Dahi Ringana nu Shaak Recipe in Gujarati | દહી રીંગણનું શાક

0
610
Masala Baingan Recipe in Hindi, Dahi Baingan Recipe, Masala Baingan ki Subji Recipe, Kashmiri Dahi Baingan Sabzi Recipe, Kashmiri Dahi Baingan Recipe, Indian Curry Recipe. Dahi Ringana nu SHaak Recipe.
Masala Baingan Recipe in Hindi Photo.

Dahi Ringana nu Shaak Recipe in Gujarati | દહી રીંગણનું શાક.

નમસ્તે મિત્રો, દહીં રીંગણનું શાક (Dahi Ringana nu Shaak) એ વધુ એક ખુબજ યમ્મી એવું શાક છે. જે અત્યંત સ્વાદિષ્ટ અને રસદાર એવું હોઈ છે. સાથોસાથ હેલ્થી પણ હોઈ છે. આ શાક નાનાથી મોટી ઉમેર સુધીના તમામ લોકોને પસંદ પડે તેવું હોઈ છે. બાળકોને પણ આ શાક ચોક્કસપણે પસંદ પડશે. સામાન્ય રીતે, ઘણા લોકોને રીંગણ અને તેમાંથી બનતા શકો ખુબજ ઓછા પસંદ પડતા હોઈ છે જયારે આ શાક રીંગણ માંથી બનાવેલ હોવા છતાં ખુબજ ટેસ્ટ લાગે તેવું છે.દહીં રીંગણનું શાક આપ આપના મેહમાનોને પણ સર્વ કરી શકો છો.

Masala Baingan Recipe in Hindi, Dahi Baingan Recipe, Masala Baingan ki Subji Recipe, Kashmiri Dahi Baingan Sabzi Recipe, Kashmiri Dahi Baingan Recipe, Indian Curry Recipe. Dahi Ringana nu SHaak Recipe.
Dahi Ringana nu Shaak Recipe in Hindi Photo.

આ શાક બનાવવાની રીત ખુબજ સરળ અને સાદી છે. આ શાકમાં મોટા ભાગના સુકા મસાલાઓની જરૂર રહેશે, જે શાકને એક ટ્રેડીશનલ અને સ્વાદિષ્ટ સ્વાદ પૂરો પાડશે. ઉપરાંત આ શાક બનાવવા માટે મુખ્ય સામગ્રી તરીકે રીંગણની જરૂર પડશે. જે સામાન્ય રીતે ખુબજ સરળતાથી બજારમાં ઉપલબ્ધ થઇ જાય છે.તો ચાલો મિત્રો જોઈએ રીંગણ દહીનું શાક બનાવવાની રીત.

દહી રીંગણ નું શાક બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • લાંબી પટ્ટીમાં કાપેલ ૧૦૦ ગ્રામ રીંગણ(brinjals).
  • ૫૦ ગ્રામ વ્હીપડ દહીં(whipped curd).
  • ૧ મધ્યમ કદની સમારેલ ડુંગળી(onion).

અન્ય સામગ્રીઓ:

  • ૧ ચમચી લસણની પેસ્ટ(garlic paste).
  • ૧/૨ ચમચી જીરું(cumin seeds).
  • ૧ તજનો ટુકડો(cinnamon).
  • ૩-૪ લવીંગ(cloves).
  • ૧ પાંદ તમાલ પત્ર(bay leaf).
  • ૧/૨ કટકો જાવીન્ત્રી(javitri).
  • ૪-૫ મરી(black pepper).
  • ૨ બાદિયાન(Star anise).
  • નમક સ્વાદ અનુસાર(salt).
  • ૧/૮ ચમચી ગરમ મસાલો(garam masala).
  • રીંગણ તળવા માટે તેલ(oil).
  • ૨ ચમચી તેલ(oil).

સુકા મસાલા માટેની સામગ્રીઓ:

  • ૧ ચમચી વરીયાળી(fennel seeds).
  • ૧ ચમચી ધાણા પાવડર(coriander powder).
  • ૧ ચમચી તલ(sesame seeds).
  • ૧ ચમચી સુકો આદુનો પાવડર(dry ginger powder).
  • ૧ ચમચી લાલ મરચું પાવડર(red chili powder).
  • ૧/૨ ચમચી હળદર પાવડર(turmeric powder).
  • ૧ ચમચી બી(peanuts).
  • સજાવટ માટે થોડી કોથમીર(coriander leaves).

દહીં રીંગણ નું શાક બનાવવાની રીત:

  • મિક્ષ્ચર જારમાં સૌ પ્રથમ બી, વરીયાળી, સુકા આદુનો પાવડર, ધાણા પાવડર, તલ, લાલ મરચું પાવડર, હળદર પાવડર ઉમેરી બધુજ ગ્રાઈન્ડ કરી લો અને એક બાઉલમાં લઇ લો.
  • હવે એક કડાઈમાં તેલ ગરમ કરી, જયારે તેલ ગરમ થઇ જાય ત્યારે ત્યારે તેમાં રીંગણ નાંખી તે સોફ્ટ બની જાય ત્યાં સુધી તળી લો અને ત્યારબાદ તેને એક પ્લેટમાં લઇ લો.
  • હવે એક નોન-સ્ટીક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં તમાલ પત્ર, લવીંગ, મરી, બાદિયાન, જાવીન્ત્રી અને જીરું નાંખી મસાલાઓ તતડવા લાગે ત્યાં સુધી પકાઓ.
  • હવે તેમાં ડુંગળી નાંખી તે પારદર્શક બની જાય ત્યાં સુધી પકાઓ. હવે તેમાં લસણની પેસ્ટ નાંખી થોડી વાર સાંતળો. હવે આગાઉ બનાવેલ બધાજ સુકા મસાલાઓને તેમાં નાંખી ૧ મિનીટ સુધી પકાઓ.
  • ૧ મિનીટ બાદ તેમાં ૧/૨ કપ પાણી, નમક અને તળેલા રીંગણ નાંખી ઢાંકી દઈ ૩-૪ મિનીટ સુધી પકાઓ. ૩-૪ મિનીટ બાદ ઢાંકણ ખોલી દહીં ઉમેરી ફરીથી ઢાંકી દઈ ૨ મિનીટ સુધી પકાઓ.
  • ૨ મિનીટ બાદ તેમાં ગરમ મસાલો ઉમેરી ઢાંકી દઈ ૧ મિનીટ સુધી પકાઓ. ૧ મિનીટ બાદ ગેસ બંધ કરી શાક ને સર્વિંગ પ્લેટમાં લઇ સર્વ કરો.

Dahi Ringana nu Shaak Recipe in Gujarati | દહી રીંગણનું શાક

How to make brijal curd gravy curry.
Course: Curry
Cuisine: Indian
Author: Rakesh prajapati

Ingredients

  • લાંબી પટ્ટીમાં કાપેલ ૧૦૦ ગ્રામ રીંગણ brinjals
  • ૫૦ ગ્રામ વ્હીપડ દહીં whipped curd
  • મધ્યમ કદની સમારેલ ડુંગળી onion
  • ચમચી લસણની પેસ્ટ garlic paste
  • ૧/૨ ચમચી જીરું cumin seeds
  • તજનો ટુકડો cinnamon
  • ૩-૪ લવીંગ cloves
  • પાંદ તમાલ પત્ર bay leaf
  • ૧/૨ કટકો જાવીન્ત્રી javitri
  • ૪-૫ મરી black pepper
  • બાદિયાન Star anise
  • નમક સ્વાદ અનુસાર salt
  • ૧/૮ ચમચી ગરમ મસાલો garam masala
  • રીંગણ તળવા માટે તેલ oil
  • ચમચી તેલ oil
  • સુકા મસાલા માટેની સામગ્રીઓ:
  • ચમચી વરીયાળી fennel seeds
  • ચમચી ધાણા પાવડર coriander powder
  • ચમચી તલ sesame seeds
  • ચમચી સુકો આદુનો પાવડર dry ginger powder
  • ચમચી લાલ મરચું પાવડર red chili powder
  • ૧/૨ ચમચી હળદર પાવડર turmeric powder
  • ચમચી બી peanuts
  • સજાવટ માટે થોડી કોથમીર coriander leaves

Instructions