પાલક બટેટા (Easy Aloo Palak) નું શાક.
પાલક બટેટા (Easy Aloo Palak) એટલે સ્વાસ્થ્ય વર્ધક પાલક ની સાથે શાકભાજી ના રાજા કહેવાતા બટેટા નો સ્વાદિષ્ટ સંગમ. પાલક બટેટા એ ભારત ની પ્રાચીન અને ઘરેલું વાનગી છે. પાલક બટેટા ખાવામાં જેટલા સ્વાદિષ્ટ હોય છે તેને બનાવવા પણ એટલા જ સરળ હોય છે. પાલક બટેટા સમગ્ર ભારત માં સૌથી વધારે ખાવામાં પસંદ થનારી વાનગીઓ માંથી એક વાનગી છે. બટેટા પાલક ભારત ના દરેક શહેર અને ગામડાઓ માં પોતાના અનોખા સ્વાદ થી બનાવવામાં આવે છે. તો ચાલો આજે ઘરે બનાવીએ મશહુર પાલક બટેટા.

પાલક બટેટા (Easy Aloo Palak) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
3 પાલક ના ગુચ્છા.
250 બાફીને કાપેલા બટેટા (70% સુધી કાપેલા).
6 નાની ચમ્મચી તેલ.
3-5 તીખા લીલા મરચા.
3 મધ્યમ આકાર ની જીણી સમારેલી ડુંગળી.
3 3 મધ્યમ આકાર ના જીના સમારેલા ટમેટા.
મસાલા સામગ્રી:
1 નાની ચમ્મચી જીરુ.
3 નાની ચમ્મચી આદું લસણ નું પેસ્ટ.
અડધી ચમ્મચી હળદર.
1 નાની ચમ્મચી મરચું.
અડધી ચમ્મચી ખાંડ.
3 નાની ચમ્મચી કિચન કિંગ મસાલો.
મીઠું સ્વાદ પ્રમાણે.
પાલક બટેટા (Easy Aloo Palak) બનાવવાની રીત.
- સૌ પ્રથમ તેલ ને ગરમ કરીને એમાં જીરું નાખો, ત્યાર બાદ જીરું ભૂરા રંગ નું થાય એટલે તેમાં લસણ આદું નું પેસ્ટ નાખી ને અડધી મિનીટ સુધી પકવો.
- હવે તેમાં ડુંગળી નાખીને ડુંગળી સોનેરી રંગ પકડે ત્યાં સુધી તેને પકવો અને ત્યાર બાદ તેમાં ટમેટા નાખીને પકવ્યા બાદ તેમાં કાપેલા લીલા મરચા નાખીને મેળવો ત્યાર બાદ તેમાં હળદર, મરચું, કિચન કિંગ મસાલો, ખાંડ અને મીઠું નાખીને 20 સેકંડ સુધી હલાવ્યા બાદ તેમાં 2 ગ્લાસ પાણી નાખીને સારી રીતે હલાવો અને ગ્રેવી ને પાતળી બનાવો.
- હવે આ મિશ્રણ માં સમારેલી પાલક નાખીને 1 થી 2 મિનીટ સુધી પકાવ્યા બાદ તેમાં 70% સુધી બાફેલા બટેટા નાખીને સારી રીતે હલાવો અને આ મિશ્રણ ગાઢ થાય ત્યાં સુધી તેને પકાવો.
- લો તૈયાર છે તમારુ મનપસંદ પાલક બટેટા નું શાક.
Easy Aloo Palak | Indian recipe in Gujarati | બટેટા પાલક.
Ingredients
- 3 પાલક ના ગુચ્છા.
- 250 બાફીને કાપેલા બટેટા 70% સુધી કાપેલા.
- 6 નાની ચમ્મચી તેલ.
- 3-5 તીખા લીલા મરચા.
- 3 મધ્યમ આકાર ની જીણી સમારેલી ડુંગળી.
- 3 3 મધ્યમ આકાર ના જીના સમારેલા ટમેટા.
- 1 નાની ચમ્મચી જીરુ.
- 3 નાની ચમ્મચી આદું લસણ નું પેસ્ટ.
- અડધી ચમ્મચી હળદર.
- 1 નાની ચમ્મચી મરચું.
- અડધી ચમ્મચી ખાંડ.
- 3 નાની ચમ્મચી કિચન કિંગ મસાલો.
- મીઠું સ્વાદ પ્રમાણે.
Instructions