Dhokla Recipe in Gujarati | ઢોકળા રેસીપી

0
103
Traditional Dhokla Recipe, Lauki Muthiya Recipe, Gujarati Cuisine, Gujarati Food, Indian Main Course Recipe.
Traditional Dhokla Recipe Photo.

Dhokla Recipe in Gujarati | ઢોકળા રેસીપી.

નમસ્તે મિત્રો આજે આપણે વધુ એક ગુજ્જુ સ્પેસીઅલ એવી ગુજરાતની પોપ્યુલર ડીશ શીખીશું જેનું નામ છે ઢોકળા (Dhokla Recipe). ઢોકળા નું નામ ફક્ત તેના પરિચય માટે કાફી છે. કારણકે ગુજરાતી ઢોકળા એ ભારત ભરમાં એટલા પ્રસિદ્ધ છે. આ ઢોકળા ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ એવા હોય છે અને તેને બનાવવામાં મોટે ભાગે વરાળનો ઉપયોગ થતો હોવાથી તેલની ઓછી જરૂર પડે છે. વરાળે બફયેલા હોવાથી આ ઢોકળા તેટલાજ સ્વાદિષ્ટ પણ લાગે છે.

Traditional Dhokla Recipe, Lauki Muthiya Recipe, Gujarati Cuisine, Gujarati Food, Indian Main Course Recipe.
Traditional Dhokla Recipe Photo.

ગુજરાતના લગભગ  ખૂણે ખૂણામાં મળતા એવા આ ઢોકળા બનાવવા ઘણાજ સરળ છે. આ ઢોકળા બનાવવા માટે મુખ્ય સામગ્રી તરીકે ચણા દાળ અને ચોખાના લોટનો ઉપયોગ થશે. ગુજરાતમાં આ ઢોકળા ઉપરાંત અન્ય ઘણા બધા પ્રકારના ઢોકળાઓ અત્યારે બજારમાં મળે છે જેમ કે ખમણ ઢોકળા, ઢોકળા સેન્ડવીચ અને અન્ય ઘણા બધા પ્રકારના.તો ચાલો મિત્રો જોઈએ ઢોકળા બનાવવાની રીત.

ઢોકળા બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રી:

  • ૧૦૦ ગ્રામ છીણેલી દુધી(bottle ground).
  • ૧ કપ માં ૭૦% ચોખાનો લોટ અને ૩૦% ચણાનો લોટ (Rice and chana dal Flour).
  • ૩ ચમચી દહીં(curd).
  • ૩ ચમચી ગોળ(jaggery).

અન્ય સામગ્રીઓ:

  • ૨ ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ(ginger-garlic-chili paste).
  • ૧/૨ ચમચી હળદર પાવડર(turmeric powder).
  • ૧/૨ ચમચી અજમો(ajwain).
  • ૨ ચમચી કોથમીર(coriander leaves).
  • નમક સ્વાદ અનુસાર(salt).
  • ૧/૮ ચમચી કુકિંગ સોડા(cooking soda).

સજાવટ માટે:

  • થોડી કોથમીર(coriander leaves).
  • થોડું નારિયેળની કતરણ (coconut).

તડકા માટે:

  • ૩ ચમચી તેલ(oil).
  • ૧ ચમચી રાઈ(mustard seeds).
  • ૧ ચમચી જીરું(cumin seeds).
  • ૧ ચમચી તલ(sea sum seeds).
  • ૬-૭ લીંબડાના પાંદ(curry leaves).
  • ૧ ચમચી નારિયેળની જીણી કતરણ (coconut).

ઢોકળા બનાવાવા માટેની રીત:

  • ચોખાનો લોટ અને ચણાની દાળને એક બાઉલમાં લઇ, તેમાં દહીં મિક્ષ કરી એક બેટર તૈયાર કરી લો. આ લોટને ૧ કલાક માટે એકબાજુ મૂકી દો.
  • ૧ કલાક બાદ તેમાં છીણેલી દુધી, ગોળ, નમક, આદું-લસણ-મરચાંની પેસ્ટ, અજમો, હળદર પાવડર, કોથમીર અને કુકિંગ સોડા ઉમેરી મિક્ષ કરી લો.
  • હવે સ્ટીમરમાં પાણી ગરમ કરી બેટરને પ્લેટમાં રેડી પ્લેટને સ્ટીમરમાં મૂકી ૧૦-૧૨ મિનીટ સુધી પકાઓ.  ૧૦-૧૨ મિનીટ સુધી પકવ્યા બાદ તેને ચપ્પુ નાંખી જોઈ લો જો ચપ્પુ સાફ બહાર આવે તો તે તૈયાર છે નહી તો તેને થોડી વધુ વાર પકાઓ.
  • હવે આ ઢોકળાને બહાર કાઢી લો અને નાના ટુકડાઓમાં કાપી લો. હવે તડકા માટે કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જરુ, તલ ઉમેરી તેને ફૂટવા દો.
  • ત્યાર બાદ તેમાં લીંબડાના પાંદ, ૧ ચમચી નારિયેળની કતરણ ઉમેરી મિક્ષ કરી લો. હવે તેમાં દુધી ઉમેરી સરખી રીતે મિક્ષ કરી ગેસ બંધ કરી દો અને મુઠીયા ઢોકળાને સર્વિંગ પ્લેટમાં કાઢી લો અને તેને કોથમીર અને નારીયેલ વડે સજાવી સર્વ કરો.

Dhokla Recipe in Gujarati | ઢોકળા રેસીપી

How to make Dhokla at home.
Course: Main
Cuisine: Indian
Author: Rakesh Prajapati

Ingredients

  • મુખ્ય સામગ્રી:
  • ૧૦૦ ગ્રામ છીણેલી દુધી bottle ground
  • કપ માં ૭૦% ચોખાનો લોટ અને ૩૦% ચણાનો લોટ
  • ચમચી દહીં curd
  • ચમચી ગોળ jiggery
  • અન્ય સામગ્રીઓ:
  • ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ ginger-garlic-chili paste
  • ૧/૨ ચમચી હળદર પાવડર turmeric powder
  • ૧/૨ ચમચી અજમો ajwain
  • ચમચી કોથમીર coriander leaves
  • નમક સ્વાદ અનુસાર salt
  • ૧/૮ ચમચી કુકિંગ સોડા cooking soda
  • સજાવટ માટે:
  • થોડી કોથમીર coriander leaves
  • થોડું નારિયેળની કતરણ
  • તડકા માટે:
  • ચમચી તેલ oil
  • ચમચી રાઈ mustard seeds
  • ચમચી જીરું cumin seeds
  • ચમચી તલ sea sum seeds
  • ૬-૭ લીંબડાના પાંદ curry leaves
  • ચમચી નારિયેળની જીણી કતરણ

Instructions

  • ચોખાનો લોટ અને ચણાની દાળને એક બાઉલમાં લઇ, તેમાં દહીં મિક્ષ કરી એક બેટર તૈયાર કરી લો. આ લોટને ૧ કલાક માટે એકબાજુ મૂકી દો.
  • ૧ કલાક બાદ તેમાં છીણેલી દુધી, ગોળ, નમક, આદું-લસણ-મરચાંની પેસ્ટ, અજમો, હળદર પાવડર, કોથમીર અને કુકિંગ સોડા ઉમેરી મિક્ષ કરી લો.
  • હવે સ્ટીમરમાં પાણી ગરમ કરી બેટરને પ્લેટમાં રેડી પ્લેટને સ્ટીમરમાં મૂકી ૧૦-૧૨ મિનીટ સુધી પકાઓ. ૧૦-૧૨ મિનીટ સુધી પકવ્યા બાદ તેને ચપ્પુ નાંખી જોઈ લો જો ચપ્પુ સાફ બહાર આવે તો તે તૈયાર છે નહી તો તેને થોડી વધુ વાર પકાઓ.
  • હવે આ ઢોકળાને બહાર કાઢી લો અને નાના ટુકડાઓમાં કાપી લો. હવે તડકા માટે કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જરુ, તલ ઉમેરી તેને ફૂટવા દો.
  • ત્યારે બાદ તેમાં લીંબડાના પાંદ, ૧ ચમચી નારિયેળની કતરણ ઉમેરી મિક્ષ કરી લો. હવે તેમાં દુધી ઉમેરી સરખી રીતે મિક્ષ કરી ગેસ બંધ કરી દો અને મુઠીયા ઢોકળાને સર્વિંગ પ્લેટમાં કાઢી લો અને તેને કોથમીર અને નારીયેલ વડે સજાવી સર્વ કરો.