Dahi na Kabab Recipe in Gujarati | દહીં ના કબાબ.
નમસ્તે મિત્રો, આજે આપણે એક ખુબજ હેલ્થી અને યમ્મી એવી ડીશ શીખવા જઈ રહ્યા છીએ જેનું નામ છે દહી ના કબાબ (Dahi na Kabab). આપ સૌએ લગભગ ઘણા બધા પ્રકારના કબાબ ખાધા હશે. પરંતુ આ એક અનોખી અને નવીનતમ ડીશ છે. સામાન્ય રીતે દહીએ પાચન ક્રિયા માટે તેમજ લાઈટ વેઇટ હોવાથી ઘણા લોકો જમવા સાથે દહીં લેવાનું પસંદ કરતા હોઈ છે. આજે આપણે આ દહીં માંથી જ બનતી એક વાનગી શીખીસું. જે નાસ્તા તરીકે પણ લઇ શકાય છે, સાઈડ ડીશ તરીકે પણ લઇ શકાય છે અને મેહમાનોને સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકાય છે.

તમે આ વાનગી ખુબજ ઝડપથી ઘર પર બનાવી શકો છો. ઘર પર જો વધુ દહીં પડેલું હોઈ તો પણ આપ આ વાનગી આપના બાળકો અને પરિવારજનો માટે ઝડપથી બનાવી શકો છો. આ વાનગી બાળકોને તો ચોક્કસપણે પસંદ પડશે. ઉપરાંત મોટા અને વૃદ્ધોને પણ પસંદ પડશે. તો ચાલો મિત્રો જોઈએ દહીના કબાબ બનાવવાની રીત.
દહીં ના કબાબ બનવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રીઓ:
- ૧૦૦ ગ્રામ ટાંગેલું દહીં(hung curd).
- ૩ ચમચી કોર્ન ફ્લોર(corn flour).
- ૧ ચમચી સમારેલ ડુંગળી(onion).
- ૧ ચમચી બ્રેડ ક્રમબ(bread crumbs).
અન્ય સામગ્રીઓ:
- ૧ ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ(ginger-chili-garlic paste).
- ૧/૨ ચમચી લાલ મરચું પાવડર(red chili powder).
- ૧ ચમચી કોથમીર(coriander leaves).
- નમક સ્વાદ અનુસાર(salt)..
- ૧/૮ ગરમ મસાલો(garam masala).
- ક્બાબને તળવા માટે તેલ(oil).
દહીં ના કબાબ બનાવવાની રીત:
- સૌ પ્રથમ ટાંગેલા દહીને એક બાઉલમાં લો. ધ્યાન રાખો કે તેમાં થોડું પણ પાણી ન હોવું જોઈએ. તેમાં લાલ મરચું પાવડર, નમક, કોથમીર અને સમારેલ ડુંગળી ઉમેરો.
- હવે તડકા માટેની કડાઈમાં ૧ ચમચી જેટલું તેલ લઇ તેમાં આદું-લસણ-મરચાંની પેસ્ટ ઉમેરી થોડી સેકન્ડ માટે સાંતડો. હવે આ તડકાને દહીંમાં ઉમેરો અને સરખી રીતે મિક્ષ કરો.
- હવે તેમાં બ્રેડ ક્રમબ ઉમેરો જેથી પાણી શોષાય જશે અને તેનું મિક્ષ્ચર લોટની જામ બાંધી શકાય તેવું બની જશે. હવે તેમાંથી નાની નાની ટીક્કી અથવા કબાબ બનાવી લો અને તેને કોર્ન્ફ્લોરમાં રગદોળી લો.
- હવે એક નોન-સ્ટીક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં આ ટિક્કી બન્ને બાજુથી ગોલ્ડન બ્રાઉન થઇ ત્યાં સુધી તળી લો, હવે આ ટિક્કીને સર્વિંગ પ્લેટમાં લઇ ડુંગળી, લીંબુ અને કોથમીરની ચટની સાથે સર્વ કરો.
Dahi na Kabab Recipe in Gujarati | દહીં ના કબાબ
How to make Curd kebeb/Dahi na kabab at home.
Ingredients
- ૧૦૦ ગ્રામ ટાંગેલું દહીં hung curd
- ૩ ચમચી કોર્ન ફ્લોર corn flour
- ૧ ચમચી સમારેલ ડુંગળી onion
- ૧ ચમચી બ્રેડ ક્રમબ bread crumbs
- ૧ ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ ginger-chili-garlic paste
- ૧/૨ ચમચી લાલ મરચું પાવડર red chili powder
- ૧ ચમચી કોથમીર coriander leaves
- નમક સ્વાદ અનુસાર salt
- ૧/૮ ગરમ મસાલો garam masala
- ક્બાબને તળવા માટે તેલ oil
Instructions