજસ્થાનમાં ખુબજ ફેમસ છે. ડ્રાય ફ્રુટથી ભરપુર એવા આ ગુજીયા ખાવામાં એકદમ સ્વાદિષ્ટ હોઈ છે ઉપરાંત બનવવા પણ સરળ છે જેથી આપ કોઈ પણ સમયે આ ગુજીયા મેહમાનો માટે કે પરિવારજનો માટે ઘર પર બનાવી શકો છે.

ગુજરાતી ઘૂઘરા અને ગુજીયામાં તફાવત માત્ર એટલો હોઈ છે કે ઘૂઘરા એ તીખા અને સ્નેક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે જયારે ગુજીયાએ મીઠા અને સ્વીટ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ગુજીયા (Easy Gujiya) બનાવવા માટે મુખ્યત્વે મેંદાનો લોટ, ડ્રાય ફ્રુટ, ખાંડ, પાણી અને અન્ય સામગ્રીઓનો સમાવેશ થાય છે જે બજારમાં ખુબજ આસાનીથી ઉપલબ્ધ હોઈ છે. ટ ચાલો મિત્રો બનાવીએ ગુજીય્યા.
ગુજીયા બનાવવા માટે આવશ્યક સામગ્રીઓ:
લોટ માટે:
- ૫૦૦ ગ્રામ મેંદાનો લોટ(all purpose flour)
- ૧૨૫ ml દૂધ(milk)
સુગર સીરપ માટે:
- ૧૨૫ ml પાણી(water)
- ૨૫૦ ગ્રામ ખાંડ(sugar)
- ચપટી એલચી પાવડર(cardamom powder)
- કેસરના તાંતળા(saffron)
સ્ટફીંગ માટે:
- ૨૫૦ ગ્રામ માવા(mawa)
- ૩/૪ કપ દળેલી ખાંડ(sugar)
- ૫૦ ગ્રામ શેકેલ રવો(roasted semolina)
- ૨૫-૨૦ કાપેલી અને થોડી શેકેલી બદામ(roasted almonds)
- ૨૫-૩૦ કાપેલ અને થોડા શેકેલ કાજુ(roasted cashew nuts)
- ૨ ચમચી કીસમીસ(raisins)
- ૨ ચમચી ચિરોન્જી(chironji)
- થોડું કેસર(saffron)
- તળવા માટે ઘી(ghee)
ગુજીયા બનાવવાની રીત:
- સૌ પ્રથમ એક મોટી પ્લેટ અથવા બાઉલ લઇ તેમાં મેંદાનો લોટ અને ઘી ઉમેરી મિક્ષ કરી લો. હવે તેમાં જરૂર અનુસાર પાણી ઉમેરી, પૂરી જેવો લોટ બાંધી લો અને એક સાઈડ મૂકી દો.
- હવે એક કડાઇ લઇ તેમાં ખાંડ અને જરૂર અનુસાર પાણી નાંખી ચાસણી બનાવો. તેને વચ્ચે વચ્ચે હલાવતા રહો જેથી તે તળિયે બેસે નહી. તેમાં થોડું કેસર અને એલચી પાવડર ઉમેરો.
- હવે સ્ટફીંગ બનાવવા માટે સૌ પ્રથમ માવાને હાથ વડે ક્રશ કરી લો. માવાને કડાઇ માં લઇ તેને ૨-૩ મિનીટ માટે મધ્યમ તાપમાન પર શેકો. તેને સતત હલાવતા રહો જેથી તે તળિયે બેસે નહી.
- હવે માવાને પ્લેટમાં કાઢી લઇ રૂમ ટેમ્પરેચર પર ઠંડુ પડવા દો. હવે માવાને મિક્ષિન્ગ બાઉલમાં લઇ તેમાં કેસર, એલચી પાવડર, કીસમીસ, ચિરોન્જી, બદામ, કાજુ અને શેકેલ રવો નાંખી બધુજ મિક્ષ કરી લો.
- હવે દળેલી ખાંડને સ્ટફીંગ માં ઉમેરો અને ફરીથી મિક્ષ કરો. ધ્યાન રાખો કે દળેલી ખાંડ ઉમેરતી વખતે માવો ગરમ ન હોવો જોઈએ.
- હવે લોટમાંથી પૂરી બને તેટલો લોટ લઇ તેનો બોલ બનાવો અને તેના પર થોડું તેલ લગાવી પૂરી જેવડીજ સાઈઝની પૂરી વણી લો. પુરીની સાઈઝ ગુજીયા મોલ્ડ જેવડી હોવી જોઈએ.
- હવે પૂરીને ગુજીયા મોલ્ડમાં લઇ તેમાં ૧ ચમચી જેટલું સ્ટફીંગ વચ્ચે મૂકી ખૂણે થોડી મેંદાના લોટની સ્લરી લગાવી કવર કરી લો.વધારાના લોટમાંથી જાડી કિનારીને કાપી લઇ બધાજ ગુજીયા આ રીતે બનાવી લો.
- હવે તળવા માટે ઘી ગરમ કરી, ઘી ગરમ થઇ જાય ત્યારે બધા ગુજીયાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. હવે બધાજ ગુજીયાને તેલ માંથી બહાર કાઢી તરતજ ખાંડની ચાસણીમાં ઉમેરી દો.
- બધાજ ગુજીયાને ૧-૨ મિનીટ માટે ચાસણીમાં રગદોળી જારાની મદદથી બહાર કાઢી લો. જેથી તે વધારે ચાસણી શોષી ન લે. અંતે બધાજ ગુજીયાને પીસ્તા વડે ગાર્નીશ કરી સર્વ કરો.
How to make Gujiya at Home(ગુજીયા રેસીપી)
Ingredients
- લોટ માટે:
- ૫૦૦ ગ્રામ મેંદાનો લોટ all purpose flour
- ૧૨૫ ml દૂધ milk
- સુગર સીરપ માટે:
- ૧૨૫ ml પાણી water
- ૨૫૦ ગ્રામ ખાંડ sugar
- ચપટી એલચી પાવડર cardamom powder
- કેસરના તાંતળા saffron
- સ્ટફીંગ માટે:
- ૨૫૦ ગ્રામ માવા mawa
- ૩/૪ કપ દળેલી ખાંડ sugar
- ૫૦ ગ્રામ શેકેલ રવો roasted semolina
- ૨૫-૨૦ કાપેલી અને થોડી શેકેલી બદામ roasted almonds
- ૨૫-૩૦ કાપેલ અને થોડા શેકેલ કાજુ roasted cashew nuts
- ૨ ચમચી કીસમીસ raisins
- ૨ ચમચી ચિરોન્જી chironji
- થોડું કેસર saffron
- તળવા માટે ઘી ghee
Instructions